________________
T
૪. જ્ઞાતિગોળ વિ.સં. ૧૯૧૦ની આસપાસ આજના મોટાભાગના જ્ઞાતિના ગોળો બંધાયેલા છે. પહેલાં ગામડામાં ! વિસનારા સુખી માણસો તેમની કન્યાઓ પાસેના નજીકના મોટા ગામ અગર શહેરમાં આપતા અને તેમને | lમાટેની કન્યાઓ તેમની પાસેના નાના ગામડાંમાંથી આવતી. પરંતુ સમય જતાં એવી સ્થિતિ થઈ કે આ નાનાં ગામડાના લોકો કન્યા આપતાં અચકાવા લાગ્યા અને ચાલીસ પચાસ વર્ષની ઉંમર સુધી તેમને કન્યાઓ ન મળવા લાગી. પરિણામે સાટા-પાટા, કન્યાવિક્રય વગેરે બદીઓ દાખલ થઈ. પરિણામે તે તે ગામોના સારા jજૈન આગેવાનો ભેગા મળ્યા અને તેમણે સરખા વ્યવહાર, વ્યવસાય અને જ્ઞાતિને અનુલક્ષી પંચ બાંધ્યાં. | દશાશ્રીમાળી બાવીસી પંચ વિ.સં. ૧૯૧૦ની આસપાસ થયું છે. આ પંચના મુખ્ય કાર્યકર્તા ઉનાવાના શેઠશ્રી ભગવાનજી જેઠા હતા. તેમણે આસપાસના ગામોમાં ફરી તે ગામોના દશાશ્રીમાળી જૈન આગેવાનો ! ને ભેગા કરી નિર્ણય કર્યો કે પોતાની કન્યાઓ આપણા પંચમાં જ આપવી, બહાર ન આપવી. જો કોઈ બહાર આપે તો તેનો રૂા. ૧૦૦૧/- દંડ લેવો અને તેના કુટુંબને પંચમાંથી કન્યા ન આપવી, એટલું જ નહિ, પણ તેના કુટુંબ સાથેનો સમગ્ર વ્યવહાર બાંધેલા પંચની કોઈ વ્યક્તિએ કરવો નહિ. આનું પરિણામ એ આવ્યું | Iકે શરૂઆતમાં થોડો વખત અવિશ્વાસ રહ્યો પરંતુ પછી વિશ્વાસ બેસતાં ટપોટપ એકબીજાના સંબંધો બંધાયા.
આની અસર ચારેબાજુ પ્રસરી. પરિણામે દશાશ્રીમાળીનો બીજો પાંત્રીસીનો ગોળ પણ બંધાયો. આ ગંગોળનાં નામો ગામની સંખ્યાને અનુલક્ષીને પડ્યાં છે. બાવીસ ગામના સમુદાયના હિસાબે બાવીસી અને પાંત્રીસ ગામના સમુદાયના હિસાબે પાંત્રીસી. જેવી રીતે દશાશ્રીમાળીમાં ગોળ બંધાયા તેવી રીતે વીસા | શ્રીમાળી જ્ઞાતિમાં પણ જુદા જુદા ગોળ બંધાયા. જેઓ ગોળમાં શરૂઆતમાં દાખલ ન થયા તેઓને ખૂબ જ! સહન કરવું પડયું અને તેમને પછી બીજા નાના ગોળ બાંધવા પડ્યા. [ આ ગોળ બાંધવાના પરિણામે કન્યાવિક્રય, સાટાપાટા બંધ થયા. અને આસપાસના ગામડાંમાં Jપ્રેમ, ભાઈચારો વધ્યા તથા એકબીજાના દુઃખના સહભાગી થવાનું પણ બન્યું. છે પરંતુ સમય જતાં ધંધાની અને કુટુંબની સ્પર્ધાના કારણે હુંસાતુસી અને એકબીજાથી ચડિયાતા.
થવાના હિસાબે નાના મોટા સર્કલો બંધાયા. છતાં સમાજશાસ્ત્રમાં જણાવેલ ચાર પુરુષાર્થ પૈકી “કામ” jપુરુષાર્થની ભારતની સંસ્કૃતિને અનુસરીને સારી વ્યવસ્થા થઈ. અને આ વ્યવસ્થા લગભગ સો વર્ષ સુધી 1
વ્યવસ્થિત ચાલી. છેલ્લા ત્રીસ વર્ષથી આ વ્યવસ્થામાં ખૂબ જ ભંગાણ પડયું છે. તેના પરિણામે વર્ણસંકરતા! Iઊભી થઈ છે.
અમારા કુટુંબના સભ્યોને શહેરમાંથી ગામડાંમાં રહેવાના કારણે કન્યા નહિ મળવાથી આ પંચોમાં | jજોડાવાની ફરજ પડી. તેથી મારા પિતાશ્રીના મોટા ભાઈ વાડીલાલ બાવીસીના પંચના આગેવાનોને મળ્યા
અને બાવીસીના પંચમાં દાખલ થયા. જ્યારે અમારા કુટુંબના એક વડીલ મગનલાલ પાંત્રીસીના પંચના | Jઆગેવાનને મળવા ગયા અને તેમણે પાંત્રીસીના આગેવાનોને અમારા કુટુંબને પાંત્રીસીમાં દાખલ કરવા | વિનંતી કરી. પાંત્રીસીના પંચોએ તે વાતનો સ્વીકાર કર્યો. પરંતુ બાવીસીના પંચનાં કુટુંબો સાથે અમારે વધારે !
પડતો ઘરોબો (વ્યવહાર) હોવાથી મોટા ભાગના સભ્યોએ બાવીસીમાં જોડાવાનું પસંદ કર્યું. i કેટલાક સભ્યો પાટણના સંપર્કમાં જ રહ્યા. બાવીસી કે પાંત્રીસીમાં જોડાવાનો સ્વીકાર ન કર્યો. ===============================
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-