________________
(૧૨) i ડૉ. પી. એલ વૈદ્યના ચુકાદા અંગે એક પક્ષે ખૂબ પ્રચાર કર્યો. બીજા પક્ષે એટલા જ જોરથી
તેનો વિરોધ કર્યો. આ વિરોધના વંટોળ પછી લોકોને સહેજે જાણવાની ઇચ્છા થાય કે આચાર્ય સાગરાનંદસૂરિજીએ ! 1શું લખ્યું હતું અને રામચંદ્રસૂરિજીએ શું જણાવ્યું હતું, અને તે બન્નેએ પરસ્પરની દલીલોનો કેવો રદિયો આપ્યો! હતો. તેથી પૂ. આચાર્ય સાગરાનંદસૂરિજી પાસે જે રામચંદ્રસૂરિજીને તેમણે મોકલેલા શાસ્ત્રની સાક્ષીપૂર્વકના નવા
મુદ્દાઓનું લખાણ તેમજ આચાર્ય રામચંદ્રસૂરિજી મહારાજે સાગરાનંદસૂરિજીને મોકલેલા શાસ્ત્રપાઠ સાથેના ૨૫ jમુદ્દાઓ અને તે ૨૫ મુદ્દાઓનું પૂજય સાગરાનંદસૂરિ મહારાજે કઈ રીતે નિરસન કર્યું હતું, તે બધા લખાણની | Iકોપી તેમની પાસે હતી તે મેળવી, મેં પર્વતિથિ નિર્ણય' નામે પુસ્તક પ્રસિદ્ધ કર્યું. આ પુસ્તકમાં આ લખાણ | Iઉપરાંત વૈદ્યના ચુકાદાને સાગરાનંદસૂરિજી મહારાજ સિવાય બીજા ૩૩ સમુદાયોએ પણ ખોટો જાહેર કર્યો છે. તે વાત તેઓના અભિપ્રાય સાથે અને તેમના ફોટા સાથે મુદ્રિત કરી. તથા આ ચુકાદામાં ચુકાદો આવતાં પહેલાં કેવી મેલી રમત રમાય છે તેની પુષ્ટિ કરતાં મળેલા કાગળો પ્રસિદ્ધ કર્યા. પુસ્તકની શરૂઆતમાં પ્રાક્કથન ; રૂપે આખા તિથિ પ્રશ્નની છણાવટ કરતો ૧૧૬ પાનાનો નિબંધ મેં લખ્યો.
આ પુસ્તક પાછળથી એટલું બધું ઉપયોગી થઈ પડ્યું કે વિક્રમ સંવત ૨૦૧૪નું મુનિસંમેલન થયું! ત્યારે તિથિચર્ચાના પ્રશ્નમાં આ પુસ્તકને દરેક આચાર્યો વિવિધ રેફરન્સ માટે રાખતા હતા. 1 આ પુસ્તકમાં વિવિધ કાગળો અને ચિઠ્ઠીઓ સાથે લક્ષ્મીચંદ હીરજીના લખેલા બે પત્રો છપાયા હતા.'
આ બે પત્રો મને તે વખતે મુંબઈ ગોડીજી ઉપાશ્રયમાં બિરાજતા પૂ. આ. સાગરાનંદસૂરિ તરફથી પ્રકાશિત | કિરવા મળ્યા હતા. અને તેમણે તે પ્રકાશિત કરવા આપતા પહેલાં કહ્યું હતું કે મેં લક્ષ્મીચંદ હીરજીને આ બે ! Jપત્રો સંબંધી રજીસ્ટરથી પૂછાવ્યું હતું કે “આ પત્રો તમારા લેટર પેપર ઉપર લખાયેલા છે. તેમાં તમારા ! નામની સહી છે. તો તે પત્રોને હું તમારા માનું છું. અને તે પત્રમાં લખેલા લખાણ મુજબ લવાદની સાથે , ચુકાદો આપ્યા પહેલા તમારો સંપર્ક હતો તેમ પત્રોથી જણાય છે તો આનો ખુલાસો કરશો.” પણ લક્ષ્મીચંદ | હીરજી તરફથી મને આજ સુધી કોઈ ખુલાસો મળ્યો નથી. તેથી તે પત્રો સાચા છે. એમ જણાવી તેમણે મને | Jપ્રસિદ્ધ કરવા સોંપ્યા, અને મેં તે બીજા પુરાવાઓ સાથે આને પણ પ્રસિદ્ધ કર્યા.
પુસ્તક પ્રસિદ્ધ થયા પછી મેં મુંબઈ મેઘરાજ પુસ્તક ભંડારને ત્યાં પણ કેટલાંક પુસ્તકો આપ્યાં હતાં.' પુસ્તકનો દુરૂપયોગ ન થાય તે માટે તેની કિંમત રૂ. નવ રાખી હતી. લક્ષ્મીચંદ હીરજીએ નવ રૂપિયા આપી 1 jઆ પુસ્તક મેઘરાજ પુસ્તક ભંડારમાંથી બીલ લઈ ખરીદ્યું. અને ત્યાર પછી મુંબઈના પ્રસિદ્ધ એડવોકેટ કાનુગા નું દ્વારા એક અઢાર પાનાની નોટિસ કાઢી મારા ઉપર રજીસ્ટરથી મોકલી. આ નોટિસ ઇંગ્લીશમાં લખેલી હતી.' મને અંગ્રેજી ભાષાનું જ્ઞાન નહોતું. તેથી મેં મારા ભાઈના સાળા શ્રીનટવરલાલને આ નોટિસ વંચાવી. તે તાજા! એલ. એલ. બી. થયેલ હતા. અને પગની બીમારીના કારણે સીવીલ હોસ્પિટલમાં હતા. આ નોટિસ ખૂબ જ કડક ભાષામાં લખેલ હતી. અને તેમાં પર્વતિથિ નિર્ણય પુસ્તકમાં છપાયેલા લક્ષ્મીચંદ હીરજીના બે ; કાગળોનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે આ કાગળ ખોટા ઉપજાવી કાઢેલા છે અને તે પ્રસિદ્ધ કરવાથી અમારા |
અસીલને મોટું નુકસાન થયું છે. તેના ફળ સ્વરૂપે ડેફેમેશનથી જે ગુનો થાય તે માટે તમે જવાબદાર છો. | | મેં તપાસ કરી તો આ નોટિસ મારા એકલા ઉપર આવી હતી. હું ગભરાયો, અને વિચાર કર્યો કે ,
================================ ૭૪]
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા