________________
[કસ્તુરભાઈ શેઠના સંબંધથી કસ્તુરભાઈ શેઠને તે હતા ત્યાં બોલાવવા માટે માણસ મોકલ્યો અને કહેવડાવ્યું કે ખાસ અગત્યનું કામ છે તેથી અહીં પધારો, અને તે કામ તિથિ સંબંધનું છે, તેમ જણાવ્યું. શેઠનો મારા ઉપર ટેલીફોન આવ્યો કે જમ્બવિજયજી મહારાજ મને વાવ પાસેના માડકા ગામમાં બોલાવે છે અને તેમને તિથિ સંબંધે વાત કરવી છે. હું આમાં કાંઈ જાણતો નથી. તમે મારી સાથે આવો તો સારું. મેં કહ્યું કે તમને બોલાવે છે, મને બોલાવતા નથી. તેમને કાંઈ ખાનગી વાત કરવી હોય તો સંકોચ થશે. માટે હું ન આવું İતો કેમ ? તેમણે કહ્યું કે તમારે મારી સાથે આવવાનું છે. ખાનગી હશે તો તે રીતે વર્તીશું, પણ તમારે |આવવાનું છે. હું અને શેઠ જમ્બુવિજયજીના કહેવાથી માડકા ગયા. ઓમકારસૂરિજી, જમ્મુવિજયજી અને શેઠ | બેઠા. ખાનગી મિટિંગ હોવાથી હું છટકી ગયો. પણ શેઠ તથા મહારાજે મને તેમાં હાજર રહેવાનો હુકમ કર્યો. | હું તેમાં હાજર રહ્યો. રામચંદ્રસૂરિ સાથે ઓમકારસૂરિજીને થયેલો પત્રવ્યવહાર શેઠને બતાવ્યો. બધી દલીલો સમજાવી. આ બે તિથિ અને સંવત્સરીના સંબંધમાંના શાસ્ત્રપાઠો બતાવ્યા અને જણાવ્યું કે ‘‘રામચંદ્રસૂરિની જીદ્દ ખોટી છે. સંઘમાં કોઈ પણ રીતે શાંતિ થવી જોઈએ. તેમને શાસ્ત્રાર્થ કરવો હોય તો હું કરવા તૈયાર છું. પણ તેમને કોઈ રીતે એકતા ખપતી નથી”. શેઠ આ બધું સાંભળી રહ્યા અને પાછા ફર્યા.
આ વાતો ચાલતી હતી તે દરમ્યાન અનુભાઈ ચીમનલાલે એક પત્ર કસ્તુરભાઈ શેઠને લખ્યો કે ‘‘આપની મોટી લાગવગ છે, જૈન સંઘમાં આપનું ખૂબ વર્ચસ્વ છે. અને તિથિનો પ્રશ્ન સંઘની શાંતિને કોરી ખાય છે. તો આપ આપની લાગવગ વાપરી આને પતાવો”. જવાબમાં શેઠે લખ્યું કે ‘‘રામચંદ્રસૂરિજીની હયાતી છે ત્યાં સુધી આ પ્રશ્ન કોઈ રીતે પતે તેમ નથી અને તે માટે પ્રયત્ન કરવો પણ નિષ્ફળ છે”.
(૨૧)
આ પછી વિક્રમ સંવત ૨૦૪૨માં ભાદરવા સુદ પાંચમનો ક્ષય આવ્યો ત્યારે બે તિથિ પક્ષ વાળા | |ચોથ-પાંચમ ભેગી કરી સંવત્સરી કરવાના તેમના પૂર્વ રીવાજ મુજબ કરવાના હતા. જ્યારે એક તિથિ પક્ષના | સાધુઓ પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય કરી સંવત્સરી કરવાના હતા. આમ એક તિથિ પક્ષવાળાની સંવત્સરી આગળના દિવસે અને બે તિથિ પક્ષવાળાની સંવત્સરી બીજા દિવસે થવાની હતી. આ પહેલાં એક વર્ષ અગાઉ આની હિલચાલ શરૂ થઈ. આ વખતની હિલચાલ શરૂ કરનાર પૂજ્ય આચાર્ય ભૂવનભાનુ સૂરિ હતા. તેમણે મને યાદ છે તે મુજબ સંવત ૨૦૪૧ના ફાગણ મહિનામાં દિપચંદભાઈ તાસવાલા, કેશવલાલ મોતીલાલ ંઅને વાલજીભાઈ પાલીતાણાવાળા આ ત્રણેયને મારે ત્યાં મોકલ્યા અને તેમણે મને કહ્યું કે ‘‘હિમાંશુસૂરિ |મહારાજ સંઘની શાંતિ માટે આયંબીલની તપશ્ચર્યા કરે છે. જો તિથિ પ્રશ્નનું સમાધાન થાય તો સંઘની શાંતિ | થાય અને મહારાજ પારણું કરે. આ માટે અમારો પ્રયત્ન છે. તેથી અહીં અમે ભુવનભાનુસૂરિના કહેવાથી આવ્યા છીએ”. મેં તેમને જણાવ્યું કે ‘‘કઈ ભૂમિકા ઉપર તિથિનું સમાધાન કરવું છે ?” વાતચીત કરતાં એમ ફલિત થયું કે ‘‘પહેલાં કસારા મુકામે જે ભૂમિકા હતી તે ભૂમિકા ઉપર એટલે ભા.સુ. પાંચમની ક્ષય વૃદ્ધિએ İભા.સુ. છઠની ક્ષય વૃદ્ધિ કરવી અને બે તિથિ પક્ષે બારપર્વી અખંડ રાખવી અને કલ્યાણક તિથિઓને પૂર્વવત્ રાખવી. આ રીતે કરવામાં આવે તો શક્ય બને તેમ છે અને તે રીતે કરવાની ભુવનભાનુસૂરિ વગેરેની તૈયારી | છે”. મેં કહ્યું, ‘‘તમારા પક્ષમાં રામચંદ્ર સૂ. સિવાય બીજા બધા આચાર્યોની સંમતિ મેળવી લાવો. એ પછી આપણો આગળ વાત કરીએ. કારણ કે તમારે ત્યાં બધાનું નક્કી ન થાય તો અમારે ત્યાં પ્રયત્ન કરવાનો કાંઈ
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા
૯૦]