________________
૪ ૫
કરતા હતા. તેને બદલે તેમણે બહાર પાડેલા પંચાંગમાં ૐ એમ લખવા માંડ્યું. અને જ્યારે વૃદ્ધિ તિથિ İઆવે ત્યારે બે બીજ, બે પાંચમ બે આઠમ વિગેરે લખવાનું શરૂ કર્યું અને પહેલી પૂનમે ચોકડી અને બીજી |પૂનમે આરાધ્ય પર્વતિથિ એમ જણાવવામાં આવ્યું. જે પહેલાં આપણે બે તેરસ કરી ચૌદશ-પૂનમ જોડિયા પર્વ | રાખતા હતા.
આમ સૌ પ્રથમ વિક્રમ સંવત ૧૯૯૩માં વિજયરામચંદ્રસૂરિના પક્ષે પર્વતિથિની ક્ષયવૃદ્ધિવાળાં પંચાંગો બહાર પાડ્યાં. આમાં પણ કેટલાક મનઘડંત ફેરફારો જેમકે ! ૪ ૭ વિગેરે અને પછી ૪ આમ કરી વર્ષો જુનો જૈન સંઘનો શિરસ્તો તોડ્યો.
૨ ૫
એટલું જ નહિ પણ ટીપણામાં પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિ વખતે ચૌદશની આરાધના જૈન સંઘની જૂની પ્રણાલિકાથી જુદી રીતે કરવા માંડી. જ્યારે પૂનમની વૃદ્ધિ આવે ત્યારે તેમની ચૌદશ પહેલાં આવે અને જૈનસંઘની ચૌદશ પછી આવે. અને જ્યારે પૂનમનો ક્ષય આવે ત્યારે જૈન સંઘની ચૌદશ પહેલાં આવે અને તેમની ચૌદશ પછી આવે. આમ જે પહેલાં સંવત્સરી અંગે દિવસનો મતભેદ હતો તેને બદલે જ્યારે પૂનમ |અમાસની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે સંઘમાં પાક્ષિક અને ચૌમાસીમાં મતભેદ પડવા માંડયો. અને તેને લઈને હંમેશનું વાતાવરણ કલુષિત થવા માંડયું. આ કલુષિતતાના છાંટા મોટા ગામોમાં સંઘના તડારૂપે અને વૈરના બીજરૂપે વિવાયા.
1
વિ.સં. ૧૯૯૨માં લબ્ધિસૂરિ મહારાજનું ચોમાસું સાદડી હતું. રામચંદ્રસૂરિ મહારાજનું ચોમાસું મુંબઈમાં હતું. અને મુંબઈના બીજા ઉપાશ્રયો ગોડીજી, ભાયખલા, કોટ, વાલકેશ્વર વિગેરે ઠેકાણે વિજય રામચંદ્રસૂરિજીના Iસાધુઓ ચોમાસું હતા. વિજય રામચંદ્રસૂરિજી પોતે લાલબાગ-ભૂલેશ્વર ચોમાસું હતા.
પર્યુષણ નજીક આવતાં ચર્ચા વધુ ઉગ્ર બની. જીવાભાઈ શેઠ અમદાવાદ નેમિસૂરિ મહારાજ પાસે આવ્યા. તે નેમિસૂરિ મહારાજ પાસેથી રવિવારે સંવત્સરી કરવાના સમાચાર જાણી મુંબઈ ગયા. તેમણે મુંબઈમાં રામચંદ્રસૂરિ મહારાજને અમદાવાદના નેમિસૂરિ મહારાજના સમાચાર જણાવ્યા અને કહ્યું કે અમદાવાદમાં રવિવારે સંવત્સરી થવાની છે. રામચંદ્રસૂરિએ પોતાના દ્વારા જાહેર ન કરતાં સાદડીથી લબ્ધિસૂરિ દ્વારા | શનિવારની સંવત્સરીની જાહેરાત કરાવી અને પોતાના અનુયાયીઓને શનિવારની સંવત્સરી મુજબ પર્યુષણ ક૨વાનો જોરશોરથી આદેશ કર્યો. ગોડીજી વિગેરે બીજા ઉપાશ્રયોએ પણ પોતાના સાધુઓ શનિવારની | સંવત્સરી મુજબ પર્યુષણ કરે તેવો આદેશ આપ્યો. પણ તેના વહીવટદારો અને ઉપાશ્રયે બેસનારાઓને તે ન ગમ્યું.
ગોડીજીના ઉપાશ્રયના તે વખતના મેનેજીંગ ટ્રસ્ટી ભાઈચંદભાઈએ સંઘના મુખ્ય આચાર્યો, સાગરજી મહારાજ, વલ્લભસૂરિ મહારાજ વિગેરેને પૂછાવ્યું કે મુંબઈના મોટા ભાગના સંઘો ગોડીજી ઉપાશ્રયને અનુસરે છે. આ વખતે સાધુઓમાં શનિવાર-રવિવારનો મતભેદ છે. તો અમારે અનુસરનારા ઉપાશ્રયોને અમારે શો આદેશ આપવો ? આના ઉત્તરમાં આ બધા આચાર્યો તરફથી રવિવારની સંવત્સરી કરવા આદેશ આવ્યો. આ આદેશ ગોડીજીની જનરલ મિટિંગમાં સંભળાવ્યો. પણ તે વખતે ગોડીજીમાં ચાતુર્માસ ક્ષમાભદ્રસૂરિ રહ્યા İહતા. તે પ્રેમસૂરિ-રામચંદ્રસૂરિના આજ્ઞાવર્તી હતા. એટલે તે શનિવારની સંવત્સરી કરવાપૂર્વક પર્યુષણ કરવાના વિચારના હતા. અને તે રવિવારની સંવત્સરી કરાવવા તૈયાર ન હતા. આથી ગોડીજીમાં મોટો ઝગડો થયો,
તિથિ ચર્ચા]
[૬૫