SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ આને લીધે કોર્ટમાં કેસ થયા. મ.ની વિરુદ્ધમાં જીવાભાઈ વિગેરે રહ્યા. અને મ.ના બચાવ પક્ષમાં | જયંત મેટલવાળા, કપડવંજના વતની ચીમનભાઈ અને સાગરજી મ.ના ભકતો રહ્યા. આ વાતને તિથિચર્ચા/ સાથે જોડવામાં આવી. સાગરજીના ભક્તોએ જીવાભાઈ ઉપર એવો આક્ષેપ મૂક્યો કે આ સાધુ સાગરજીના છે માટે તેમને વગોવવા આ બધો પ્રયત્ન થયો છે. ત્યારે જીવાભાઈ વિગેરેનું કહેવું હતું કે આ વાત ખોટી છે. અમે આમાં કોઈ ખોટી રીતે સંડોવાયા નથી. પણ શાસનને ઉડ્ડાહ કરનારૂં તેમનું વર્તન હોવાથી અમારે નાઈલાજે આ કહેવું, કરવું કે બહાર પાડવું પડ્યું છે. આ કેસમાં જીવાભાઈ તરફથી ફોજદારી વકીલ કાનુગા હતા અને ચીમનલાલ તરફથી પણ સારા વકીલો હતા. આ કેસ ચાલતો હતો તે દરમ્યાન હું મુંબઈ ગયેલો ને મારા મિત્ર માણેકલાલ ગણપતલાલ ને ત્યાં ઊતર્યો હતો. એ દરમ્યાન એક સવારે ગીરગાંવ પોલિસ કોર્ટ તરફથી મારા ઉપર સમન્સ બજવવામાં I આવ્યું. તેમાં જણાવ્યા મુજબ કોર્ટ મને કેટલાક પ્રશ્નો પૂછવા માગતી હતી. આ કેસ તિથિચર્ચા સાથે સાંકળી| ! લીધો હોવાથી સાગરજી મ.ના ભક્તોએ મારા ઉપર નોટિસ કઢાવવાનો પ્રયત્ન કર્યો. તેઓ એમ કહેતા હતા જીવાભાઈ શેઠને વૈઘના ચુકાદામાં સંડોવાયેલા જણાવી સાગરજી મ.ના ભક્તોએ પ્રહાર કર્યો છે. હું, મૂળચંદ બુલાખીદાસ કે જે ખંભાતના હતા, તેમને સાથે લઈ જીવાભાઈ શેઠને પારસી ગલીના તેમના મકાનમાં મળ્યો. અને કહ્યું કે આ કેસના વાતાવરણથી તમે શાસનને શુદ્ધ કરવાની ભાવનાની જે વાત કરો Iછો, તેનાથી ઊલટું થાય છે. શાસન વધુ વગોવાય છે. માટે આ કેસને બંને પક્ષો ભેગા થઈ માંડી વાળો. |પણ શેઠ જીદમાં હતા. નિયત કરેલા દિવસે મારી કોર્ટમાં જુબાની થઈ. કોર્ટે મને કહ્યું કે “તમે પંડિત છો ! શાસ્ત્રના જાણકાર છો. તો કોર્ટ તમારી પાસે કેટલીક વિગતો જાણવા અને સમજવા માંગે છે.” તેમ કહી તેમણે મને હું પ્રશ્ન પૂછ્યો કે “કોઈ સાધુ એકાંતમાં કોઈ એકલી સ્ત્રી સાથે હોય તો તે બ્રહ્મચર્યથી દોષિત ગણાય કે નહિ ?” મેં જવાબ આપ્યો, “દોષિત ગણાય પણ ખરા અને ન પણ ગણાય.” મેં કહ્યું, “અમારા આગમ પૈકીના વિપાક સૂત્રમાં મૃગાપુત્ર લોઢિયાનો પ્રસંગ આવે છે. આ મૃગાપુત્ર જન્મ્યો ત્યારથી તે દુગંછિત આકારનો હતો. મનુષ્ય ભવમાં નારક જેવી ભયંકર વેદનાનું સ્વરૂપ જોવું હોય તો મૃગાપુત્રને જુઓ એમ મહાવીર પરમાત્માએ પર્ષદામાં કહ્યું. આ સાંભળી ગૌતમસ્વામી રાણી પાસે આવ્યા અને મૃગાપુત્રની વાત કહી તેને જોવાની ઇચ્છા બતાવી. ગૌતમસ્વામી ભોયરામાં રાખેલ । મૃગાપુત્રને જોવા ગયા. ત્યારે રાણી અને ગૌતમસ્વામી બે જ હતા. ગૌતમસ્વામી ભગવાન મહાવીરના પ્રથમ | મહાલબ્ધિવંત ગણધર છે. ત્યાં તેમને એકાંત કે એકલા હોવાથી દોષિત મનાય નહિ. દોષિત માનવા માટેI તો બીજા ઘણા પુરાવા જોઈએ. માત્ર એકાંતમાં બેઠા હોવાથી દોષિત કહેવા તે વાજબી નથી”. આ મારી જુબાની મુંબઈ સમાચારમાં આખું પાનું ભરીને આવી હતી. જો કે મને સાગરજી મ.ના ભક્તો તેમના બચાવ માટે લઈ ગયા હતા. આ પ્રકરણથી ચંદ્રોદયસાગરજીની છાયા થોડી હલકી પડી હતી. તે નાની ઉંમરે અમદાવાદમાં કાળધર્મ પામ્યા હતા. તેમની વ્યાખ્યાન શક્તિમાં અનુપ્રાસવાળા જોડકા વિશેષ આવતા. આમ સ્વભાવે તે ભદ્રિક અને નિખાલસ હતા. ચારિત્ર્ય સંબધમાં તો કેટલીક વાર ખોટા આક્ષેપો પણ થાય, અને સાચા આક્ષેપોવાળા સિફતથી બચી પણ જાય. ચંદ્રોદય સાગરજી મ.નો કેસ] [૧૫૭
SR No.023272
Book TitleMara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Original Sutra AuthorN/A
AuthorMafatlal Jhaverchand Gandhi
PublisherMafatlal Jhaverchand Gandhi
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy