SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ ધર્મ અને ધર્મનાયક હતી. મહાનામનની કાર્યપ્રણાલીથી સૌ કઈ સંતુષ્ટ હતા. મહાનામન પણ નગરનાયકની જવાબદારી બરાબર સમજતો હતો. તેને પોતાને નગરધર્મ પ્રાણથી પણ વિશેષ પ્રિય હતે. નગરધર્મની રક્ષામાં પિતાની અને પ્રજાની રક્ષા માનતો અને નગરધર્મના નાશમાં પોતાને નાશ સમજતા હતા. એક દિવસ નગરધર્મ પ્રત્યે તેને કે પ્રેમભાવ છે તેની કસોટીને દિવસ આવી પહોંચ્યો. તેને કટીને પ્રસંગ એ હતો કે – એક વખતે દુશ્મન મહીનામનના નગર ઉપર ચડી આવ્યા. નગરમાં સ્ત્રીઓ, બાળક અને વૃદ્ધો ઉપર પણ ત્રાસ વર્તાઈ રહ્યો હિતે, તે વખતે મહાનામના વૃદ્ધ હતું, તેનું હાડપિંજર વૃદ્ધાવસ્થાને કારણે ખળભળી ગયું હતું. પૂરું પાંચ ડગલાં પણ ચાલવાની તેનામાં શક્તિ ન હતી, એ વૃદ્ધ નગરસ્થવિર મહાનામના પિતાના જીવનની છેલી ફરજ બજાવવા બહાર પડે છે અને ધીમે ધીમે ચાલીને દુશ્મનોની વચ્ચે આવે છે અને તેમને કરગરીને કહે છે કે- ‘દગાથી પણ તમે આખરે ફાવ્યા છે. નગર લૂંટવું હોય તે તમે સ્વતંત્ર છે; પરંતુ આ નગરના એકપણ સ્ત્રી, બાળક, વૃદ્ધ ઉપર અત્યાચાર–અનાચાર ન થાય એની વ્યવસ્થા કરે. ” દુશ્મન રાજા આ વાતને કબુલ નથી કરતે. મહાનાયન નગરની રક્ષા માટે ફરીફરીને ઊકળતા હૃદયે પિતાના નગરબંધુઓને બચાવવા વિનવે છે. દગાબાજ દુશ્મન એક શરતે મહાના મનની માગણી કબુલવા તૈયાર થાય છે. તે કહે છે કે – “તમે મારી માતાના પાઠક છે. તમારે એટલો અધિકાર સ્વીકારું છું. તમે તમારા કુટુમ્બ સાથે સહીસલામત છો. તમારે વાળ વાંકે નહિ થાય.” મહાનામન પતે એકલે સહીસલામત રહેવા માગતા ન હતે. તે તે પિતાની નગરસ્થવિર તરીકેની ફરજ બજાવવા ચાહતો હતે. નગરનાં હજારે સ્ત્રીપુરુષો રીબાતા હોય તે વખતે પોતાના એકલા કુટુમ્બને બચાવવાની તેની ઈચછા ન હતી. પ્રાણ કરતાં પણ અધિક
SR No.023275
Book TitleDharm Ane Dharm Nayak
Original Sutra AuthorN/A
AuthorShantilal Vanmali Sheth
PublisherShantilal Vanmali Sheth
Publication Year
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy