________________
આ કાળનાં છેલ્લા ૨૦ વર્ષમાં શાસન પક્ષનું નેતૃત્વ લઈ શકે તેવી તેમના સિવાય બીજી કોઈ | વ્યક્તિ નથી. તેમના કાળધર્મથી શાસનપક્ષને ન પૂરાય તેવી ખોટ પડી છે.
૬. પૂ.આ. વિજય રામચંદ્રસૂરિજી મ. (૧)
મારું મોટા ભાગનું જીવન વિદ્યાભુવનમાં ભણ્યા પછી મહેસાણા પાઠશાળા, પાલિતાણા બ્રહ્મચર્યા શ્રમમાં શરૂઆતનાં દોઢ-બે વર્ષ ગાળ્યા બાદ અમદાવાદમાં ભણાવવામાં અને પાછળથી પ્રેસ અને શેરબજારનાં | વ્યાપારમાં પસાર થયું છે. પૂ.આ. વિજય રામચંદ્રસૂરિજી મ.નો પરિચય મને ખરી રીતે તો તિથિચર્ચાના પ્રશ્ન પછી જ થયો છે. પહેલાં તેમની દ્વારા થયેલાં આંદોલનો માત્ર મેં વાચ્યાં સાંભળ્યા હતાં, પણ તેમનો પરિચય કે તે આંદોલન સાથે મારે કોઈ સંપર્ક ન હતો. રામચંદ્રસૂરિજીનાં આશાવર્તી સાધ્વી શ્રી લક્ષ્મીશ્રીજી અને સાધ્વી શ્રી જયાશ્રીજી વિગેરે મારી પાસે ભણતાં હતાં, તેને લઈને તેમના પ્રભાવની વાતો સાંભળી હતી.. |પણ તેમનો અંગત પરિચય મને નહોતો.
રામચંદ્રસૂરિ મ.ના ગુરૂ અને દાદાગુરૂ આ બંનેનો પરિચય વિ.સં. ૧૯૮૮ આસપાસ હતો. દાદાગુરૂ દાનસૂરિ મ.નો પરિચય કલ્પદીપિકાની પ્રેસકોપી તેમણે તૈયાર કરેલી મને આપી હતી, અને જે મેં પાછળથી છપાવી હતી તેને લઈને, અને વિ.સં. ૧૯૯૨નો તિથિ પ્રશ્ન ઉપડ્યો ન હતો તે પહેલા તત્ત્વતરંગિણીની પ્રેસ કોપી મને આપી હતી, તેને લઈને હતો. તેમના ગુરૂ પ્રેમસૂરિ મ.નો પરિચય ૧૯૮૮ની આસપાસ હું| વિદ્યાશાળામાં ભણાવતો અને તેઓ તે અરસામાં ત્યા બિરાજતા તેને લઈને તેમનો અને જમ્બુસૂરિ મ.નો ! પરિચય હતો.
રામચંદ્રસૂરિ મ.ના છૂટક કોઈ કોઈ વાર વ્યાખ્યાન સાંભળેલા. પણ રૂબરૂ મળવાનો પરિચય તો |તિથિ-ચર્ચાના પ્રશ્ન પછી જ થયો છે. અને જે પરિચય થયો તે તેની નોંધ અને વિગત અગાઉનાં પ્રકરણોમાં | આવી ગઈ છે.
(૨)
છેલ્લે વિ.સં. ૨૦૪૭ જેઠ વદમાં દશાપોરવાડ (અમદાવાદ) સોસાયટીનાં આયંબિલખાતામાં હું તેમને એટલા માટે મળ્યો કે તેમની સાથે તિથિ વિગેરે અંગે ઘણો સંઘર્ષ આજ સુધી થયો હતો, તો તેનો | 1મિચ્છામિ દુક્કડમ દઈ આવું.
સાંજના પાંચ વાગ્યાનો સમય હતો. મહારાજ આયંબિલશાળાનાં નવા બંધાયેલા હૉલની જોડેના રૂમમાં હતા. એમની પાસે મહોદયસૂરિ અને હેમભૂષણવિજય વિગેરે બે-ત્રણ સાધુ હતા. હું, કુમુદભાઈ વેલચંદની સાથે તેમની પાસે ગયો અને મત્થેણ વંદામિ કહી હું આગળ બોલું તે પહેલાં તેઓ તરત બોલ્યા | | ‘પંડિત ! તમે બુદ્ધિમાન છો, અભ્યાસી છો, સાચું શું છે તે સમજી શકો છો. તે સમજી તેનો પક્ષ કરો.”! મેં કહ્યું, “મહારાજ, બીજી વાત પછી. પણ તમે આ સાલથી પૂનમ-અમાસની ક્ષય વૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરવાનું તમારા ગુરૂના પટ્ટકની રૂએ કરતા હતા. તે બંધ રાખ્યું છે તે ખોટું છે. ગુરૂ મ.ના પટ્ટકની રૂએ ૨૦૨૦ થી ૨૦૪૬ સુધી અને વિ.સં. ૧૯૯૨ પહેલાં તમે અને તમારા વડવાઓએ પૂનમ-અમાસની | પૂજ્ય આચાર્ય ભગવંતોનો પરિચય]
[૨૧૯