________________
Tદારૂ કે વૈયાવચ્ચ માટે કોઈ પણ જરૂર હોય તો તેમના ત્યાંથી વ્યવસ્થા થતી. તેમની નવાણું યાત્રા આદર્શરૂપી Jહતી.
(૨) તેમની સાથે (ચીમનભાઈ) અંગત પરિચય બહુ ઓછો હતો પણ તેમની લાગણી મારે માટે ખૂબ lહતી. તેમની નવ્વાણું યાત્રા દરમ્યાન મારે ભણાવવાનું બંધ રહ્યું, એટલે મને તેમની પેઢીમાંથી જે પગારાં
મળતો તે મેં લેવો બંધ કર્યો. શેઠે યાત્રા કરીને આવ્યા બાદ જાણ્યું કે પંડિતજીએ પગાર લીધો નથી. તેમણેT 'મને ખૂબ આગ્રહ કર્યો અને કહ્યું કે “તમે બારે માસ આવનાર છો, પગાર લેવો જોઈએ”. તેમના આગ્રહથી!
તે મેં લીધો. i બીજો એક પ્રસંગ મારા નાના ભાઈનો છે. મારા નાના ભાઈ મણિલાલ રતનપોળમાં રૂપમમાં | નિોકરી કરતા હતા. તે વખતે તેમને રૂ. ૩૦ જેવો પગાર હશે. રૂપમમાં કેટલોક વખત નોકરી કર્યા બાદ
ત્યાંના મેનેજર જેચંદભાઈ સાથે નહિ ફાવવાથી રૂપમની નોકરી છોડી દીધી. ભણાવવાના પરિચયને કારણે !ચીમનભાઈ શેઠને વાત કરી કે મારો ભાઈ રૂપમમાં કાપડની નોકરી કરતો હતો. તેણે તે છોડી દીધી છે. તેને!
નામાની આવડત છે. આપ તેને આપની પેઢીમાં કોઈ જગ્યાએ ગોઠવો. તેમણે “સારું' કહી એક દિવસે jજયંતિલાલ જેશીંગભાઈની પેઢીમાં કામ કરતા બાપુને બોલાવ્યા. મારા ભાઈને પણ બોલાવ્યો. હું સાથે હતો.'
તે મારા ભાઈ સાથે વાત કરી કાંઈ નક્કી કરે તે પહેલા બાપુ વચમાં કાંઈ બોલવા ગયા એટલે તેમને શેઠેT Jઅટકાવી મારા ભાઈનો રૂા. ૭૫ મહિને પગાર નક્કી કર્યો. આ પગાર બાપુને કહ્યો, પણ ચીમનભાઈ શેઠI આગળ કશું બોલી શક્યા નહિ.
જયંતિલાલ જેશીંગભાઈની પેઢી રહી ત્યાં સુધી મારા ભાઈએ ત્યાં નોકરી કરી. ચીમનભાઈ શેઠના સ્વર્ગવાસ પછી તેમની બધી પેઢીઓની પડતી આવી, તેમ આ પેઢીની પણ પડતી આવી. છેવટ સુધી મારા Iભાઈએ ત્યાં નોકરી કરી.
ચીમનભાઈ શેઠ તે વખતે અમદાવાદના ધર્મનિષ્ઠ પુરુષોમાં ગણનાપાત્ર હતા. તે આણંદજી કલ્યાણજી jપેઢીના પ્રતિનિધિ હતા. ખૂબ જ સમજદાર અને દૂરંદેશી હતા. વિશા શ્રીમાળી જ્ઞાતિના મુખ્ય આગેવાનો Jપુરુષો પૈકીના તે એક હતા. જૈન સંઘનો કોઈ પણ પ્રશ્ન હોય તો તેમાં તેઓની સલાહ લેવામાં આવતી.
એક તિથિ પક્ષના તેઓ અખંડ રાગી હતા. ખૂબ જ ઉદાર દિલના અને સાધુ સમાજમાં પણ પૃચ્છાયોગ્ય પુરુષા હતા.
તે પંચાવન-સાઈઠ વર્ષની ઉંમરમાં સ્વર્ગવાસી થયા. સ્વર્ગવાસ થતાં પહેલાં ગેસની મુશ્કેલીના કારણે] તેઓ કેટલાક દિવસ બેભાન રહ્યા. આ બેભાન અવસ્થાનો એક પ્રસંગ મને યાદ છે તે મુજબ, જ્યારે તેઓ! બેભાન હતા ત્યારે હું ખબર કાઢવા ગયો. અમદાવાદ વિશા શ્રીમાળી જ્ઞાતિમાં અને તેમાંય મોટા ઘરોમાં! એવો રિવાજ છે કે દર્દી પાસે ખબર કાઢનારાઓને મોકલતા નથી. બહાર ખબર-અંતર પૂછી આવનારા જતા રહે છે. પણ લાંબી માંદગી વખતે ઘરના માણસો એટલા બધા સાવધ હોતા નથી. મને તેમની પાસે અંગત =============================== ૧૮૬]
( [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા
|