SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ આ અરસામાં હું પાટણ ગયો. પાટણમાં તે વખતે પૂ. પન્યાસ ચરણવિજયજી ચોમાસું હતા. તેમની | |સાથે મારે સારો સંબંધ હતો. તેમનું પુસ્તક ‘સુભાષિત રત્નાકર' મારા હસ્તક છપાતું હતું. પાટણમાં તે વખતે પૂ. આચાર્ય પ્રેમસૂરિ મહારાજ નગીનદાસ શેઠના જ્ઞાનમંદિરમાં ચોમાસું બિરાજતા હતા. તે મને મળ્યા. તેમણે કહ્યું, ‘‘આ સાલ જો સંવત્સરીમાં ભેદ પડશે તો તે ભેદ હંમેશનો રહી જશે, માટે તમે એક કામ કરો. સાગરજી મહારાજે વિક્રમ સંવત ૧૯૬૧માં ભાદરવા સુદ ૫ ના ક્ષયે જેમ કપડવંજના સંઘની એકતા ખાતર ભેદ પડવા નહોતો દીધો, તેમ ૨૦૦૪માં તેઓ તેમ કરે તો, અમારા પક્ષ તરફથી જે પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ થાય છે । અને લખાય છે તે બંધ કરી દઈએ. બાર પર્વતિથિ અખંડ રાખીએ. આ માટે તમારે સાગરજી મહારાજ સાથે | ગાઢ સંબંધ છે તો તેઓને તેમ કરવાનું સમજાવો. આમ થાય તો આ તિથિનો ઝઘડો પતી જાય.” મેં કહ્યું : હું મહેનત કરું. આપે સાગરજી મહારાજ ઉપરનો કાગળ આ પ્રમાણે લખી આપવો પડશે. Iતે કબૂલ થયા અને કહ્યું કે હું કાગળ લખી આપીશ, એટલું જ નહિ, પણ વાપી બિરાજતા પૂ. આચાર્યI લબ્ધિસૂરિજી મહારાજ ઉપર પણ કાગળ લખી આપીશ કે “આપ અને સાગરજી મહારાજ સહીથી પેપરમાં આ સમાધાનનો ડ્રાફ્ટ બહાર પાડો. વધુમાં અમે પૂનમની ક્ષય-વૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરવાનું બંધ કર્યું છે બદલ મિચ્છામિ દુક્કડં દેવો હશે તો પણ દઈશું”. આ વખતે કાંતિવિજયજી વિગેરે પણ હાજર હતા. પણ હું નીકળ્યો ત્યાં સુધી તેઓ કાગળ લખી શક્યા નહિ. હું અમદાવાદ આવ્યો. મારા પાટણથી નીકળ્યા પછી તેમણે વીરચંદભાઈ પંડિતને બોલાવ્યા અને પૂછ્યું કે મફતલાલ પંડિત છે કે ગયા ? તેમણે કહ્યું કે તે અમદાવાદ ગયા. આ પછી પ્રેમસૂરિ મહારાજે વાત થયા મુજબનો કાગળ લખી પંડિત વીરચંદભાઈને આપ્યો. પંડિત વીરચંદભાઈ અમદાવાદ ખેતરપાળની પોળે |આવ્યા અને કહ્યું કે આપણે સુરત જવાનું છે. હું પ્રેમસૂરિ મહારાજનો કાગળ લાવ્યો છું. ત્યારબાદ હું પૂ. આ. સિદ્ધિસૂરિ મહારાજને વિદ્યાશાળામાં મળ્યો. મહારાજશ્રીને પાટણની અને પંડિત વીરચંદભાઈ આવ્યાની બધી વાત કરી. મહારાજશ્રીએ કહ્યું, બધું પતી જતું હોય તો સારું. હું અને વીરચંદભાઈ સુરત ગયા. સાગરજી મહારાજ તે વખતે નેમુભાઈની વાડીના ઉપાશ્રયના પાછલા ભાગમાં બિરાજતા હતા. તેમને સાંભળવાની તકલીફ વધી ગઈ હતી. આથી કેટલીક વાત મોઢેથી અને કેટલીક વાત લખાણથી બતાવી જણાવ્યું કે આપે કપડવંજમાં વિ.સં. ૧૯૬૧માં કપડવંજના સંઘની શાંતિ માટે કર્યું હતું, તેમ વિ.સં. ૨૦૦૪માં કરો તો સકળ સંઘની શાંતિ થાય. ઘણી ચર્ચા વિચારણા પછી તે સંમત હું થયા. પણ તે જ વખતે નવાપુરામાં રહેતા માણેકચંદ ચોક્સીને ત્યાં તાર ઉપર તાર આવ્યા. તમે કાંઈ કરશો | Iનહિ. તમે કાંઈ કરશો તો અમને કોઇને કબૂલ નથી. વીરચંદભાઈને જણાવ્યું કે તમે પાછા આવો. પરિણામે ! આ બધું અટક્યું. જો કે તે વખતે સાગરજી મહારાજે કહ્યું હતું કે મિચ્છામિ દુક્કડં દેવાની કાંઈ જરૂર નથી. પોતાને લાગ્યું તે સૌએ અપેક્ષાએ કર્યું છે. વીરચંદભાઈ પાટણ ગયા. હું અમદાવાદ આવ્યો અને પૂ. આ. નેમિસૂરિ મહારાજ તે વખતે I |સાબરમતી ચોમાસું હતા તેમને મળ્યો. તેમણે મને કહ્યું કે તું મને મળ્યા વગર કેમ સુરત ગયો ? તારે મને મળવું તો જોઇતું હતું. જો તું મને મળ્યો હોત તો હું તને સાગરજી ઉપર કાગળ લખી આપત. મેં કહ્યું, પ્રેમસૂરિ મહારાજનો કાગળ હતો પણ તેમના પક્ષમાં ભંગાણ હતું એટલે કશું બન્યું નહિ. , તિથિ ચર્ચા] [૯
SR No.023272
Book TitleMara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Original Sutra AuthorN/A
AuthorMafatlal Jhaverchand Gandhi
PublisherMafatlal Jhaverchand Gandhi
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy