SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ /પોતાની બેનોને સારા ધંધે લગાડવાના આશયે તેમણે જગાભાઈને શેરબજારમાંથી બદલી મિલ તરફ વાળવા | પ્રયત્ન કર્યો. તેમને નૂતન મિલ કરી આપવાનું નક્કી કર્યું. આ મિલનું મુહૂર્ત હતું ત્યારે જગાભાઈ અને તેમના ભાઈઓ કાંતિભાઈ, શાંતિભાઈ અને પાંતિભાઈ મહારાજ પાસે આશીર્વાદ લેવા, વાસક્ષેપ નખાવવા ગયા ત્યારે તેમણે કહ્યું કે ‘ધંધો અને પૈસા ઓછા હતા તે તમે ભૂંગળે ભવાઈ કરવા મિલનો ધંધો કરી પાપ વેપારમાં જોડાઓ છો ? પાપ વેપારમાં મારા આર્શીવાદ હોય નહીં.' આમ તે સ્પષ્ટબોલા અને નિસ્પૃહ મહાત્મા હતા. નગીનદાસ શેઠના સંઘ વખતમાં તેમના મુખ્ય શિષ્ય સુરેન્દ્રવિજ્યજી મહારાજનો પરિચય પણ હું Iતે વખતે ગાઢ થયો. અને હું મહારાજના લિસ્ટ ઉપરાંત તેમને પણ ભણાવતો હતો. આ સુરેન્દ્રવિજ્યજી પાછળથી સુરેન્દ્ર સૂરિજી થયા. તે ખૂબ ભદ્રિક મહાત્મા હતા. તેમની સાથે મારો સંબંધ મિત્ર સંબંધ જેવો હતો.જયારે જ્યારે હું તેમને મળ્યો ત્યારે ત્યારે તેઓ કલાકો સુધી મારી સાથે દિલથી વાત કરતા. ૩૧. પ્રેસલાઈનમાં ભઠ્ઠીની બારીના લક્ષ્મીચંદ ગગલદાસના મકાનમાં બે વર્ષના વસવાટ દરમ્યાન સમ્ર વ્યસન કથા સમુચ્ચય, કલ્પદીપિકા, કલ્પપ્રદીપિકા, આ ગ્રંથોનું હસ્તલિખિત પ્રત ઉપરથી પ્રેસ કોપી કરી મુદ્રણ કરવાનું અને ગ્રંથ પ્રકાશન કરવાનું કામ શરૂ કર્યું. તેમજ પંચનિગ્રંથી પ્રકરણ તથા પ્રમાણનયતત્ત્વાલોકાલંકાર. આ બે ગ્રંથનું સવિસ્તર ભાષાંતર કર્યું. આ પ્રેસમાં આ ગ્રંથો ઉપરાંત થોડું બહારનું પણ કામ કરવા માંડેલું. । ખરી રીતે આજ સુધી ભણવા-ભણાવવાનો જ માત્ર રસ હતો તેને બદલે હવે હસ્તલિખિત પ્રતો વાંચવાનો મહાવરો કેળવ્યો અને સંશોધન કરી ગ્રંથ છપાવવાનું, પ્રૂફ સુધારવાનું અને ભાષાંતર વિગેરે કરવાનું શરૂ કર્યું. આ વસવાટ દરમ્યાન ભણાવવાની સાથે પ્રેસમાં પુસ્તકો છપાવતા પ્રેસ કરવાનું મન થયું હું Iઅને વિક્રમ સંવત ૧૯૮૯માં રતનપોળ ગોલવાડમાં જૈન અભ્યુદય પ્રિન્ટિંગ પ્રેસ નામનો એક પ્રેસ એક | |કારીગરને ભાગમાં રાખી શરૂ કર્યો. આ પ્રેસ માટે શરૂઆતમાં અમદાવાદ ટાઈપ ફાઉન્ડ્રી દ્વારા રૂા. ૧૨૦૦માં | ચેન્ડર એન્ડ પ્રાઈઝનું નવું ટ્રેડલ મશીન લીધું. પ્રેસમાં સંસ્કૃત છપાવવાનું હોવાથી નિર્ણયસાગર ફાઉન્ડ્રીના સંસ્કૃત ટાઈપો વસાવ્યા અને ગુજરાતી ટાઈપો અમદાવાદ અને રાજનગર ટાઈપ ફાઉન્ડ્રીના વસાવ્યા. I આ પ્રેસ કરવાનું પ્રલોભન : પૂજ્ય આચાર્ય જંબુસૂરિ મહારાજ દ્વારા પંચસંગ્રહ, કમ્મપયડી વિગેરે | |ગ્રંથો ટીકા સહિત છપાવવાનું નક્કી થતાં અને તે કામ અમને છાપવા આપવાનું તેમણે નક્કી કર્યું એટલે અને મારા તૈયાર કરેલા ગ્રંથો પણ છપાવવાના હોવાથી બીજા પ્રેસ કરતાં અહીં વધુ સવલત રહેશે અને માર્જિન | મળશે તે બુદ્ધિએ આ પ્રેસ શરૂ કરેલ. I પરંતુ પ્રેસમાં ચાલતાં પુસ્તકો ઘણા ફર્માના મોટા અને તેનું પેમેન્ટ પુસ્તક પૂરાં થાય ત્યારે મળે તેમ | હોવાથી કારીગરોને પગાર ચુકવવામાં થોડી મુશ્કેલી પડવા માંડી. મહિનાની આખરે પગાર માટે જેની તેની I પાસે પૈસા માંગવાનું અને તે ન મળે તો કારીગરોને વાયદા કરવાનું થતું. પ્રેસ ચાલુ હતો ત્યારે પણ હું બાલાભાઈ કક્કલની પાઠશાળા અને જૈન શ્વેતાંબર બોર્ડીંગમાં ભણાવતો હતો. આ પ્રેસમાં વિક્રમ સંવત ૧૯૯૦ના મુનિ સંમેલનનો પટ્ટક છાપ્યો હતો. એટલે આ પ્રેસ વિક્રમ સંવત ૧૯૯૦ના આખર સુધી હતો. |પૈસાની મુશ્કેલીના કારણે વિ. સં. ૧૯૯૧ની શરૂઆતમાં આ પ્રેસ વેચી નાખ્યો અને અમારા ભાગીદાર | કારીગર પાસે જે પૈસા લેણા રહેતા હતા તેનું ખાતું પડાવી હું ભણાવવાના કામમાં વધુ મશગુલ બન્યો. ૪૨] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા
SR No.023272
Book TitleMara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Original Sutra AuthorN/A
AuthorMafatlal Jhaverchand Gandhi
PublisherMafatlal Jhaverchand Gandhi
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy