________________
(૧/૩)
હું અને જગાભાઈ શેઠ આબુ હતા. તે વાત મુંબઈમાં રહેતા લાલભાઈ ઝવેરીએ જાણી. આ જાણી તેઓ અમદાવાદ થઈ આબુ આવ્યા. આ લાલભાઈ ઝવેરી ગાયકવાડ સરકારના ખાસ ઝવેરી હતા. મુંબઈમાં તેઓ ઝવેરાત ઉપરાંત સટ્ટાનો ધંધો કરતા. તેમને થયું કે જગાભાઈ શેઠ અને પંડિતજી મહારાજ પાસે ગયા I છે તો હું પણ જાઉં અને કોઈક સારી રૂખ લઈ આવું. આ હેતુથી તે આબુ આવ્યા. અમારી સાથે તે ઊતર્યા.। ખૂબ વાતોડિયા અને મિલનસાર હોવાથી મારી સાથે એકદમ ભળી ગયા. થોડા વખતમાં ખૂબ સારો સંબંધ બાંધ્યો. અંગત રીતે મને કહ્યું કે હું મહારાજ પાસે રૂખ માટે આવ્યો છું.
તે
મહારાજને હું અવારનવાર મળતો. ત્યારે મેં એકવાર તેમને પૂછ્યું : આ બધા તમારે ત્યાં આવનારાઓ | સામાયિક, પ્રતિક્રમણ કે ધર્માનુષ્ઠાન કરતા નથી. આપ પણ તેમાં તેમને દોરતા નથી. તો શા માટે આવે છે ? તેમણે મને કહ્યું, “બધા આવનારા કોઈને કોઈ સ્વાર્થ માટે આવે છે. આ રજવાડાઓ આવે છે અને આ શેઠિયાઓ આવે છે તે પણ બધા કોઈને કોઈ સ્વાર્થ માટે આવે છે. હું તેમને નાસિકાનાં વ્હેણ દ્વારા કંઈને કંઈ કહું છું. અને સાચું પડે તે બીજાને જણાવી બીજાઓને પણ તેમાં જોડી લઈ આવે છે. મારી પાસે | બીજું કાંઈ નથી.”
મેં કહ્યું, “આ લાલભાઈ ઝવેરી આપની પાસે રૂખ માટે આવ્યા છે તે હું જાણું છું. જગાભાઈ શેઠ શાથી આવ્યા છે તે મને ખબર નથી ? તે સર્વ વાતે સુખી છે. તેને કોઈ બાધા નથી.” મહારાજે કહ્યું, “મારે ત્યાં આવનાર સ્વાર્થ વિના કોઈ આવતું નથી. જગાભાઈને એમના કુટુંબની એક અંગત મુશ્કેલી છે તેથી આવ્યા છે.''
આ પછી લાલભાઈ ઝવેરીને તે મળવા આવ્યા ત્યારે તેમણે તેમને એકાંતમાં કહ્યું, “દેખો લાલભાઈ તમે સટ્ટો છોડી દો નહિ તો ખુવાર થશો. અને કૂતરાના મોતે મરશો. મારું કહેવું સાંભળો અને માનો.' હું આ પછી લાલભાઈ ઝવેરી મને મળ્યા. મહારાજે ખરી રીતે મારી પાસે વાત સાંભળીને જ તેમને એવું કહેલું Iતેમ મને લાગ્યું. આવું આવું બધું બીજાઓ માટે પણ હતું. હું આબુ હતો ત્યારે એક પ્રસંગ જગાભાઈ શેઠ સાથે બન્યો. બેસતા વર્ષના દિવસે તેમણે મને બોલાવ્યો અને સવારમાં ઊઠતાની સાથે બોણી તરીકે મને રૂપિયો આપવા માંડ્યો. મેં શેઠને ના પાડી. મારે બોણી ન જોઈએ. શેઠે કહ્યું, “મારો હાથ બેસતા વર્ષે ખાલી જાય તે ઠીક ન લાગે.” મેં કહ્યું, “તમને તે ઠીક ન લાગે પણ હું હાથ ધરું તે મને પણ ઠીક ન લાગે”.
અમે ચાર-પાંચ દિવસ આબુ રહ્યા હઇશું. જગાભાઈ હજુ વધુ રોકવાના હતા. પણ મારે લાલભાઈ ઝવેરી સાથે સારો સંબંધ થવાથી હું આબુથી નીકળી ઘેર જવા માંગતો હતો. જગાભાઈ શેઠ કહ્યું, “પંડિત !! તમે સાથે આવ્યા ને સાથ છોડો તે ઠીક ન લાગે.” મેં જવાબમાં કહ્યું, “તમને મારો સાથ ગમતો જ નહોતો કેમકે આપણે અમદાવાદથી નીકળ્યા ત્યારે તમે ફર્સ્ટક્લાસમાં બેઠા અને મારી વ્યવસ્થા સર્વન્ટ ડિપાર્ટમેન્ટમાં કરી. એટલે ખરી રીતે તમે મારો સાથ ઇચ્છતા જ ન હતા’.
તેમણે મને રોકાવા ઘણું ઘણું કહ્યું પણ હું રોકાયો નહિ. આ પ્રસંગ પછી મારી સાથેનું વર્તન તેમનું સુધરી ગયું. મારી સાથે આંતરો રાખવાની તેમણે ટેવ સુધારી. પછી તો તેમણે મારી સાથે ચોસઠ પહોરી પૌષધ વિગેરે કર્યા. ખૂબ સારો સંબધ રાખ્યો. આબુવાળા શાંતિસૂરિ સાથે ત્યાર પછી મારે સારો સંબંધ રહ્યો.
આબુવાળા શાંતિસૂરિ મ.ના સંબધી]
[૧૫૧