________________
|મોકલી આપી. અને તેમના કહેવા મુજબ બિલ બનાવી આપ્યું. થોડા દિવસ બાદ આ બિલના પૈસા મને| |અપાવી દીધા અને ચોપડીઓ જુદી જુદી સ્કૂલોમાં ડિસ્ટ્રીબ્યુટ કરાવી દીધી.
(૬)
આ બધું બન્યા છતાં રામચંદ્રસૂરિજીએ તથા તેમના ભક્તો દ્વારા, જુદા જુદા ધારાસભ્યો દ્વારા, એમનો વિરોધ ચાલુ રાખ્યો. અને સરકારી ખાતામાં આની પૂછપરછ અને તપાસ કરવાનું આરંભાયું. સરકાર | -તરફથી નક્કી થયું કે ચોપડીની તરફેણમાં શેઠે જવાબ આપવો અને ચોપડી બરાબર નથી તેવો વિરોધ કરનારાઓ તરફથી રાણપુરવાળા ભાઈ શ્રીનરોત્તમદાસ મોદીને નક્કી કર્યા. શેઠે તેમના તરફથી મારું નામ ! સૂચવ્યું.
(6)
સરકાર તરફથી શાહીબાગ એનેક્સીમાં મિટિંગ મળી. રાણપુરવાળા ભાઈનું કહેવું હતું કે ‘‘ચિત્રો | Iબરાબર નથી. આ ચિત્રો ભગવાનની છાયાને ઓછી કરનારા છે. માટે આ ચોપડી રદ થવી જોઈએ. બીજી ચોપડી છપાવો તો અમે ખર્ચ આપવા તૈયાર છીએ. ચિત્રો જુદાં કરાવો”. મેં જવાબ આપ્યો કે “લખાણમાં કોઈ ભૂલ હોય તો હું સુધારવા તૈયાર છું. ચિત્રો તો ગમે તેવા સારા ચિત્રકારે દોર્યાં હોય તો પણ તેમાં ભૂલ કાઢનાર ગમે તે ભૂલ કાઢી શકે. અને આ છપાવતાં પહેલાં આ ચોપડીનું લખાણ અને ચિત્રો જમ્મુવિજયજી મ.ને બતાવ્યાં છે. તેમણે પાસ કર્યા પછી અને શેઠને જણાવ્યા પછી, શેઠનો ઓર્ડર મળ્યા બાદ આ પુસ્તક Iછપાયું છે. દેવેન્દ્રસાગરસૂરિ, કૈલાસસાગર સૂરિ વિ. ને બતાવ્યું છે. તેમણે પણ આમાં, ચિત્રો કે લખાણમાં | ભૂલ કાઢી નથી’’.
રાણપુરવાળા નરોત્તમદાસે કહ્યું, ‘‘તમે આચાર્ય વિજયરામચંદ્રસૂરિજીને બતાવી કેમ નહિ ?' મેં ।જવાબ આપ્યો : ‘‘બધાને બતાવવાનું શક્ય ન બને’”. વધુમાં મેં તે વખતે તેમને કેટલીક વાતો કહીને જણાવ્યું [કે અમારા જેવાને અશ્રદ્ધાળુ ન બનાવો. આમ, એક-બે મિટિંગો થઈ, અને વાત ખોરંભે પડી.
છપાયેલાં પુસ્તકો શેઠ દ્વારા વહેચાઈ ગયાં. રાજ્ય તરફથી પણ પછી કોઈ આગળ પૃચ્છા થઈ નહિ. રામચંદ્રસૂરિજી તરફથી પણ પછી કોઈ કાર્યવાહી આગળ ચાલી નહિ.
(<)
આ પુસ્તક છપાયું તે દરમ્યાન હું મુંબઈમાં દીપચંદ ગાર્ડીને મળેલો. તેમણે આ પુસ્તક જોયા પછી મને કહેલું કે મુંબઈ સ૨કા૨ને પણ પણ આવું કોઈ સાહિત્ય છપાવવું છે. તમે જો આ જ પુસ્તક, ચિત્રો આનાં આ રાખો અને ગુજરાતી લખાણને બદલે અંગ્રેજી લખાણ કરી છપાવી શકતા હો તો મુંબઈ સરકાર તરફથી ૫૦૦૦૦ કોપી છપાવવાની હું વ્યવસ્થા કરૂં.
મેં સારું કહ્યું. આ પછી મણિલાલ હીરાચંદ ગાંધી દ્વારા ગુજરાતી લખાણનો અંગ્રેજી અનુવાદ કરાવ્યો. પણ ગુજરાત સરકાર દ્વારા જે કાર્યવાહી ચાલી તેથી હું ઉદ્વિગ્ન થવાથી મેં આ કામ કરવાનું માંડી વાળ્યું. અંગ્રેજી અનુવાદ સહ પુસ્તક છપાવવાનો વિચાર બંધ રાખ્યો. આ પુસ્તકની પ્રસ્તાવના તે વખતના
૧૩૪]
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા