________________
વિભાગ - ૭
પાલિતાણા નૂતન મંદિર પ્રતિષ્ઠાનો પ્રસંગ
શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર વચલા ગાળામાં પેઢીના પ્રતિનિધિઓની લાગવગથી જ્યાં જેને ઠીક લાગ્યું ત્યાં લોકોએ પ્રતિમાઓ બેસાડી. કારણ કે ભાવિક માણસો શત્રુંજય ઉપર પ્રતિમા પધરાવાય તે એક
જીવનનો એક અમૂલ્ય લ્હાવો ગણતા. આને લઈ જેની લાગવગ અને શક્તિ પહોંચી ત્યાં સૌએ તેનો ઉપયોગ | કર્યો. જેને લઈ પ્રાચીન શિલ્પ દબાયું. અને કેટલીક કદરૂપતા થઈ.
શેઠ કસ્તુરભાઈએ આબુનો જીર્ણોદ્ધાર વસ્તુપાલ અને તેજપાલ અને વિમળશાહે જે મંદિરો બંધાવ્યા, | હતાં, તે મંદિરોને અનુરૂપ કરાવ્યો. તેમ પાલિતાણાનું શિલ્પ જે દબાયું હતું તે મૂળ સ્વરૂપે પ્રગટ થાય અને, | મૂળ સ્વરૂપનું દેરાસર સચવાઈ રહે તે માટે પાછળથી બેસાડેલી આ બધી પ્રતિમાઓ ખસેડવાનું નક્કી કર્યું,i Jઅને તે માટે પૂ.આચાર્ય ઉદયસૂરિ, નંદનસૂરિ મ.ની સલાહ લીધી. સારા દિવસે અને મુહૂર્ત તે પ્રતિમાઓ! તેમણે ખસેડી. જે દિવસે આ પ્રતિમાઓ ખસેડી એ દિવસે પાલિતાણામાં સ્થાનિક સંઘ તથા કેટલાક યાત્રિકો/ તરફથી ખૂબ મોટો ઊહાપોહ જાગ્યો. અને નંદનસૂરિ મ.તે વખતે પાલિતાણા હોવાથી તેમની સામે હલ્લો! લઈ જવામાં આવ્યો. પણ તે મક્કમ હતા, એટલે ખાસ કાંઈ અજુગતું બન્યું નહિ. આ પ્રસંગે અમદાવાદથી ; પેઢીના પ્રતિનિધિઓ આવ્યા. તેમણે શેઠનો આદેશ અને અભિપ્રાય સ્થાનિક સંઘ અને ઊહાપોહ કરનારાઓને સિમજાવી બધી વિગતથી વાકેફ કર્યા. પણ તેમનો અસંતોષ મટયો નહિ. | આ ખસેડેલી પ્રતિમાઓ કોઈ બહાર ઠેકાણે આપવાની નહોતી. ગિરિરાજ ઉપર જ સારા ઠેકાણેT ! પધરાવવાની હતી. અને જેમની પ્રતિમા પધરાવેલી હોય અને તેના વારસો હયાત હોય તો તેમના હાથે! પ્રતિષ્ઠા કરાવવાની હતી. આ બધી પ્રતિમાને એક મોટું નવું દેરાસર બાંધી ડુંગર ઉપર જ સારી જગ્યાએ
પ્રતિષ્ઠિત કરવાની હતી. આ બધો ખુલાસો શેઠે અને પેઢીએ કર્યો હતો. છતાં ઊહાપોહ કરનારાઓનું મન jમાન્યું ન હતું. શેઠે માન્યું કે ઊહાપોહ કરનારા ભલે આજે ઊહાપોહ કરે પણ જયારે નવું મંદિર બંધાઈ આ બધી મૂર્તિઓની પ્રતિષ્ઠા થશે એટલે આપોઆપ ઊહાપોહ શમી જશે. તેમણે જૂની નહાવાની જગ્યા હતી તેT
============ ===== ====== ==== ===== | પાલિતાણા નૂતન મંદિર પ્રતિષ્ઠાનો પ્રસંગ].
[૧૩૭
—
—
—
—
—
—
—
—
—
—
—
—