________________
-
-----
ગઢ
| બંગલે ગયા. મેં સાધુઓ સાથે વાત આરંભી. મનમોહનવિજયજીને પૂછ્યું કે “તમે કયા હેતુથી ઉપવાસ કરો]
છે?” તેમણે કહ્યું, મારે બીજું કાંઈ જોઈએ નહિ. મને એવું સર્ટિફિકેટ મળવું જોઈએ કે ધર્મ માટે ભોગી ! આપનાર હું અવ્વલ નંબરનો છું”. પ્રીતિવિજયજીને પૂછ્યું તો તે સમુદાય બહાર મૂકેલા સાધુ હતા. મેં
ન્યાયસૂરિ વિગેરેને કહ્યું, “આપની બાંધી મૂઠી રહે તે રીતે તથા ગૌરવ સચવાય તે રીતે વાત પતાવો. આમાં ખાસ દમ નથી. ક્યારે આ સાધુ પારણું કરી નાખશે તેનું ઠેકાણું નથી”. તેમની સાથે છેવટે એવું નક્કી કર્યું. | કે આપણે સાંજે પાલિતાણા સંઘના ભાઈઓને બોલાવવા. ભાંજગડ કરવી અને આ વાતને પતાવવી. |
આ પછી હું જીવાભાઈ શેઠના બંગલે ગયો. કેશુભાઈ શેઠ ખૂબ નારાજ હતા. તેમને એમ થયું કે! , પંડિત મફતલાલને લાવવામાં ભૂલ કરી. તેમણે તો સાધુઓને વધારે ટાઈટ કર્યા. અને તે તો આપણી સાથે,
વાત કરવા તૈયાર નથી. મેં કેશુભાઈ શેઠને કહ્યું, બધું પતી જશે. પણ તમારે થોડું નમતું જોખવું પડશે. તે i કહે કે શેઠને પૂછ્યા સિવાય અમે કઈ રીતે નમતું જોખી શકીએ. મેં કહ્યું, તો પછી તમે જાઓ અને શેઠને મોકલો. તે વિમાસણમાં પડ્યા કે એ પણ કેમ બને. મેં કહ્યું, “તમે ચિંતા ન કરો, બધું પતી જશે.” I
તે દિવસે રાતના પાલિતાણા સંઘના ભાઈઓની અમદાવાદથી આવેલા પેઢીના પ્રતિનિધિઓ અને 1 ન્યાયસૂરિ, મંગલપ્રભસૂરિ વિગેરે સાધુઓ સાથે ખૂબ ચર્ચા ચાલી. સાધુભગવંતો અને પાલિતાણાના આગેવાનો
એ નિર્ણય ઉપર હતા કે હરિજનપ્રવેશ અંગે સાધુભગવંતો તરફથી જે નિર્ણય સર્વાનુમતે આવે તે નિર્ણય પેઢીએ કબૂલ રાખવો. આ મુજબ પેઢીના પ્રતિનિધિઓ કબૂલ થાય તો સાધુઓએ પારણાં કરવાં. અને આગ | હરિજનપ્રવેશ સંબંધી જે હિલચાલ સંસ્કૃતિ રક્ષક સભા તરફથી કે બીજા તરફથી કરવામાં આવે છે તે બધી ; બંધ કરવી. આ માટે પેઢીના પ્રતિનિધિઓ ખૂબ મૂંઝવણમાં હતા. તેમને બીક હતી કે આ સમાધાન શેઠને
કબૂલ નહિ થાય તો ! તેથી તેઓએ અમદાવાદ ટેલિફોનથી સંપર્ક સાધવા ખૂબ પ્રયત્ન કર્યો પણ સંપર્ક સધાયો 1 નહિ. તેમને કહ્યું, સમાધાન કરો. પારણાં થઈ જવા દો, પછી બધું થઈ રહેશે. ચિંતા ન કરો. કેશુભાઈ શેઠે ન ગમતું છતાં સ્વીકાર્યું અને આ મુસદ્દા પર સહી કરી. બીજે દિવસે મનમોહન વિજયજી તથા પ્રીતિવિજયજીનાં પારણાં થયાં. ન્યાયસૂરિ વિગેરેને મેં કહ્યું, “મહારાજ સાહેબ ! જે થયું છે તે સારું થયું છે.' | બહુ લંબાયું હોત તો કોઈ મહત્ત્વની વ્યક્તિઓ મનમોહન વિજયજીને તમે શાસન માટે પ્રાણ આપો તેવા! વ્યક્તિ છો, તેવું સર્ટીફિકેટ આપત તો તે પારણાં કરી નાખત, અને પ્રીતિવિજયજીનું પણ કાંઈ ઠેકાણું ન હતું.' આ થતાં તમારી બાંધી મૂઠી રહી છે. પેઢીને પણ નુકસાન નથી, કારણ કે સમગ્ર સાધુ ભગવંતો ભેગા મળીને | નિર્ણય આપે ત્યારે તેમને કરવાનું છે, તેમાં તેમની નાનપ નથી. આથી જે નિર્ણય થયો છે તે વાજબી છે”.j
આ બધી પ્રવૃત્તિ પાલિતાણાના સંઘે કરવાની છે, તે પણ નક્કી થયું હતું. આમ, હરિજન પ્રવેશ અંગેની! ! હિલચાલમાં જે આમરણાંત ઉપવાસથી વાતાવરણ ક્ષુબ્ધ થયું હતું અને પત્રિકાઓ એક પછી એક બહાર પડતી! | હતી અને તેમાં કસ્તુરભાઈ શેઠને ધમકી આપવામાં આવતી હતી કે આ ઉપવાસથી કોઈ પણ સાધુનો દેહોત્સર્ગ થશે તો તેની જવાબદારી તમારી છે. આ પ્રવૃત્તિથી શેઠના કુટુંબીજનો પણ વ્યગ્ર હતા. તેમાં ખાસ ================================ હરિજન પ્રકરણ].
– –
I
]