________________
સરકારી ધોરણે ઊજવણી થવાથી આપણા સિદ્ધાંતોમાં ભેળસેળ થશે. તે ભયે કેટલાક આ ઊજવણીનો વિરોધ Iકરતા હતા.
દિગમ્બર સમાજ ઊજવણી નિમિત્તનો સરકાર દ્વારા જે લાભ મળે તે લાભ ઉઠાવવા તૈયાર હતો. જ્યારે શ્વેતાંબર સમાજ આ મતભેદ હોવાને કારણે કેટલાક સરકારી ધોરણની ઉજવણીથી વિરુદ્ધ હતા અને કેટલાક તરફેણમાં હતા. જેને લઈ શ્વેતાંબર સમાજ સેન્ટ્રલ ગવર્નમેન્ટ કે પ્રાંતિક સરકાર પાસેથી કોઈ ખાસ લાભ લઈ શકેલ નહિ.
' આ ઊજવણી પ્રસંગની પ્રાંતિક સરકારોમાં જુદી જુદી કમિટિ નીમાઈ. અને આ પ્રાંતિક સરકારોમાં jજૈનોની લાગવગ મુજબ નાણાં ખર્ચવાનું પણ પ્રાંતિક સરકારોએ વિચાર્યું. ગુજરાત સરકારે એક કમિટિ નીમી.]
અને તેમાં કસ્તુરભાઈ શેઠ, કાંતિલાલ ઘીયા વિગેરેને નીમ્યા. તેમાં ૨૫૦૦ વર્ષ નિમિત્તેની ઊજવણીમાં ખર્ચT કરવાની અમુક રકમની ફાળવણી પણ કરી. . કસ્તુરભાઈ શેઠે આ માટે શ્ર.ભ. મહાવીરનું જીવન ચરિત્ર શાળાઓમાં ભણતાં બાળકોને ઉપયોગી
થાય, તેવું લખાવી શાળાઓમાં વહેંચાય તે વિચાર્યું. અને આ માટે તે વખતે સાબરમતીમાં બિરાજતા પૂજ્ય jમુનિરાજ શ્રી જખ્ખવિજયજીનો સંપર્ક સાધ્યો.
એક દિવસે હું અને શેઠ જમ્બવિજય પાસે ગયા. શેઠે જમ્બવિજયજીને કહ્યું, “તમે મહાવીર! ભગવાનનું સચિત્ર જીવનચરિત્ર લખી આપો. તે છપાવી અમારે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને વહેંચવું છે”.. મહારાજે કહ્યું કે “આ કામ મારાથી શક્ય નથી. કારણ કે હું બીજા કામમાં રોકાયેલો છું. ૫. મફતલાલને ; આ સોંપો. હું તે લખશે તે જોઈ લઈશ”.
શેઠે આ કામ મને સોંપ્યું અને શ્ર.ભ. મહાવીરનું જીવનચરિત્ર જન્મથી માંડી નિર્વાણ સુધીનું સચિત્રો તૈિયાર કરવાનું મેં પ્રારંવ્યું. આ માટે આ કામ શરૂ કરતાં પહેલાં આવાં સચિત્ર જીવન ચરિત્રો ઑફ સેટT પ્રેસમાં છપાયેલા હોય તેવા બીજાં ચરિત્રો હું જોઈ ગયો. અને શ્ર.ભ. મહાવીરનું જીવનચરિત્ર લખવાનું શરૂ કર્યું. લખાણને અનુરૂપ ચિત્રો દોરવાનું કામ મેં સોલંકી ચિત્રકારને સોંપ્યું.
હું લખાણ લખતો, તેને અનુરૂપ ચિત્ર દોરવાનો ચિત્રકારને ખ્યાલ આપી હું ચિત્રો દોરાવતો. અને આ રીતે મેં ભગવાન મહાવીરનાં જન્મથી માંડી નિર્વાણ સુધીનાં ચિત્રો દોરાવ્યા. તે ચિત્રો સાથે લખાણ પણ Jઆપ્યું.
આ લખાણ અને ચિત્રો છપાવતાં પહેલાં મેં કસ્તુરભાઈ શેઠને બતાવ્યાં. કસ્તુરભાઈ શેઠે મને કહ્યું, i“તમે સૌ પહેલા જમ્બવિજય મ. ને બતાવી આવો. તે બરાબર કહે તેટલે છાપવાનું શરૂ કરજો”. તે વખતે | જમ્બવિજયજી મ. કચ્છમાં બિરાજતા હતા. હું કચ્છ ગયો. ચિત્રો લખાણ વિગેરે બધુ તેમને બતાવ્યું. તે બધુંT જોઈ ગયાં. અને શેઠ ઉપર કાગળ લખી આપ્યો કે “હું જોઈ ગયો છું બધુ બરાબર છે. અને છાપવામાં વાંધો! નથી”. આ પછી ચિત્રો અને લખાણ મેં પૂ.આ. નંદનસૂરિજી મ. તથા કૈલાસસાગરસૂરિજીને બતાવ્યાં. અને =============================== ૧૩૨]
( [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા