________________
2%
વિભાગ – ૧૦
રાજનગર ઇનામી પરીક્ષા
(૧)
વિ.સં. ૧૯૮૧ આસપાસ પૂ. સાગરજી મહારાજ અમદાવાદ વિદ્યાશાળામાં ચોમાસું હતા. તે સુંદરમ્યાન તેમણે અમદાવાદમાં ચાલતી પાઠશાળાઓ અને બહારગામ ચાલતી પાઠશાળામાં ભણતાં બાલક |અને બાલિકાઓ પ્રતિક્રમણનાં સૂત્રો મોઢે કરે તે ઉપરાંત વધુ અભ્યાસ કરે, તેને પ્રોત્સાહન મળે તે માટે| |‘રાજનગર ધાર્મિક ઇનામી પરીક્ષા' નામની એક સંસ્થા સ્થાપી હતી. આ સંસ્થા દ્વારા અમદાવાદની I પાઠશાળામાં ભણતાં બાળક અને બાળિકાઓની પરીક્ષા લેવા ઉપરાંત અમદાવાદનાં અને બહા૨કામનાં ધાર્મિક સારો અભ્યાસ કરનારાઓની પરીક્ષા લેવાનું રાખવામાં આવ્યું હતું. તેમાં ઉતીર્ણ થનારાઓનું સારાં ઇનામો દ્વારા બહુમાન કરવામાં આવતું.
(૨)
હું પાલિતાણાથી અમદાવાદ આવ્યો ત્યારે અમદાવાદમાં બાલાભાઈ ક્કલની પાઠશાળા અને વિદ્યાશાળામાં ભણાવતો હતો. તે દરમ્યાન મયાભાઈ સાંકળચંદ શેઠ દ્વારા મને આ પરીક્ષાની કમિટીમાં લેવામાં આવ્યો. આ લેતી વખતે તેમનો આશય એવો હતો કે આ ભાઈ ભણેલા છે અને યુવાન છે અને હું |પાઠશાળાઓમાં કામ કરે છે, તો આ સંસ્થા દ્વારા તેમાં સારો રસ ઉત્પન્ન કરશે. હું જ્યારે આ કમિટીમાં| નિયુક્ત થયો ત્યારે આ કમિટીમાં મયાભાઈ સાકળચંદ શેઠ પ્રમુખ હતા. કમિટીમાં સભ્યો તરીકે ગિરધરલાલ છોટાલાલ, અમૃતલાલ રતનચંદ, પ્રેમચંદ હઠીસિંઘ વિગેરે હતા. મેં તેનાં અભ્યાસક્રમમાં થોડો ફેરફાર સૂચવ્યો. તે સંસ્થાએ કબૂલ રાખ્યો.
હું આ સંસ્થામાં નિયુક્ત થયો, તે અરસામાં અમદાવાદમાં ધાર્મિક ભણાવતા શિક્ષકોનું એક મંડળ ઊભું કરાયેલું. આ મંડળમાં પણ હું સક્રિય ભાગ લેતો હતો. મંડળના શિક્ષકો અને ઇનામી પરીક્ષાની સંસ્થા વચ્ચે કોઈકોઈ બાબતમાં મતભેદ પડતા, ત્યારે મારી સ્થિતિ ખૂબ વિલક્ષણ બનતી. રાજનગરની પરીક્ષાની કમિટીના સભ્ય તરીકે મારે કમિટીનું સાચવવાનું અને આ બાજુ શિક્ષક મંડળનું સાચવવાનું. કેટલીક વાર
૧૬૮]
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા