SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ થોડીવાર પછી પુણ્યવિજયજી મહારાજ આવ્યા. તેમની સાથે થોડી વાત કરી પછી તેમણે આ| મતલબનું લખાવ્યું કે “અમારા અને તમારા વડીલો જે વર્ષોથી કરતા હતા અને જેમાં કોઈ મતભેદ ન હતો ! તે સર્વસંમત તિથિની પરિપાટી બદલી પર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરનાર અને પૂનમ અને અમાસની ક્ષયવૃદ્ધિએ 'તેરસની ક્ષયવૃદ્ધિ થતી હતી તેને બદલનાર જયાં સુધી મિચ્છામિ દુક્કડ ન માગે ત્યાં સુધી તેની સાથે કોઈ ચર્ચા jકે શાસ્ત્રવિચાર કરી શકાય નહિ. શાસનની સામે બહારવટું ખેડનારની સાથે વિચાર ન થઈ શકે.” આ પછી હંસસાગરજી મહારાજ આવ્યા. તેમની સાથે પણ આ વાત કરી, નક્કી કર્યું. પરિણામે કસ્તુરભાઈ શેઠના વંડામાં પહેલી મિટિંગ મળી. ત્યાં સૌ પ્રથમ સિદ્ધિસૂરિ મહારાજે મંગલાચરણ કર્યું. આ મંગલાચરણ બાદ બીજું મંગલાચરણ ઉદયસૂરિજી મહારાજ પાસે કરાવ્યું. આમ મંગલાચરણથી જ વૈધીભાવનું જાગ્યો. ત્યારપછીની બીજી બેઠકો પ્રકાશ હાઈસ્કૂલના પટાંગણમાં મળી. ત્યાં ચર્ચાની શરૂઆત થઈ. એક jકમિટિની રચના થઇ. આ કમિટિ વખતે ચંદ્રસાગરજી મહારાજ અમદાવાદમાં આવ્યા ન હતા. તે કમિટિની | સંરચના બાદ બેએક દિવસ પછી આવ્યા. એમને કમિટિમાં લેવાની વાત થઈ. તેમાં સામા પક્ષે વાંધો ઉઠાવ્યો.. ચર્ચાની શરૂઆતમાં નંદનસૂરિજી મહારાજે જે પુણ્યવિજયજીને લખાવ્યું હતું તે કહ્યું. સામે પક્ષે | રામચંદ્રસૂરિજી મહારાજે કહ્યું, અમને કેશુભાઈ શેઠે આ બધી ચર્ચા કરવાની છે એમ કહી બોલાવ્યા છે. પૂછો ! Iકેશુભાઈ શેઠને ! નંદનસૂરિજી મહારાજે જવાબ આપ્યો : ““એમણે ગમે તે લખ્યું હોય પણ જે શાસન સામે | બહારવટું ખેલે તેની સાથે ચર્ચા ન થઈ શકે. તમે પહેલાં મિચ્છામિ દુક્કડ દો. પછી અમે બધી ચર્ચા કરવા! તૈિયાર છીએ, અને તેમાં તમારી વાત સાચી ઠરે તો તે કરવામાં પણ વાંધો નથી. પણ વિના મતભેદવાળી. | સર્વ સંમત બાબતમાં કોઈ મન ફાવે તેવો શિરસ્તો બદલે તેની સાથે ચર્ચા ન થાય.” વાતાવરણ ગરમ થયું અને છેવટે વિ. સં. ૨૦૧૪નું સંમેલન નિષ્ફળ ગયું. પરંતુ આ સંમેલન નિષ્ફળ ગયા પછી એક તિથિ પક્ષના સાધુઓમાં કેટલીક મતભેદ હતો તે મતભેદi ટળી ગયો. આ મતભેદ એ હતો કે હર્ષસૂરિ મહારાજ વિગેરે ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિએ ભા. શુ. ચોથી Tલેવી તેમ માનતા હતા. જ્યારે સાગરજી મહારાજ તથા સુરેન્દ્રસૂરિજી વિગેરે ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિએI ત્રીજની વૃદ્ધિ માનતા હતા. આમ બન્નેની માન્યતામાં ફેર હતો, પણ દિવસ એક આવતો હતો. જ્યારે ભા.શુ.! પાંચમના ક્ષયે નેમિસૂરિ, હર્ષસૂરિ વિગેરે પૂર્વે પોતાના પૂર્વજોએ કર્યું હતું તે રીતે ભાદરવા સુદ છઠનો ક્ષય; માની કરતા હતા. આ બધા એકતિથિ પક્ષના આચાર્યો સર્વસંમત થઈ એક નિર્ણય ઉપર આવ્યા અને એક મુિસદ્દો તૈયાર કર્યો. અને તે મુસદ્દામાં પ્રગટ કરેલ નિર્ણયો આ છે : ૧. બાર પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ કોઈ પણ સંયોગોમાં ન જ કરી શકાય. ૨. સંવત્સરી મહાપર્વની! આરાધના ભા. શુ. ૫ ને અખંડ રાખીને કરવાની છે. ? ચાલુ વર્ષે (સં-૨૦૧૪) તા. ૧૬-૯-૫૮ ને; મંગળવારે જ સંવત્સરી કરવાની છે. આ મુસદ્દા ઉપર એક તિથિ પક્ષના બધા આચાર્યોની સહીઓ લેવાનું કામ મને સોંપવામાં આવ્યું. મેં આ મુસદ્દો લખી નીચે લખ્યું કે (૧) શાસનસમ્રાટ વિજયનેમિસૂરિ મહારાજનો સમુદાય (૨) વિજયનીતિસૂરિજી. ================================ તિથિ ચર્ચા li | — — —— — — - -
SR No.023272
Book TitleMara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Original Sutra AuthorN/A
AuthorMafatlal Jhaverchand Gandhi
PublisherMafatlal Jhaverchand Gandhi
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy