________________
-
-
-
-
-
-
-
-
-
-
તેમના પંચના બીજા સભ્યોએ પણ હાજી હા કરી તેમની વાતને મજબૂત કરી. પંચની બેઠક ગણગણાટ પછી | વેિરાઈ.
આ પછી હું અમારા બાવીસીના પંચના આગેવાનોને મળ્યો. આ આગેવાનો પંચના સભ્યોની jઓછી સંખ્યાથી કન્યા વ્યવહારના લેવડ દેવડના પ્રસંગોની મુશ્કેલીથી ગુંચવાયેલા હતા. તેમને સમજાવ્યું કે
મોહનલાલ ગાંધી સોએ ત્રણ સભ્યોની જે વાત કરે છે તે આપણે કબૂલ રાખીએ. આપણે સાથે બેઠા પછી lભાલક, દેણપ વિગેરે જે ગામો આપણામાંથી જુદા પડી ત્યાં ગયાં છે તે આપણાં જ છે. ચિંતા કરવાની જરૂર!
નથી. એકવખત બન્ને વચ્ચેની દિવાલ તૂટી જશે પછી કોઈ વાંધો નહિ આવે. માટે સંખ્યાની બાબતમાં વાંધો ! રાખી વાત તૂટી જાય તેવું કરવાની જરૂર નથી. અમારા બાવીસી પંચના આગેવાનો આ વાતમાં સંમત થયા. અને કહ્યું કે આપણને કબૂલ છે, તમે વાત કરો.
થોડીવાર પછી ફરી બન્ને પંચોની બેઠક મળી. તેમાં મોહન ગાંધીએ તો તેમની જે વાત હતી તે જ! પકડી રાખી. મેં બાવીસીના પંચ વતી તેમને કહ્યું, તમારા સોએ ત્રણના હિસાબે ૩00 ના નવ સભ્યો થાય.! ; પણ અમારા આઠ અગર સાત લો તો પણ અમને વાંધો નથી. આપણે તો એકઠા થવું એ મુખ્ય વાત છે.'
મોહન ગાંધી આશ્ચર્ય પામ્યા. તેમણે કહ્યું, આ વાત તમે કહો છો તે તમારા પંચના આગેવાનોને કબૂલ છે? jમેં કહ્યું, આ બેઠા, પૂછી જુઓ. શ્રીયુત વાડીલાલ પીતાંબરદાસ તથા માધુ શેઠે કહ્યું, કબૂલ છે. હવે મોહનાં Tગાંધી પાસે કોઈ ઉત્તર નહોતો. પરિણામે શ્રી પાર્શ્વનાથ ભગવાનની જય બોલાઈ અને બે પંચોમાં કોઈI Jપરસ્પર સગપણ-સાંધા કરે તેનો વાંધો ન લેવાનું નક્કી થયું. અને જે જુના ગુના હોય તે સૌએ પોતપોતાના! : પંચમાં છ મહિનાની અંદર પતાવી દેવા. ત્યારપછી તે ગુના પતાવવાનો હક્ક સંયુક્ત પંચને રહેશે. |
આ પછી અમારા પંચની પાનસર, તારંગા, મહેસાણા વિગેરે ઠેકાણે બેઠક મળી. થોડા ઘણા |ગુનાઓ ચુકવાયા. આ પંચની બેઠકો મોટા ભાગે હો હા અને ઘાંટા પાડવામાં અને કોઈના જૂના વિખવાદોની| વિસુલાત કરવામાં થતી.
આ બે પંચ ભેગા થયા પછી તેનું શું નામ રાખવું તે વિચાર થયો. બાવીસ અને પાંત્રીસ એ બેના! | સરવાળાથી ખરી રીતે પંચનું નામ સત્તાવન રખાય. પણ તારંગા મુકામે એમ નક્કી થયું કે છપ્પનિયા દુકાળ
પછી આ સત્તાવનનો આંક રાખવો ઠીક નથી, એટલે આ બે પંચ ભેગા થયા પછી શ્રી મહેસાણા પ્રાંત Tદશાશ્રીમાળી સુડતાળીશ એ નામ રાખ્યું અને આ બન્ને પંચોમાં સંયુક્ત કારોબાર ચાલ્યો. આ સંયુક્ત પંચ થયા પછી તેની એક મિટિંગ તારંગા, કંબોઈ મળી છેલ્લી મિટિંગ કંબોઈની થઈ ત્યારે પંચની કોઈક વ્યક્તિએI સરકારમાં ખબર આપી કે આ પંચ કંબોઈ મુકામે જ્ઞાતિ બહાર મૂકવાનું અને દંડ વિગેરે કરવાનું કરે છે તો! તેની સામે સરકારે પગલાં લેવા જોઈએ. તે ઉપરથી સરકારી માણસો કંબોઈ આવ્યા અને પંચના આગેવાનો, આ જોઈ પંચની બેઠક મૂકી આડા અવળા જતાં રહ્યા. આ પછી કોઈ દિવસ પંચ ભેગું થયું નથી. અને પંચ જે ગુનેગારોનો દંડ કરી પૈસા ભેગા કરતું હતું તે બધું બંધ થઈ ગયું. પંચની બેઠક ત્યાર પછી મળી નથી,i અને પંચના પૈસા જે જેની પાસે રહ્યા છે તેની પાસે રહી ગયા.
આ પછી તો પંચની વ્યવસ્થા તૂટી ગઈ. જ્ઞાતિમાં જ કન્યા આપવી - લેવી તે વ્યવહાર તૂટી ગયો.! અને આજે તો પંચની રીતિએ ગણીએ તેવા ગુનેગારોની સંખ્યા તો પંચના સભ્યો કરતાં વધી ગઈ છે. આમ, : પંચ તે પંચ તરીકે રહ્યું નથી. પરંતુ જ્ઞાતિના મોહથી મુંબઈ, અમદાવાદ, પુના વિગેરે ઠેકાણે જ્ઞાતિના નામનાં !
=============================== જીવનની ઘટમાળમાં.