________________
સર્વસાધારણ ઉપયોગ થાય તેમાં માનનારા છો. અમે દેવદ્રવ્યની રક્ષાને લક્ષમાં રાખી કેસ લડીએ છીએ.” Jતેમણે મને જવાબ આપ્યો, “આ બધી વાત છોડો. તમે અહીં આવ્યા છો. મારે તમને બધી રીતે મદદ કરવી! જોઈએ. અને મારે જૂનો બધો મતભેદ ભૂલી જવો જોઈએ. તમારે દિલ્લીમાં કોઈ પણ કામમાં મારી જરૂર! હોય ત્યાં તમારે મને સુખેથી કહેવું”. ઇન્દ્રસૂરિ મ.ને નહેરૂ કુટુંબ સાથે સારો સંબંધ હતો. અને દિલ્લીનાં પંચાતુર્માસો દરમ્યાન રાજદ્વારી પુરુષો સાથે પણ ઘણો ઘનિષ્ઠ સંબંધ હતો. તેઓ અમને ખૂબ ખૂબ ઉપયોગી ; |નિવડતા હતા. શાસ્ત્રો અને શાસ્ત્રપાઠો પૂરા પાડતા. એટલું જ નહિ, પણ અમારા સમર્થનનાં સ્થાનો પણ તે
ટાંકી કાઢી આપતા. દિલ્લીમાં મારો તેમની સાથે થયેલ ગાઢ પરિચય તે જીવ્યા ત્યાં સુધી ખૂબ સારો રહ્યો.' Tગુજરાતમાં આવ્યા અને મુંબઈ ગયા ત્યારે પણ હું તેમને અવારનવાર મળતો. તે ખૂબ નિખાલસ અને ! ઇતિહાસના સારા વિદ્વાન હતા. તે ક્ષત્રિય કુંટુબના હતા. એકવાર તેમણે મને કહ્યું તે “મારા કુટુંબના માણસો માંસાહારી હતા. તેમણે મને ચોમાસાની વિનંતી કરી. મેં તેમની વિનંતી સ્વીકારી. મેં તેમને કશું જ કહ્યું : jનહિ. છતાં હું ચોમાસું રહ્યો ત્યારે તેમનાં બધાં ઘરોમાં કંદમૂળ વિગેરે પણ વપરાતું બંધ થયું. તેઓ મને | |પૂછવા કરતાં દિલ્લીના શ્રાવકોને પૂછી જૈન કુટુંબની મર્યાદા જાણી લાવતા. અને એક-એક ઘર જૈન કુટુંબT જેવું ચુસ્ત બની ગયું”.
(૧૦) સુપ્રિમ કોર્ટમાં ચુકાદો આવ્યો, ત્યારે કસ્તુરભાઈ શેઠ દિલ્લીમાં હતા. અમે (હું અને રતિલાલ પાનાચંદ) કોઈક કારણસર દિલ્લી સ્ટેશન પર ગયા. શેઠ અમને મળ્યા. શેઠને અમે દિલ્લીમાં સુપ્રિમ કોર્ટમાં Iકેસ ચાલ્યો તે વાત કરી. શેઠ ખુશ થયા અને કહ્યું, બધું સારું કર્યું. અમે કહ્યું, અમને બીક હતી કે કેસમાં! હારશું તો લોક અમને પથ્થરો મારશે, પણ શાસનદેવીની કૃપાથી જે થયું તે સારું થયું. શેઠે જવાબ આપ્યો, “શુદ્ધ બુદ્ધિથી કરનારને કોઈ દિવસ મુશ્કેલી પડતી નથી. જે કાંઈ તમે કર્યું તે ખૂબ ખૂબ સારું કર્યું છે. હું તમને ખૂબ ધન્યવાદ આપું છું. અને આ અંગે મારું કાંઈ પણ કામ હોય તો મને મળજો”. | સુપ્રિમ કોર્ટમાં હું જાણું છું તે મુજબ આ અમારી અપીલ ખૂબ મહત્ત્વની હતી. અને તે લૉ રિપોર્ટોમાં! !ઠેર ઠેર છપાઈ હતી. આ કેસમાં અમને ૧૮૦૦૦ રૂા. લગભગ ખર્ચ થયો હશે. સુપ્રિમ કોર્ટમાં કેસ લડવા!
માટે આ ખર્ચ બહુ ન ગણાય, પણ તે વખતે જમાનો સસ્તો હતો અને શ્યામપ્રસાદ મુકરજીએ એન.સી. 'ચેટર્જીને નજીવી રકમ આપી અમારા કામમાં મદદ કરી હતી. સુપ્રિમના કેસ દરમ્યાન શ્યામપ્રસાદ મુકરજી; સાથેનો અમારો સંબધ સવિશેષ થયો હતો.
(૧૧) સુપ્રિમનો ચુકાદો આવ્યા બાદ પૂ. ધર્મસાગરજી મ. અને અમને ખૂબ ધન્યવાદ મળ્યા. એટલું જ નહિ, પણ કસ્તુરભાઈ શેઠે તો અમારા ચુકાદાની ખૂબ-ખૂબ પ્રશંસા કરી, અને એટલે સુધી બોલ્યાં કે ; 1 “અકબર બાદશાહનાં તામ્રપત્ર જેવો આ ચુકાદો છે”. તેમણે નગરશેઠના વડે અમદાવાદનો સંઘ બોલાવ્યો.
અમારી, ધર્મસાગરજી મ.ની, ભોગીભાઈ શેઠની અને જીવાભાઈની ખૂબ-ખૂબ પ્રશંસા કરી. અને અમે ટ્રસ્ટનું Iએક્ટના જે સમર્થનમાં હતા તે ભૂલ સુધારવા બદલ ખૂબ આભાર માન્યો.
================================ ૧૨૨]
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા
-----
|.