________________
---------------------------- ૧૩. ગુજરાનવાલા ગુરુકુળ અને વિધાર્થીભવનની સ્થાપના
પૂ. આ. વિજ્યવલ્લભસૂરિ મહારાજે ગુજરાનવાલા ગુરુકુળ પંજાબમાં શરૂ કર્યું હતું. આ ગુરુકુળ કઈI રીતે ચલાવવું, તેને માટે કેવો અભ્યાસક્રમ ગોઠવવો, તે માટે તેમણે પ્રભુદાસભાઈને બોલાવ્યા. પ્રભુદાસભાઈ ! સાથે અમારા બે વિદ્યાર્થી પંજાબ ગયા. અને અમારી સંસ્થાની રીતરસમ જોઈ તેમણે ત્યાં અભ્યાસક્રમ અને ; વિદ્યાર્થીઓ માટે નિત્યક્રમ ગોઠવ્યો. આ ગુરુકુળમાં અભ્યાસ કરતા શ્રી હીરાલાલભાઈ અને ઇશ્વરચંદ્રને પણ jઅમારે ત્યાં થોડા વખત માટે મોકલેલા.
પં. ભગવાનદાસભાઈએ અમદાવાદમાં વિદ્યાર્થીભુવન નામની સંસ્થા શરૂ કરી હતી. આ સંસ્થા કીકાભટ્ટની પોળવાળા રતિલાલભાઈની આર્થિક સહાયથી શરૂ કરવામાં આવી હતી. ભગવાનદાસભાઈનો jવિચાર પણ પાટણના વિદ્યાભવનની રીતે જ અમદાવાદમાં સંસ્થા શરૂ કરવાનો હતો. અને તેમાં સંસ્કૃત, i
પ્રાકૃત અને ધાર્મિક અભ્યાસ કરાવી વિદ્વાનો તૈયાર કરાવવાનો હતો. તેમને પૂ.આ. નીતિસૂરીશ્વરજી મ. ની | હૂિંફ હતી. તદ્ઉપરાંત તેમના સહાધ્યાયી અને આત્મીય પં. હીરાભાઈની સહાય હતી. આ સંસ્થા શરૂ કરવા! માટે પાટણના પં. પ્રભુદાસભાઈ પાસેથી ત્રણ વિદ્યાર્થીઓ લેવામાં આવ્યા, અને એ ત્રણ (શાંતિલાલ સાઠંબાકર, મણિલાલ ગણપતલાલ, અમૃતલાલ સુખલાલ) વિદ્યાર્થીઓથી શરૂ કરીને પછી બીજા વિદ્યાર્થીઓ ; 1લીધા અને સંસ્થાનો તેમણે પ્રારંભ કરેલો. પરંતુ આ સંસ્થા બહુ લાંબો વખત ચાલી નહિ અને તે દિવસે | પાલડીમાં જૈન સોસાયટી બ.નં. ૧૬ની જોડેના મકાનમાં વિદ્યાર્થીભુવન બોડીંગ તરીકે પરિણમી.
૧૪. શેઠ શ્રી સંઘવી નગીનદાસે કરેલ ભવ્ય ઉજમણું
પાટણ વિદ્યાભવનના મારા અભ્યાસકાળ દરમ્યાનના બે મહત્ત્વના પ્રસંગો ચિરસ્મરણીય છે. (૧) 1શેઠ નગીનદાસ કરમચંદે કરેલું ભવ્ય ઉજમણું (૨) કચ્છ-ભદ્રેશ્વર-ગિરનારનો છ'રી પાળતો સંઘ. - પાટણ વિદ્યાભવનમાં મહેસાણા પાઠશાળાની માફક દર ચૌદશે પૌષધ કરવાનો રિવાજ ન હતો.' વિદ્યાર્થીઓ રોજ પૂજા કરતા, નવકારશીપૂર્વક પચ્ચખ્ખાણ કરતા, આઠમ, ચૌદશ કે પાંચમે મોટા આચાર્ય કે
મુનિભગવંતને સામૂહિક વંદન કરવા જતા. જ્ઞાનપંચમી, ચોમાસી ચૌદશ, મૌન એકાદશી વગેરે મોટી તિથિj lહોય ત્યારે પૌષધ કરાવવામાં આવતો અને વિદ્યાર્થીઓ શક્તિ મુજબ એકાસણું ઉપવાસ આદિ વ્રત કરતા.
મોટે ભાગે સાગરના ઉપાશ્રયે કોઈને કોઈ સાધુ ભગવંત બિરાજમાન રહેતા; કેમ કે પૂ. પ્રવર્તક | કાંતિવિજયજી મ. અને પૂ. હંસવિજ્યજી મ. વૃદ્ધ હોવાથી સ્થિરવાસ હતા. આથી પૌષધ કે ધર્મક્રિયાઓ વધુ jપ્રમાણમાં તો સાગરના ઉપાશ્રયે થતી. કોઈવાર મહેતાના પાડાના ઉપાશ્રયે મોટા આચાર્ય ભગવંત હોય ત્યારે | 1વિદ્યાર્થીઓ ત્યાં પૌષધાદિ કરતા. - જ્યારે મહેતાના પાડાના ઉપાશ્રયે પૂ.આ.ક્ષમાભદ્રસૂરિજી મ.ના ગુરુમહારાજ પૂ. અમીવિજયજી
મ., તથા પૂ. શાસનસમ્રાટ આ. નેમિસૂરીશ્વરજી મ. તથા પૂ.આ. સાગરનંદસૂરીશ્વરજી મ. પધારેલા ત્યારે | jઅમે ત્યાં પૌષધ કરતા. તેના એકાસણાં વિ.ની બધી વ્યવસ્થા શેઠશ્રી નગીનદાસ કરમચંદ સંઘવીને ત્યાં થતી. |
શેઠ નગીનદાસ સંઘવીના દાનથી ઊભી થયેલી દીવાળીબાઈ શ્રાવિકા ઉદ્યોગશાળાનો વહીવટ શ્રી ===============================
| મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા
I
૧૮]
TE
|
-