SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ નગરસ્થવિર ૧૫૭ ઝીલવા હમેશાં તૈયાર રહે છે. નગરપતિ ઍ નગરજનેાના એક માત્ર પ્રતિનિધિ હોય છે. નગરપતિને અવાજ એ આખા નગરના અવાજ ગણાય છે. અત્યારે આપણે નગરપતિને મેયર Mayor કે મ્યુનિસિપલ કમિશનર શબ્દથી સખેાધીએ છીએ. શાસ્ત્રકારા તેને નગરસ્થવિર’ શબ્દથી સંખેધે છે. નગરપતિ નગરાહારારા નગરજનેાને સુખશાન્તિ પહેોંચાડે તે જ તે મેયરપદને દિપાવી શકે છે. બાકી મેયરપદ–નગરસ્થવિરપદને ચાહનારા અનેક હાય છે પણ નગરસ્થવિરપદને ાભાવનારા તે અનેકામાં એક હેાય છે. નગરપતિનું પદ્મ કેટલું જવાબદારીભર્યું છે તેને નીચેના ઐતિહાસિક ઉદાહરણથી સ્પષ્ટ ખ્યાલ આવી શકશેઃ— સંવત ૧૯૦૮ની આ વાત છે. એક વખતે ઉદેપુરના મહારાણા સાહેબ સ્વરૂપસિંહજીએ નગરશેઠ પ્રેમચન્દ્રજીને પેાતાની પાસે ખાલાવ્યા અને નગરના એક પ્રતિષ્ઠિત પુરુષની કદરદાની તરીકે ૫૦૦૦ રૂની જાગીર આપવા લાગ્યા. ત્યારે નગરશેઠે મહારાણાને સવિનય પ્રાર્થના કરી કે “ મહારાણા સાહેબ! આપે મારી જે કદર કરી છે તેને હું આભાર માનું છું પણ આપ જે આ જાગીરના શિરપાવ આપે! છે તે સ્વીકારતાં મારું મન અચકાય છે. કારણ કે તેમ કરવા જતાં મારા નગરધમ જોખમમાં આવી પડે છે; કારણ કે જો હું જાગીર સ્વીકારું તેા રાજ્યની પ્રજાવિરુદ્ધ જે કાઈ આના થાય તે મારે શિરાધા કરવી જોઈએ. અને એ અવસ્થામાં પ્રજાનાં દુઃખદર્દ દૂર કરી નગર પ્રતિ મારું' કર્ત્તવ્ય બજાવી શકું નહિ માટે હું જાગીર લેવા ચાહતા નથી માટે ક્ષમા કરશેા. 22 મહારાણાસાહેબ નગરશેઠની પ્રજાપ્રીતિ જોઈ અતિ આનંદ પામ્યા અને તેમને તે દિવસથી એક સાચા નગરસેવક અને રાજ્યભક્ત મહુવા લાગ્યા.
SR No.023275
Book TitleDharm Ane Dharm Nayak
Original Sutra AuthorN/A
AuthorShantilal Vanmali Sheth
PublisherShantilal Vanmali Sheth
Publication Year
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy