________________
I
(૭/૬). થોડા દિવસ બાદ ગિરિરાજ ઉપર યાત્રા કરવાનું થયું. હું મહારાજશ્રીની સાથે જ યાત્રામાં હતો.' ' દાદાના દરબારમાં ચૈત્યવંદન વિ. કર્યા બાદ નવા આદેશ્વર અને સીમંધર સ્વામી ભગવાનના દેરાસરે ગયા. 1 ત્યાં મેં સાગરજી મ. ને એ પ્રતિમાઓ બતાવી. આ પ્રતિમાઓને કંદોરો, અચંબિકા બંને હતાં. પલાંઠીમાં I લેખ હતો તે વંચાવ્યો. આ ભગવાનની પ્રતિષ્ઠા વિજય સેનસૂરિજી મહારાજ વિગેરે પ્રતિષ્ઠિત આચાર્યોના lહસ્તે થઈ હતી. યાત્રા કરી ઊતરતાં મેં મ. શ્રીને કહ્યું, આપ કહો છો તે આચારોપદેશની આ બધા આચાર્યોને! ! ખબર નહિ હોય? મ. વિચારમાં પડ્યા. યાત્રા બાદ તે ધર્મશાળાએ આવ્યા અને સાંજે પ્રભાશંકર મિસ્ત્રીને ; કહ્યું, “પ્રતિમાનો આકાર સચવાઈ રહે તે ધ્યાન રાખી કંદોરાનું આછું ચિહ્ન દરેક પ્રતિમાને કરાવવાનું 1 રાખો”. મેં પ્રભાશંકરને કહ્યું, “ઊભા થાવ અને દરેક પ્રતિમાને કંદોરો કરાવો. આંધળો માણસ પણ હાથ i ફેરવે તો તે સમજે તેવો કરાવો. ઉપવાસ કર્યા પછી બે કોળિયા ખાઈએ તો ઉપવાસ ભાંગ્યો ગણાય અને |દસ કોળિયા ખાઓ તોય ભાંગ્યો ગણાય.” મહારાજ મૌન રહ્યા. પ્રભાશંકર ઊભા થયા અને દરેક પ્રતિમાને ! કંદોરાનો આકાર થયો. આમ આ વિવાદ શમી ગયો. ટ્રસ્ટીઓ રાજી થયા.
આ પ્રતિષ્ઠા ખૂબ સરસ રીતે થઈ. પ્રતિષ્ઠાના દિવસો દરમ્યાન હું કુટુંબ સાથે પાલિતાણામાં હતો. I પન્નાલાલ બાબુની ધર્મશાળામાં જ ઊતર્યો હતો. આ પ્રતિષ્ઠા દરમ્યાન મારા બીજા પુત્ર ભરતકુમારને ટાઇફોઈડ)
થયો હતો. તેની દવા ડૉક્ટર બાવીશી કરતા હતા. આ પ્રતિષ્ઠામાં અંજનશલાકાના લેખો તેમજ બીજું કેટલુંકી કામ મને સોપાયું હતું. પ્રતિષ્ઠાના દિવસોમાં રોજ નવકારશી થતી અને છેલ્લે પ્રતિષ્ઠાના દિવસે આખા
પાલિતાણા શહેરને જમણ આપવામાં આવ્યું. મુહૂર્તમાં વાંધે કાઢનારા અદશ્ય થઈ ગયા હતા. પ્રતિષ્ઠા ખૂબ 1 નિર્વિઘ્ન પૂર્ણ થઈ હતી. આ ઉત્સવ થયો ત્યારે ખાંડ વિગેરે જીવનજરૂરિયાતની ચીજોનું રેશનિંગ હતું. છતાં પાલિતાણા દરબારે ખૂબ સારો સહકાર આપ્યો હતો. બધી સગવડ કરી હતી.
મને યાદ છે તે મુજબ આ પ્રતિષ્ઠાનો રથયાત્રાનો વરઘોડો નીકળ્યો ત્યારે નગીનદાસ શેઠે માણેકલાલ. ; ચુનીલાલ, પોપટભાઈ વિ.ને કહ્યું કે “આ વરઘોડામાં પધારવા માટે રામચંદ્ર સૂરિજીને આમંત્રણ આપો”. ; પણ પોપટભાઈએ કંઈ ગણકાર્યું નહિ. ફરી નગીનભાઈએ પ્રેરણા કરી ત્યારે કહ્યું કે આ સાધુમહારાજોનું કામ j છે, કોઈને ગમ્યું ન ગમ્યું, તો આપણે શાને વચ્ચે પડવું? કોઈએ આમંત્રણ આપ્યું નહિ. કારણ કે આવું I દિવસોમાં તિથિચર્ચા અંગે તેમની વચ્ચે ખૂબ વૈમનસ્ય થયું હતું. આ વૈમનસ્યનો એક પ્રસંગ મને યાદ છે,આ ! તે આ મુજબ છે :
પાલિતા માં દિવાળીમાં ભગવાન મહાવીર પ્રભુના નિર્વાણ કલ્યાણકનો વરઘોડો પેઢી તરફથી | નીકળે છે. આમ, પાલિતાણામાં બિરાજતા સાધુઓ તેમજ ચોમાસામાં રહેલા ગૃહસ્થો પધારતા હોય છે.j | આવો વરઘોડો નીકળ્યો. તે વખતે પાલિતાણામાં ભક્તિસૂરિ, સુરેન્દ્રસૂરિ, સાગરજી મ. અને રામચંદ્રસૂરિજી/ ચોમાસું હતા. જીવાભાઈ શેઠ પણ તે વખતે ત્યાં હતા. બધા સાધુઓ વરઘોડામાં હતા. પરંતુ રામચંદ્રસૂરિ સાથે મેળ ન હોવાને લીધે તે એકલા તેમના સાધુઓ સાથે ચાલતા. જ્યારે ભક્તિસૂરિ, સુરેન્દ્રસૂરિ અને સાગરજી મ. વાતો કરતા કરતા સાથે ચાલતા હતા. રામચંદ્રસૂરિ આ વરઘોડો રણશી દેવરાજની ધર્મશાળા ================================ આગમ મંદિર)
[૧૬૩