________________
I
વિભાગ - ૮
અખાત્રીજનાં પારણાં
(૧) પાલિતાણામાં વર્ષીતપનાં સામુદાયિક પારણાં થાય છે. આ પારણામાં જુદા જુદા પ્રાંતોમાંથી વર્ષીતપI કરનારાં ભાઈ-બહેનો તેમનાં કુટુંબ પરિવાર સાથે પધારે છે. સારી બોલી બોલી ભગવાનનો પ્રક્ષાલ વિગેરે. કરે છે. અને તપસ્વીઓને સૌ સૌની શક્તિ મુજબ સારી પ્રભાવના પણ કરે છે. | કેટલાક લોકો વર્ષીતપનાં પારણાં કરવા હસ્તિનાપુર જાય છે. ત્યારે મુંબઈ, અમદાવાદ વિગેરે)
કેટલાક મોટાં ગામોના લોકો જ્યાં આગળ આદેશ્વર ભગવાનનું દેરાસર હોય તેની નિશ્રામાં રહી સામુદાયિકI Jપારણાં કરે છે. પણ શત્રુંજયનો મહિમા વધુ હોવાથી આ પ્રસંગે દસ-પંદર હજારથી પણ વધુ યાત્રિકો ત્યાં! ભેગા થાય છે.
છઠ્ઠ કરી સાત યાત્રાઓ ઘણા તપસ્વીઓ છેલ્લા દિવસોમાં કરે છે. અને અખાત્રીજના દિવસે સારી Tબોલી બોલી વધુ બોલી બોલનાર દાદાનો શેરડીના રસથી પ્રથમ પ્રક્ષાલ કરે છે. ત્યારબાદ બીજા યાત્રીઓ 'પણ શેરડીના રસનો પ્રક્ષાલ કરે છે. 1 આ વિધિ ઘણાં વર્ષોથી ચાલી આવે છે. અને તેની નોંધ છેલ્લાં ૬૦-૭૦ વર્ષથી પેઢીના ચોપડે |પણ છે.
(૨) શેઠ શ્રેણિકભાઈએ મને કહ્યું, “પંડિત મફતલાલ ! શેરડીના રસનો પ્રક્ષાલ કરવાની રીત ઘણા વર્ષથી ચાલે છે. આ પ્રક્ષાલ થયા પછી દાદાના ગભારામાં અસંખ્ય કડીઓ ઉભરાય છે. અને આ અસંખ્ય કીડીઓની હિંસા થાય છે. અહિંસાપ્રધાન આપણા ધર્મનું એવું તો અનુષ્ઠાન ન હોવું જોઈએ કે જેમાં આવી ; ઘોર હિંસા પ્રત્યક્ષપણે થાય અને તે ચલાવી લેવાય. કોઈ પણ રીતે આ શેરડીના રસનો પ્રક્ષાલ બંધ થાય! તેિમ કરવું જોઈએ. આ બંધ કરવા માટે પેઢી કોઈ પણ પગલું ભરે તે માટે તેને બધા સાધુ ભગવંતોનું સમર્થના
=============================== [૧૪]
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - - - - - - - - - - - - - - - - - -