________________
વિભાગ – ૧૨
પૂજ્ય આચાર્ય ભગવંતોનો પરિચય
૧. શાસન સમ્રાટ વિજય નેમિસૂરિ મહારાજ
(૧)
પૂ.આ. વિજય નેમિસૂરીશ્વરજી મ.નાં પ્રથમ દર્શન હું પાટણ વિદ્યાભુવનમાં ભણતો તે વખતે થયેલાં. Iત્યારે મારી ઉંમર ૧૪-૧૫ વર્ષની હતી. વિદ્યાભુવનમાં અમને ધાર્મિક અભ્યાસ કરાવતા વઢવાણના વતની | |શાંતિલાલ હરગોવિંદદાસે અમને તેમના પ્રભાવકપણાની અને જૈન શાસનનાં મહાન આચાર્ય તરીકેના તેમના I જીવનનુ વર્ણન કરી અમારામાં તેમના પ્રત્યે અહોભાવ પ્રગટાવ્યો હતો.
વિદ્યાભુવનના અભ્યાસ દરમ્યાન તેઓશ્રીનું અમારે ત્યાં આગમન થતું. ત્યારે તેમની વાણીના | શ્રવણમાં રાજસ્થાનનાં કાપરડા વિગેરે તીર્થોમાં તેમણે તીર્થોની રક્ષામાં જે કુનેહપૂર્વક કાર્ય કરેલું તે અને તેની ! પાછળ તેઓએ તથા તેમના શિષ્યોએ જે ભોગ આપેલો તેનું વર્ણન તથા અમદાવાદના નગરશેઠનાં કુટુંબોની રીતરસમ તેમજ ખંભાત અને ભાવનગરના આગેવાન ગૃહસ્થોનાં કુટુંબોની રીતરસમ વિગેરેનું વર્ણન તેઓ કરતા. તે સાંભળી અમે તે-તે શહેરોના આગેવાનોનાં જીવનોનાં આછા દર્શન કરેલાં.
આમ, મારા બાલ્યકાળમાં તેમની પ્રભાવક મોટા મહાત્મા તરીકેની છાપ હતી. આ છાપ પાછળથી મારા ગુરૂ પંડિત પ્રભુદાસભાઈનો તેમની સાથેનો સવિશેષ પરિચય અને તેમની પ્રત્યેના તેમના અતિ ઉત્કટ અહોભાવે તેમની પ્રત્યે અમને વધુ આકર્ષી દઢ કરી હતી.
વિ.સં. ૧૯૯૦ના મુનિ-સંમેલનની કરેલી તેમની કાર્યવાહીએ તેમનામાં રહેલ દીર્ઘદૃષ્ટિ અને શાસનની સર્વતોમુખી સુરક્ષાનું ભાન કરાવ્યું હતું.
કપરા કાળમાં પણ ધૈર્ય ગુમાવ્યા વિના કામ કરવાની તેમનામાં અપૂર્વ શક્તિ હતી. ૧૯૯૦નું મુનિસંમેલન તેમજ ગાયકવાડ સરકારનો દીક્ષા પ્રતિબંધક કાયદો, યુવક સંઘ અને યંગમેન્ટ્સ જૈન સોસાયટીની પ્રવૃત્તિ, દેવદ્રવ્યની ચર્ચા, સંવત્સરી તિથિ-મતભેદ વિગેરે વિગેરે પ્રસંગોમાં તે શક્તિનાં દર્શન થયાં છે.
૨૦૦]
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા