SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ I મહેસાણા કેન્દ્રનું સ્થાન હોવાથી અમારી જ્ઞાતિના આસપાસનાં ગામડાંઓમાંથી મહેમાનોની વધુ | પડતી સંખ્યા રહેતી. જેને લઈ એ સમયે મને મહેસાણામાં રૂા. ૭૫ માસિક પગાર મળતો, પણ કાંઈ બચતું નહિ. આ બાજુ મારો નાનો ભાઈ મેટ્રિકમાં આવ્યો હતો અને તેના સગપણની પૂછપાછ શરૂ થઈ ગઈ હતી. મારા ઉપર અવરનવર દબાણો આવતાં. જે સગાઓ આજ સુધી કશી સગાઈ નહોતા રાખતા તે હવે સગાઈ રાખતા થયા હતા. અને મારી વતી કબુલાતનો દાવો કરવાની તૈયારી સુદ્ધાં રાખતા હતા. આમાં બોરીઆવી, |ઉનાવા, કમાણીથી તેનાં માંગાં આવ્યાં. મેં મારા નાનાભાઈ મણિલાલનું સગપણ કમાણાના તે વખતના સારા | |સુખી ગણાતા ગોકળશેઠને ત્યાં કર્યું. જે કમાણામાં આ મારો નાનો ભાઈ મારી માતા ગુજરી ગયા પછી ત્રીજી I ચોથી ગુજરાતી મારી માસીને ત્યાં રહી ભણ્યો હતો, તે જ ગામના આ સમૃદ્ધ ગૃહસ્થ હતા. આ સગપણ કર્યા પછી મને લાગ્યું કે ભાઈના લગ્ન કરવા હશે તો પૈસા બચાવવા પડશે અને મહેસાણામાં રહી કંઈ પૈસો બચશે નહિ. હવે એવી પરિસ્થિતિ નથી કે કોઈ પૈસા આપી જાય. આથી |મહેસાણા છોડી પાલીતાણા બ્રહ્મચર્યાશ્રમમાં જોડાવા વિચાર કર્યો અને પૂજ્ય હરિસાગરજી મહારાજ દ્વારા ત્યાં | જવાનું કર્યું. ઘણી હાનાકાની પછી મેં મહેસાણા છોડ્યું. ઘરનાંને પાટણ મોકલ્યાં. અને પાલીતાણા પૈસા બચાવવા ખાતર એકલા રહેવાનું પસંદ કર્યું. વિદ્યાભવનના સંસ્કાર હતા તે મુજબ મેં મહેસાણા પાઠશાળાના વિદ્યાર્થીઓમાં રશ્મિ નામનું હસ્તલેખિત માસિક શરૂ કરાવ્યું હતું. આમાં વિદ્યાર્થીઓ સાથે મેં પણ લેખો લખ્યા. મને યાદ છે તે મુજબ તેના પહેલા પાનામાં ‘અનુગ્રહં કુરુ બાલક નેમિ હે' આ પ્રમાણેની સંસ્કૃતમાં |મેં સ્તુતિ લખી હતી. મહેસાણા છોડતાં વિદ્યાર્થીઓનો સારો પ્રેમ પ્રાપ્ત કર્યો હતો. જો કે છેલ્લા વર્ષમાં |અભ્યાસ કરતા મોટા ભાગના વિદ્યાર્થીઓ મારા સમવયસ્ક હતા. ૨૬. પુનઃ પાલીતાણામાં પાલીતાણા જિનદત્તસૂરિ બ્રહ્મચર્યાશ્રમ ખરતર ગચ્છના આગેવાન પ્રેમકરણ મરોઠી સંભાળતા હતા. અંતે મોટે ભોગે પાલીતાણા મોતી સુખીયાની ધર્મશાળામાં રહેતા હતા. પાલીતાણામાં માધવલાલ બાબુની |ધર્મશાળાનું દેરાસર, દાદાવાડી વિગેરે ખરતરગચ્છનાં સ્થાનોની તે ખાસ સંભાળ રાખતા હતા. આ સંસ્થા | કરવા પાછળ તેમનો ઉદ્દેશ ગરીબ અને નિરાશ્રિત વિદ્યાર્થીઓ મળે તો તેમને ભણાવી સાધુ બનાવવાનો હતો. હું આ સંસ્થામાં આવ્યો ત્યારે ચાર વિદ્યાર્થીઓ તો અનાથાશ્રમના હતા. જેમનાં નામ આત્મારામ, જશવંતલાલ વિગેરે હતાં અને બીજા વિદ્યાર્થીઓમાં કોઈ કચ્છના ને કોઈ પાલીતાણાની આસપાસના ગરીબ વિદ્યાર્થીઓ હતા. કુલ વિદ્યાર્થીની સંખ્યા ૧૧ હતી. તેમાં આજના હરજીવન માસ્તર અને પૂ. મુનિશ્રી જનકવિજ્યજી જેમનું નામ મોહનલાલ હતું તે પણ હતા. આ વિદ્યાર્થીઓને સંસ્કૃત, ધાર્મિક અભ્યાસ | Iકરાવવામાં આવતો. સાથે ઇંગ્લીશ અને નામા માટે બહારના શિક્ષકોને મહિનામાં ચાર દિવસ પૂરતા રોકવામાં I Iઆવતા. વિદ્યાર્થીઓને રહેવાની, ખાવા-પીવાની પૂરી સગવડ આપવામાં આવતી. વિદ્યાર્થીઓ મોટે ભાગે ફ્રી હતા. હું પાલીતાણા બ્રહ્મચર્યાશ્રમમાં શિક્ષક તરીકે આવ્યો ત્યારે એવો નિર્ણય કર્યો હતો કે મારે એકલા Iરહેવું અને કુદરતે સગવડ આપી છે તો બનતું ધર્મધ્યાન કરવું. આથી તે વખતે પન્નાલાલ બાબુની ધર્મશાળામાં [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા ૩૬]
SR No.023272
Book TitleMara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Original Sutra AuthorN/A
AuthorMafatlal Jhaverchand Gandhi
PublisherMafatlal Jhaverchand Gandhi
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy