________________
| હું અને શ્રીયુત કડિયા અરવિંદ મિલમાં ગયા અને મહારાજે કહ્યું હતું તે મુજબ શેઠને વાત કરી. |
ત્યારે શેઠે કહ્યું, “જિદે ચડેલો માણસ કોઇપણ અકાર્ય કરતા વિચાર કરતો નથી. હું એમ કહીશ તો તે લોકો / કહેશે કે ભલે શેઠ રાજીનામું આપે, તેમના વગર ચાલશે. જો મહારાજે મને પેઢીમાંથી દૂર કરવો હોય તો! આ કરીએ.” શેઠની વાત અમને યોગ્ય લાગી, એટલે એ વાત ત્યાં અટકી ગઈ.
આ સાલમાં (૨૦૧૪) તિથિ અને સમાધાન માટે મુંબઈથી ભોગીલાલ લહેરચંદ, જીવાભાઈ, i વાડીલાલ દોલતરામ વિગેરે આવ્યા હતા અને તે પાલડી જેસિંગભાઈ ઉગરચંદનાં બંગલે ઊતર્યા હતા. ત્યારે આ અમરતલાલ કાલીદાસ દોશીએ મને કહ્યું, “પંડિતજી! મુંબઈ અને અમદાવાદમાં આ પ્રયત્ન છે, તો મને લાગે છે કે પતી જશે.” મેં એમને કહ્યું કે આ સાધુઓનું કામ છે. ગૃહસ્થોનો એમને ટેકો હોય છે. એટલે ઠેકાણું નહિ પડે. ત્યારે તેમણે કહ્યું, “તમે કાળા ચશ્મા પહેરો છો એટલે તમને બધું કાળું દેખાય છે. મને લાગે ! છે કે બધું ઠેકાણે પડી જશે” મે કહ્યું, “સારૂં”. ત્યાર પછી તેઓ સિદ્ધિસૂરિ મહારાજને મળ્યા. તેમણે તેમને | પ્રોત્સાહન આપ્યું. ત્યાર પછી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજને જ્ઞાનમંદિરમાં મળ્યા. ત્યારે તેમણે કહ્યું કે “શાસથી ! ચર્ચા કરો અને શાસ્ત્ર કહે તે મારે કબૂલ છે” આના જવાબમાં વાડીલાલ દોલતરામવાળા મૂળચંદભાઈએ કહ્યું,
હવે સાહેબ ! સંઘમાં શાંતિ થાય તેમ કરો.” રામચંદ્રસૂરિએ જવાબ આપ્યો ” અમે વાણિયાના રોટલા પર બેઠા નથી. અમારે શાસ્ત્ર મુખ્ય છે. અહીં કંઈ કડદો કરવાનો નથી.” | આ પછી આ બધા કસ્તૂરભાઈ શેઠને મળ્યા. અને તેમને લઈને સિદ્ધિસૂરિ મહારાજને મળી જ્ઞાનમંદિરમાં | ગયા. ત્યાં પ્રેમસૂરિ, લબ્ધિસૂરિ અને રામચંદ્રસૂરિ ત્રણેયને સાથે મળ્યા. ત્યાં પણ રામચંદ્રસૂરિએ શાસ્ત્રને આગળ ધર્યું. ત્યારે કસ્તુરભાઈ શેઠે કહ્યું કે “તમારા ગુરુ મહારાજ પ્રેમસૂરિજી કહે છે કે “એને ખાવામાં-પીવામાં અને 'આચરણમાં કોઈ જગ્યાએ શાસ્ત્રનો ખપ નથી. માત્ર તિથિમાં શાસ્ત્ર ભરાયું છે. અર્થાત્ ટૂંકમાં શાસ્ત્રના બહાનાં jતળે એને ઝઘડો કાયમ રાખવો છે.” ! આનો જવાબ તે ન આપી શક્યા, અને શેઠ વિગેરે ઉઠી ગયા.
(૧૯) વિક્રમ સંવત ૨૦૨૮, ૨૦૩૩ વિગેરેમાં પણ આ પ્રમાણે આવ્યું. તે વખતે પણ સંવત્સરી આવતા અગાઉ થોડો ધમધમાટ થાય, પણ અંતે બે પક્ષ રહ્યા. આ મતભેદ વખતે ચોમાસું રાખનારા પોતાના સંઘમાં | મતભેદ ન પડે તે લક્ષ રાખી તે તે સમદાયના સાધુઓને ચોમાસું રાખતા. મને ખ્યાલ છે તે મુજબ બનતા સુધી! વિક્રમ સં. ૨૦૩૨ની સાલ હતી અને પૂ. પંન્યાસ ભદ્રંકરવિજયજી ગણિવર ઘાણેરાવ ચોમાસું હતા. તેમને ! મળીને બાલચંદ કોચર નામના ગૃહસ્થ કુમુદભાઈ વેલચંદને ત્યાં આવ્યા અને મને ટેલિફોન કર્યો કે ભદ્રંકરવિજયજી મહારાજ તમને ખાસ કામ માટે ઘાણેરાવ બોલાવે છે. આ અગાઉ મારે કોચરની સાથે કોઈ સંબંધ ન હતો.' હિં કુમુદભાઈને લઈને ઘાણેરાવ ગયો. તે વખતે ઘાણેરાવમાં ઉપધાન ચાલતાં હતાં. બપોરે પૂ.પંન્યાસ | Iભદ્રંકરવિજયજી ગણિ (નવકારમંત્રવાળા)ને મળ્યો. થોડી વાતચીત બાદ તેમણે કહ્યું : તમે જમી આવો, પછી I Jઆપણે નિરાંતે બેસીએ. તેમણે પડિકમણું વહેલાં કરી લીધું, અને વાતચીતમાં બેઠા. તેમણે કહ્યું, “અત્યારે ગુજરાત, મારવાડ બધે ખૂબ ખૂબ ધર્મઆરાધના થાય છે. મને લાગે છે કે તમે રામચંદ્રસૂરિજી તરફ દુર્ભાવ છોડી દઈને મહેનત કરો તો સંવત્સરીની સાથે સમગ્ર તિથિપ્રશ્નનું સમાધાન થાય.” મેં કહ્યું, “આપને વચન ================================
મિારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા
—
—
—
—
—
—
—
—
—
—
—
—
— —