________________
-
-
-
Tહતા.
જૂના કાળમાં આત્મારામજી મ. વિગેરેએ સ્થાનકવાસી સંપ્રદાયમાંથી સંવેગી દીક્ષા લીધી. ઘણાં વર્ષો ! સુધી સ્થાનકવાસી સંઘમાં તેઓએ મુહપત્તિ બાંધેલી તે છોડી આપણા સંવેગી પક્ષમાં ભળ્યા. ત્યારે તેમણે મુહપત્તિ બાંધવાનું છોડી દીધું. તે જયારે આપણે ત્યાં દીક્ષિત બન્યા, ત્યારે વ્યાખ્યાન વખતે સાધુઓ મુહપત્તિ Iબાંધતા હતા, અને અમદાવાદનાં બધા ઉપાશ્રયો, ડહેલાનો ઉપાશ્રય, લુહારની પોળ, વીરનો ઉપાશ્રય વિગેરેનું Iબધે ઠેકાણે વ્યાખ્યાન વખતે મુહપત્તિ બાંધવામાં આવતી. તેમણે જેમની પાસે અહીં દીક્ષા સ્વીકારી હતી તે! મણિવિજય દાદા વિગેરે પણ વ્યાખ્યાન વખતે મુહપત્તિ બાંધી વ્યાખ્યાન વાંચતા. બુટેરાયજી મહારાજ, .
મુળચંદજી મ., આત્મારામજી મ. વિગેરે જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે અમદાવાદમાં દરેક ઉપાશ્રય iમુહપત્તિ બાંધી વ્યાખ્યાન વાંચવાની પ્રથા હતી. આ પ્રથાનો બુટેરાયજી મ. અને આત્મારામજી મહારાજે |પોતાને માટે ઉપયોગ કરવાનું ન રાખ્યું. તેઓ વ્યાખ્યાન વખતે હાથમાં મુહપત્તિ રાખી વ્યાખ્યાન વાંચતા પણT Iબાંધતા નહિ. જેને લઈ અમદાવાદના બધા ઉપાશ્રયનાં દ્વારા તેમના ઉતરવા માટે બંધ થયા. પણ નગરશેઠનું કુટુંબ તેમનું ભક્ત હોવાથી ઉજમફઈની ધર્મશાળામાં તેમને ઉતારો મળ્યો. તે દિવસે ઉજમફઈની ધર્મશાળા! ઉપાશ્રય તરીકે પલટાણી અને મુહપત્તિ ન બાંધનારાઓનું ઉતરવાનું મુખ્ય સ્થાન રહ્યું.
બૂટેરાયજી મ. અને આત્મારામજી મ. વિગેરેએ આપણામાં દીક્ષા લીધી ત્યારપછી મુહપત્તિ બાંધવા,i Iન બાંધવાની, જૂની પેઢીગત સાધુઓ અને આ નવા સાધુઓ વચ્ચે ચર્ચા ચાલી. તેમાં કેટલાક શ્રાવકો તો! Iએવા ચુસ્ત હતા કે મુહપત્તિ ન બાંધનાર સાધુ વિદ્વાન હોય અને સારા અભ્યાસી હોય તો પણ તેમનું
વ્યાખ્યાન ન સાંભળે. આવો એક ચુસ્ત વર્ગ હતો. આ ચુસ્ત વર્ગમાં છેલ્લે છેલ્લે પ્રેરક નીતિસૂરિ મ. હતા.' તેમણે આ સંબંધમાં “મુહપત્તિ ચર્ચા સાર’ એ નામનું એક પુસ્તક છપાવ્યું હતું.
માયાભાઈ શેઠ મુહપત્તિ બાંધી વ્યાખ્યાન વાંચનારા વર્ગના ચુસ્ત હિમાયતી હતા. જો કે આવા ચુસ્તી 'હિમાયતીઓ અમદાવાદમાં બહુ થોડા રહ્યા હતા. છતાં તેમનો આગ્રહ આ સંબંધમાં ખૂબ હતો. જેને લઈને! તેમના વહીવટના ઉપાશ્રયમાં મુહપત્તિ ન બાંધનાર સાધુ વ્યાખ્યાનપીઠ ઉપર બેસી વ્યાખ્યાન આપે તે તેમને ગમતું ન હતું.
પૂ. આ સિદ્ધિસૂરિ મ.ના નાતે સાગરજી મ. અને રામચંદ્રસૂરિજી વિગેરેનો સવિશેષ સંબંધ થયો. તેને લઈ મયાભાઈ શેઠ પણ તેમના પરિચયમાં આવ્યા. રામચંદ્રસૂરિજી, તે વખતના રામવિજયજી સારા! વક્તા હોવાથી પગથિયાના ઉપાશ્રયે તેઓ વ્યાખ્યાન આપે તેવો વિચાર કેટલાક તરફથી રજૂ થયો. ત્યારે તે
માયાભાઈ શેઠે તેનો વિરોધ કર્યો અને સ્પષ્ટ જણાવ્યું કે અમારા ઉપાશ્રયની વ્યાખ્યાનપીઠ ઉપરથી મુહપત્તિ | jનહીં બાંધનાર સાધુનું વ્યાખ્યાન નહીં થઈ શકે. જો તેમને વ્યાખ્યાન આપવું હોય તો તે પાછિયાની પોળનાનું |ચોકઠામાં આપી શકે છે. અને તે મુજબ રામવિજયજી મ.નું વ્યાખ્યાન પાછિયાની પોળના ચોકઠામાં ગોઠવાયું! હતું.
માયાભાઈ શેઠ ખૂબ જૂનવાણી વિચારના હતા. મને યાદ છે તે મુજબ પ્રાયઃ હંસવિજયજી મ. [કાળધર્મ પામ્યા. તેમની સભા ઉજમફઈના ઉપાશ્રયે કસ્તુરભાઈ શેઠના પ્રમુખપદ નીચે થઈ. તે વખતે સભાની 1. |રીત મુજબ શોકઠરાવ થયો. આનો વિરોધ કરવા અને માયાભાઈ શેઠે કહેલું. પણ કસ્તુરભાઈની છાયાથી તેનું Iકાંઈ બનેલું નહિ.
=============================== ૧૮૮]
, [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા