SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ આ વાકયમાં વદત વ્યાઘાત જેવું સાક્ષાત દેખાય છે. એક બાજુ માંસભક્ષણમાં કોઈ દોષ નથી. મદિરા પીવામાં ગુનો નથી. મૈથુન સેવવું તે પણ પ્રાણીને સ્વભાવ છે. આવું બેલીને પછી, તેના ત્યાગને મહાન લાભ છે. આ બોલનારને આપણાથી પ્રામાણિક કેમ કહેવાય? પ્રશ્ન : કેટલાકો કહે છે કે માણસ ભૂખે મરતા હોય તે માછલાં, મટન, મુરઘાં ખાવાને વાંધો નથી? આ પ્રચાર વ્યાજબી નથી ? ઉત્તર : તે પછી ભૂખે મરતા રાક્ષસે, સિહો, કે દીપડાઓ વગેરે પ્રાણીઓ, માણસને ખાઈ જાય તે ગુને ન ગણાવો જોઈએ ?વળી ભૂખે મરતા માણસે ધનવાનોના ઘરમાં, વખારોમાં કે, ક્ષેત્રોમાં, ચેરી કરે તો ગુનો ન ગણાવો જોઈએ ? વળી અત્યંત કામાતુર વાંઢો માણસ કોઈની પુત્રી–પત્ની—ભગિની ઉપર બળાત્કાર કરે તો ગુને ન ગણાય? જેમ આ બધા લોકો કાયદાથી ચોકસ ગુનેગાર ગણાયા છે. અને પાપ ચોકસ લાગે છે. તેમ આપણા સ્વાદ પોષવા કે ઉદર ભરવા માટે, બીજાના પ્રાણ લેનારા પણ, ઈશ્વરના (કર્મરાજાના) દરબારમાં ગનેગાર કેમ નહીં ? હિંસા, અસત્ય, ચોરી અને પરસ્ત્રીસેવન, બધાજ ગના છે. પછી તે માણસ હોય કે પશ હોય, જેમ સરકાર પોતાની સરહદના ગુનેગારને, અન્યાયને દંડ આપે છે, તે જ પ્રમાણે કર્મરાજા પણ સમસ્ત જગતના ગુનેગારોને તેમના ગુનાના પ્રમાણમાં, અવશ્ય શિક્ષા આપે છે. અને નરકાદિ કગતિઓના કારાગારો=કેદખાનાઓમાં ધકેલાયા છે. પ્રશ્ન : કેટલાક માને છે, બોલે છે કે પાપ અને પુણ્ય જેવી કોઈ વસ્તુ છેજ નહિ. આ વાત સાચી નથી? ઉત્તર : સાચી નથી એમ નહીં પણ તદ્દન ખોટી છે. પુણ્ય પાપ આપણા વર્તમાન સુખદુ:ખની સાક્ષી પૂરે છે. માણપણું સમાન હોવા છતાં, ઉદ્યમ પણ અવિરત ચાલુ હોવા છતાં, મોટાભાગના માણસે, પેટપૂર ખોરાક પામતા નથી. શરીર ઢાંકવા વસ્ત્રો મળતાં નથી. બેસવા, સુવા, રહેવા માટે મનપસંદ સ્થાન નથી. જ્યાં ત્યાં પડયા રહીને; જે તે ખાઈને, ફાટેલાં તૂટેલાં, ગળેલાં, સડેલાં, ભીખી માગી લાવેલાં વસ્ત્રો પહેરીને, વિટાળીને, ઉના નિસાસા મૂકી, જિંદગી પૂર્ણ કરે છે. પશુઓ બીચારા, બકરા, ઘેટાં, પાડા, ભુંક કુકડાં, માછલાં, હરણ, સસલાં, રોઝ, પક્ષીઓ, સર્પો, અજગરો વગર ગુને માણસેના પ્રહારોથી, અકાળ મરે છે. શિકારીઓના શિકાર બને છે. ભક્ષકોના ખેરાકમાં વપરાય છે. ખેતીમાં ઘાણીમાં મજરી આપે છે. ઊંટ, ગધેડા, બેલ, પાડા, પોઠીયા ભાર ઉપાડે છે. શરીરે ચાંદા પડે છે. મરવા વખતે સુધા, તરસ, તાપ, રોગ આક્રમણના અસહ્ય દુ:ખે ભેગવી, બરાડા, બૂમ, ચી, પાડીને મરે છે. આ બધાજ સાક્ષાત પાપના પુરાવા છે. પ્રશ્ન : લોકો કહે છે કે અત્યારે સાક્ષાત ભયંકર પાપ કરનારા સુખ ભોગવે છે. અને બીજા કેટલાક જીવદયા, અભયદાન, સુપાત્ર દાન, આપનારા આવી અનેક ધર્મની આરાધના કરનારા પણ દુ:ખ ભોગવે છે. તે પછી પૂણ્યપાપનો ફળરૂપ સાક્ષાત્કાર કયાં છે? ઉત્તર : કેટલાક ચોરો કે પરદાર લંપટી, ગુંડાઓ, મહિનાઓ કે વર્ષો સુધી, ચોરીઓ કરીને, બારે માસ મનપસંદ જમે છે, વેશ્યાઓ અને રખાતો ભગવે છે. સરકારની પકડમાં ન આવે ત્યાં સુધી તેવાઓ સ્વર્ગ જેવાં સુખ માણે છે.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy