________________
રામચંદ્રસૂરિજીએ કહ્યું. આમ કોઈ પરિણામ ન આવ્યું.
અમે છૂટા પડ્યા. વળતાં ફરી વિક્રમસૂરિને મળ્યા. તે નારાજ થયા. ત્યાર પછી લાલચંદ છગનલાલને ત્યાં ભુવનભાનુસૂરિ તરફથી ટેલિફોન આવ્યો કે તમે મને મળો. તેઓ તે વખતે જશલોક હોસ્પિટલની પાસે સી. કે. મહેતાના બંગલામાં હતા. અમે ત્યાં તેમને મળ્યા. તેમણે કહ્યું, ‘‘પહેલા તમે મને મળીને ત્યાં ગયા | ।હોત તો સારું થાત’’. મેં કહ્યું, જે બન્યું તે ખરું. તમારાથી થાય તે શક્ય પ્રયત્ન કરશો. મેં તો ભદ્રંકરવિજયજીના | કહેવાથી આ બધી પ્રવૃત્તિ કરી હતી.
ત્યારપછી ભુવનભાનુસૂરિ રામચંદ્રસૂરિજીને મળ્યા અને મને ફરી મુંબઈ બોલાવ્યો. પણ તેમાં કાંઈ પરિણામ હતું નહિ.
આ પછી ‘મુંબઈ સમાચાર'માં કાંતિલાલ ચુનીલાલના નામથી અને બીજાઓના નામથી હું રામચંદ્રસૂરિજીને મળ્યો અને શી વાત થઇ તેના યદ્વા તદ્વા સમાચાર આવવા માંડ્યા. બે ત્રણ વખતના મુંબઈ સમાચારમાં આ સમાચાર વાંચ્યા પછી મેં મુંબઈ સમાચારને લખ્યું, ‘‘રામચંદ્રસૂરિ સાથે વાત કરનાર હું હતો. અને જે વાત થઈ તે વખતે જે હાજર હતા તેની સાક્ષી સાથે યથાતથ્ય સમાચાર આપને મોકલું તો તમે છાપવા તૈયાર છો કે કેમ ?’ મુંબઈ સમાચારે લખ્યું, તમે મોકલો અમે છાપીશું. મેં અથથી ઇતિ સુધી જે બન્યું તે I લખ્યું અને એમાં શ્રીકલ્યાણભાઈની સહી લીધી, તેમજ કોચર જે આચાર્ય વિજયરામચંદ્રસૂરિજીના પક્ષના હતા તેની પણ થોડી આનાકાની બાદ સહી લીધી. તે બધા સમાચાર મુંબઈ સમાચારને મોકલ્યા. મુંબઈ સમાચારે
બધા સમાચાર મારી તથા કલ્યાણભાઈ વગેરેની સહીઓ સાથે પ્રગટ કર્યા. અને તે મુજબ જૈન પેપરે પણ પ્રસિદ્ધ કર્યા. આ પછી તેમના તરફથી જે ઊલ્ટા-સુલ્ટા સમાચાર પ્રસિદ્ધ થતા હતા તે બંધ થઈ ગયા. આ બધી વાત પૂ. ભદ્રંકરવિજયજી મહારાજને પહોંચી. તે શું બન્યું તે જાણવા ખૂબ આતુર હતા. મને અને કલ્યાણભાઈને તેમણે બ્રાહ્મણવાડા બોલાવ્યા. હું, કલ્યાણભાઈ બ્રાહ્મણવાડા ગયા અને જે વાત બની હતી તે કહી. તે નારાજ થયા અને કહ્યું. તમે મળ્યા તે સ્થાન સ્ટેશનનું હતું. તે બરાબર ન હતું. મેં કહ્યું,
મહારાજ ! આપ જે કહો તે બરાબર. સંતોષ માનવો રહ્યો.
આ પછી દિપક ફર્ટિલાઈઝરવાળા સી.કે. મહેતા મને મળ્યા અને શ્રીયુત ફડિયાને ઘેર અમારી બેઠક | થઈ. તેમણે વચ્ચે રમણલાલ વજેચંદને પણ માહિતગાર કર્યા. પણ પરિણામ કશું ન આવ્યું. આ પછી હું ભદ્રંકરવિજયજી ગણિની તબિયત નરમ થઇ ત્યારે તેમને પાટણ મળ્યો. ત્યારે તેમણે કહ્યું, મારી જીવતાં જીવતાં આશા હતી કે આ પતી જાય તો સારું. ભાવિભાવ ! મેં કહ્યું, મેં પ્રયત્નમાં કચાશ રાખી નથી. પણ બે હાથ |સિવાય તાળી ન પડે. આ વાત ત્યાં અટકી. આ પછી બીજા પણ નાના મોટા ઘણા પ્રયત્નો થયા. પણ જ્યારે Iસંવત્સરીનો મતભેદ આવે ત્યારે દોડાદોડ થાય. પછી બધું અટકી જાય.
I
આ પ્રયત્ન નિષ્ફળ ગયો. અને સંવત્સરી એક તિથિ પક્ષની અને બે તિથિ પક્ષની જુદી થઈ. આ પ્રયત્નમાં ભદ્રંકર વિજયજી મહારાજની રામચંદ્રસૂરિજીને વિનંતી હતી પણ ભુવનભાનુસૂરિજી વગેરે બધા આચાર્ય વિજયરામચંદ્રસૂરિ જે કાંઈ કરે કે કહે તેથી કાંઈ ઉપરવટ જવા તૈયાર ન હતા. તે વખતે ઓંકાર સૂરિ, Iભદ્રંકર સૂરિ વગેરે બીજા સમુદાયના બે તિથિ પક્ષના સાધુઓ તૈયાર હતા, પણ તેમનો સમુદાય નાનો હોવાથી બે 1જો તેઓ કાંઈ કરે તો પરિણામ ન આવે તેમ હોવાથી તેઓ મૌન રહ્યા. અને આ સાલની સંવત્સરી જુદી થઈ.
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા
૮૮]