________________
।મનમાં એવી દહેશત પેસી ગઈ કે આ ધર્માદાનું કામ કર્યું માટે આમ બન્યું. તે મારી પાસે આવ્યા અને કહેવા | લાગ્યા કે મારે આ ધર્માદાનું કામ કરવું નથી અને મારે પૈસા જોઈતા પણ નથી. મેં ઘણું સમજાવ્યા પણ તે ન માન્યા. હું છેવટે તેમને સાગરજી મ. પાસે લઈ ગયો. તેમણે તેમને સમજાવ્યા, પણ વચ્ચે વચ્ચે પોપટભાઈ, કેટલીક વા૨ કચકચ કરે તે તેને પસંદ નહોતું. મેં મહારાજશ્રીને કહ્યું કે પોપટભાઈને સમજાવો, નહિતર આ માણસ પૈસા ખાતર કામ કરતો નથી પણ પ્રતિષ્ઠા ખાતર કરે છે. તેને ખોટું લાગશે તો તે છોડી દેશે.
મહારાજશ્રીએ પુરુષોત્તમદાસને કહ્યું, તમારે જે કાંઈ મુશ્કેલી હોય તે મને વાત કરવી. પોપટભાઈ! |3 બીજા કોઈની જોડે વાત ન કરવી. પુરુષોત્તમદાસે વરસ-દોઢ વરસમાં આ કામ સંતોષકારક રીતે પૂરું કર્યું. અને તે ફક્ત ૬૦૦૦૦/- રૂા. માં બધાંયે આગમો છાપેલા અક્ષરની માફક ટાંકણું લગાડ્યા વગર તેણે કોતરી આપ્યાં. પછી તેમાં કલર પૂરી તેને ભીંતો પર ચોંટાડવામાં આવ્યાં.
આ પુરુષોત્તમદાસે સૂરતના આગમમંદિરનાં તામ્રપત્ર ઉપરનાં આગમો પણ તૈયાર કર્યાં છે. અને અમદાવાદ ગીતામંદિરમાં ગીતાનું કોતરકામ પણ તેના હસ્તે થયું છે. તે એવા બુદ્ધિશાળી હતા કે ‘ગુજરાત સમાચાર’ અને ‘સંદેશ'ના રોટરી મશીનમાં કાંઈ પણ ખામી થાય તો તે દૂર કરી આપી ચાલુ કરાવતા.
એક પ્રસંગ મને યાદ છે તે મુજબ સંદેશનું રોટરી મશીન બંધ પડ્યું. તે કેમ કરીને ચાલે નહિ. તેમણે | |પરસોત્તમદાંસને બોલાવ્યા. તેમણે છીકણી તાણતા તાણતા કહ્યું કે કોલસાના અંગારા ભરી બેત્રણ સગડા લાવો. આ સગડાની ગરમીથી જામી ગયેલી સહી પાતળી પડી અને મશીન ચાલુ થઈ ગયા. બીજું કશું કરવું પડ્યું નહિ.
અમદાવાદમાં તે પ્રસિદ્ધ હોશિયાર કારીગર ગણાતા. પાછળથી મારો પ્રેસ તેમના પ્રેસની જોડે જ| થયો. જેને લઈ મારો અને તેમનો સંબંધ સવિશેષ ગાઢ થયો.
આમ, પાલિતાણા આગમમંદિરને લઈ પછી સૂરત, પ્રભાસપાટણ, શંખેશ્વર વિગેરેમાં
આગમમંદિરો થયાં.
આ આગમમંદિરની શિલા ઉપર જે આગમો છપાવ્યાં તેની કાગળ ઉપર કેટલીક કોપીઓ સાગરજી
મહારાજે છપાવી અને આગમરત્ન મંજૂષા નામની પેટીઓ મૂકી. તેમાં ૪૫ આગમોના મૂળ પાઠો સંસ્કૃત લિપિમાં છાપ્યા. આ પેટીઓ જુદાજુદા ઉપાશ્રયે પહોંચાડી. તે આજે તે તે જ્ઞાનભંડારોમાં વિદ્યમાન છે.
(૭/૩)
પૂ.આ. સાગરાનંદસૂરિજી મહારાજે આગમમંદિર અંગે ત્રણેક ચોમાસાં પાલિતાણા પન્નાલાલ બાબુની ધર્મશાળામાં કર્યાં. આ દરમ્યાન તેમણે ૪૫ આગમોના મૂળ પાઠો જે આરસ ઉપર છપાવ્યા તેનું સંશોધન કર્યું. હું અને આગમમંદિરનું નિર્માણકાર્ય પૂર જોશમાં ચાલે તે માટે ધ્યાન આપ્યું. આ માટે જે ચૌમુખજીની પ્રતિમાઓ ।જયપુરમાં ભરાવવાની હતી તે પ્રતિમાઓ ખૂબ સુંદર થાય તેનું પણ તેમણે પૂરું લક્ષ્ય રાખ્યું. મૂળનાયક તરીકે | |જે ચૌમુખજી ભરાવવાના હતા તે તેમણે ભરાવ્યા. પણ તે ચાર પૈકીમાંથી એક પ્રતિમાનો આરસ બરાબર | ન લાગ્યો, એટલે એ ચાર પ્રતિમાને મૂળનાયક તરીકે બેસાડવાને બદલે તેમણે બીજી નવી ચાર પ્રતિમાઓ ભરાવી. અગાઉની ભરાવેલી મૂળનાયકની ચાર પ્રતિમાઓને તેમણે સિદ્ધચક્ર ગણધર મંદિરનાં ભોંયરામાં
૧૬૦]
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા