________________
જેઠાભાઈ માસ્તર હતા. તેમની છાયા ગામમાં સારી હતી.
ચુનીલાલ મીઠાભાઈના ત્યાં હું દરજીકામ શીખતો. તેનું બીજું કામ પણ કરતો. ધીમે ધીમે ગામમાં વાત પ્રસરી કે ચુનીલાલને ત્યાં કામ કરનાર ધાર્મિક સારા અભ્યાસી છે. આ વાત જેઠાલાલ માસ્તરે સાંભળતા તેમણે મારી પાસે સંસ્કૃતમાં દાનકલ્પદ્રુમ ગ્રંથ સાંભળવાનો શરૂ કર્યો. અને તેથી ગામમાં મારી સારી હવા ફેલાઈ. ચુનીલાલને ત્યાં આવતા નાથાલાલ પીતાંબર, ચંદુભાઈ વિઠ્ઠલદાસ વિગેરે પરિચયમાં આવ્યા. જે! Jપરિચય પછીથી પણ ઘણા વર્ષ સુધી રહ્યો.
એક પ્રસંગ એવો બન્યો કે બપોરના કપડાં ધોવા હું કૂવે તો તે વખતે ગામના પ્રતિષ્ઠિત શિવલાલભાઈ સાથે મને પરિચય થયો. તેમણે જાણેલ કે આ ભાઈ વિદ્વાન છે. તેથી તેમણે તેમની જન્મોત્રી મને આપી અનેT | કહ્યું કે મારી પત્ની વર્ષ ઉપર જ ગુજરી ગયા છે. મારે એક પુત્ર ને એક પુત્રી છે. પુત્ર પરણાવેલો છે. પુત્રી!
પરણાવવાની બાકી છે. હું જો ફરી લગ્ન કરું તો સુખી થઈશ કે દુઃખી ? તે મને જોઈ આપો. મેં કહ્યું, મને : જ્યોતિષનો અભ્યાસ નથી. પણ મારા પરિચિત રાજકોટના એક સારા જ્યોતિષશાસ્ત્રી છે તેમને તમારી જન્મોત્રી મોકલી આપું. તે તમને તેનું ફળ લખી મોકલશે.
આ જન્મોત્રી મેં રાજકોટ મૂળશંકર શાસ્ત્રીને મોકલી આપી અને સાથે જણાવ્યું કે આમનો પુત્ર ' વિનીત છે. તો તમે તેમને લગ્ન કરવાનું મન ન થાય અને સ્થિર થાય તેવી રીતે ફલાદેશ લખી સ્થિર કરશો. 1 મારા લખવા મુજબ શાસ્ત્રીજીએ વિસ્તૃત ફળાદેશ લખ્યો અને લગ્ન કરવાથી તમે ખૂબ દુઃખી થશો અને તમારી પ્રતિષ્ઠા અને ઇજ્જતને હાનિ પહોંચશે તેમ જણાવ્યું. આ પછી શિવલાલભાઈએ થોડા ફાંફાં માર્યા પણ ફલાદેશને અનુસરી તે અટક્યા. આ શિવલાલભાઈનો અને તેમના પુત્ર નાથાલાલનો મારે ગાઢ પરિચયT થયો અને તે વર્ષો સુધી ટક્યો, નાથાલાલ ખૂબ ડાહ્યા અને ધાર્મિક હતા અને શિવલાલભાઈ તો જીવ્યા ત્યાં! સુધી મારો ઉપકાર માનતા રહ્યા. એટલું જ નહિ. પણ હું અમદાવાદ આવ્યો ત્યારે પણ મને વારે ઘડીએ પૂછતા કે કાંઈ પૈસાની જરૂર છે અને ભાઈ ભાઈ કહી મોટું દુખવતા.
આ લીંચમાં ગામના ઘણા આગેવાનો સાથે મારે પરિચય થયો. જેમાં ખાસ કરીને આજના ઇન્કમટેક્ષા વકીલ કાંતિલાલ કેશવલાલના (કે.કે.શાહ) પિતા, દાદા, કાકા, ફોઈ વિગેરે બધાનો પરિચય વર્ષો સુધી રહ્યો. એટલું જ નહિ પણ લીંચ ગામમાં કોઈ સારો ઉત્સવ કે પ્રસંગ હોય ત્યારે અમદાવાદમાં આવ્યા પછી પણ મારે જવાનું બનતું. - લીંચ પાસે બોરીઆવી ગામ અમારી જ્ઞાતિનું છે. આ ગામમાં મારા કાકાના દીકરા ગૌતમભાઈનું મોસાળ થાય અને તેના બધા મોસાળીઆઓ મને ઓળખતા હોવાથી અને હું દરજીને ત્યાં કામ કરતો હોવાથી તેઓ ખૂબ આશ્ચર્ય પામતા. જ્યારે હું લીંગમાં હતો ત્યારે આગલા વર્ષે જ મારા લગ્ન થઈ ચૂકયા lહતા. અને તે પણ જ્ઞાતિના સારા ઘરે થયા હોવાથી દરજીને ત્યાં કામ કરતો દેખી આ બધા વિસ્મય પામતા.1
હું પ્રભુદાસભાઈનો આજ્ઞાંકિત હોવાથી તે જેમ કહે તેમ કરવા ટેવાયેલો હતો. મારો કોઈ સ્વતંત્ર વિચાર કે! નિર્ણય ન હતો. અહીં થોડો વખત રહ્યા પછી હું પાટણ ગયો.
IT
========
==
=========== દરજીકામનું શિક્ષણ
II
===
[૩૩
-
-
-
-