________________
ન હતું, પણ શ્લોકનો અર્થ અને ટૂંકું વિવરણ. જે ગ્રંથ વાંચવા લે તે ગ્રંથ વ્યાખ્યાનમાં સાયંત પૂરો કરવાનો આગ્રહ રાખતા હતા. તેમનો આશ્રય પામી ઘણા સાધુઓ સંયમમાં સ્થિર બન્યા હતા. પૂર્વકાળના મહર્ષિઓના! નમૂના રૂપ આ ભવભીરૂ મહાત્મા હતા.
(૨) પૂ. આ. બાપજી મ. નો મને જૂના વખતનો તો કોઈ પરિચય ન હતો. પણ વિદ્યાશાળામાંj Iભણાવવાનું રાખ્યું ત્યારથી તેમને હું રોજ વંદન કરવા જતો, તેને લઈ પરિચય હતો.
આ મહાત્મા સદા વાંચન, સ્મરણ અને મનનમાં નિમગ્ન રહેતા હોવાથી અને વાતો કરવાની ઓછી ટેવવાળા હોવાથી તેમની સાથે સવિશેષ પરિચય થયો નથી. તેમની નિસ્પૃહતાનો એક દાખલો મને યાદ છે jતે આ મુજબ છે :
“એક વખત હું વંદન કરી જતો હતો ત્યારે તેમણે મને કહ્યું, “મફતલાલ ! આ હોલ્ડર છે. તેની ! ખોલી ખવાઈ ગયેલી છે. તો તે ખોલી બીજી લઈ આવવાનો ખપ કરજો.” મેં કહ્યું, સાહેબ ! હોલ્ડરની કિંમત માત્ર બે પૈસા છે. અને આ બે પૈસામાં ખોલી અને હોલ્ડર બંને આવશે. મહારાજે મને કહ્યું, “મારે ; jબે પૈસા, એક પૈસાની સાથે સંબંધ નથી. મારે તો માત્ર આ ખોલી જ જોઈએ છે.” તે આવા નિસ્પૃહી હતા. ! હું ભણાવતો હતો તે દરમ્યાન તે હસ્તલિખિત પ્રત દ્વારા વ્યાખ્યાનમાં “ભવિષ્યદત્ત ચરિત્ર' વાંચતા !
હતા. આ ચરિત્ર છપાયેલું ન હતું. તેમણે મને કહ્યું કે આ ખૂબ ઉપયોગી ચરિત્ર છે. મેં મ.શ્રીને કહ્યું, તો , 'આપ વિદ્યાશાળા તરફથી છપાવવાની ગોઠવણ કરો. મહારાજે જવાબ આપ્યો, “હું એ પલોજણમાં ક્યાં jપડું? તારે અગર કોઈને છપાવવું હોય તો મારી પાસે મારી નવી લખાવેલી પ્રતિ અને જૂની પ્રતિ છે. તેનું Iઉપરથી પ્રેસ કોપી કરી છપાવી લેજો. હું છાપવા કે છપાવવામાં પડવા માંગતો નથી”. આ પછી તે ગ્રંથT !મેં હસ્તલિખિત પ્રત ઉપરથી છપાવ્યો હતો.
પૂ. પુણ્યવિજયજી મ. પાસે મેઘવિજય ઉપાધ્યાય કૃત “લઘુત્રિશષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર”ની પ્રાચીન પ્રિત હતી. આ પ્રતિ આઠેક હજાર શ્લોક પ્રમાણ હશે. પણ તે પ્રતિમાં કેટલાંક પાનાં નષ્ટ થયાં હતાં. અને લગભગ પંદરસો જેટલા શ્લોકો તેમાં ન હતા. આ પ્રતિ ઉપરતી પુણ્યવિજયજી મહારાજે પ્રેસકોપી કરાવી. હતી. તેમણે આ પ્રત આખી કોઈ જગાએથી મળે તે માટે ખૂબ પ્રયત્ન કર્યો પણ તે પ્રત મળી નહિ. તેમણેT અધૂરી પ્રતની પ્રેસ કોપી કરાવી. અને તે પ્રેસકોપી પંડિત ભગવાનદાસભાઈએ માગણી કરી એટલે તેમણે ! તેમને આપી હતી. તેમણે તેમની પાસે થોડો વખત રાખ્યા બાદ મેં છાપવાની તૈયારી બતાવી એટલે jભગવાનદાસભાઈ એ તે પ્રેસકોપી મને આપી. આ પ્રેસકોપીની ખબર પૂ. સિદ્ધિસૂરિ મ.ને થતાં તેમણે તેના Iઉપરથી બીજી હસ્તલિખિત પ્રતો તૈયાર કરાવી. અને શાસનસમ્રાટ નેમિસૂરિજી મ.ના પ્રશિષ્ય કસ્તૂરસૂરિજી| | બાપજી મ.નાં ભત્રીજા થાય તેમને બોલાવી કહ્યું કે “આ ત્રિશષ્ટિમાં જે પંદરસો-જેટલા શ્લોકો ઘટે છે તેT
તમે બૃહદ્ ત્રિશષ્ટિનો આશરો લઈ પૂરા કરો”. તેમની આજ્ઞા મુજબ થોડો વખત તે પ્રેસ કોપી કસ્તૂરસૂરિજીએ ! | રાખી. પણ બીજા કામકાજને લઈને આ કામ પૂરું થયું નહિ. આ પ્રેસકોપી ઉપરથી તેનું ભાષાંતર કરી અને ; jઅધૂરી જગ્યાએ બૃહદ્ ત્રિશષ્ટિનો આશરો લઈ આ લઘુત્રિશષ્ટિ શલાકાપુરુષ ચરિત્ર મેં છપાવ્યું. આ મૂળ લઘુત્રિશષ્ટિ શલાકાપુરૂષ સંસ્કૃતમાં હજુ સુધી છપાયું નથી. પણ અધૂરી લઘુત્રિશષ્ટિ શલાકાની પ્રતિ બાપજી | = ============= =========== ==== == પૂજ્ય આચાર્ય ભગવંતોનો પરિચય
[૨૧૩
II
iા
|
T