SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ८ આ હજાર બારસો વર્ષનું ઈતિહાસ જ્ઞાન ધરાવનારા માણસ, જરૂર સમજી શકે છે કે, “માનવ સેવા તેજ પ્રભુ સેવા” બાલનારાઓએ, માનવસેવા કરી છે કે? પક્ષસેવા કરી છે? આવા મહાશયોમાં પ્રામાણિકતા કે ઉદારતા દેખાતી હોય તે પણ, આત્મકલ્યાણ માટે તો નથી જ હોતી, વાસ્તવિકતાએ તો, અહિંસા, સત્ય, અચૌર્ય, અને બ્રહ્મચર્ય, જૈનશાસન સિવાય, બીજા દર્શનામાં, ફકત બોલવા પૂરતું જ પુસ્તકોમાં કે પ્રચારમાં ટકી રહેલું હાય છે. પ્રશ્ન : પ્રામાણિકતા અને ઉદારતા થોડી હોય, તેટલી પણ અનુમોદવા યોગ્ય ખરી કે નહીં? ઉત્તર : કેટલાક બહારવટિયા પણ, પરસ્ત્રીને પુત્રી, બહેન, સમાન માનનારા હતા. અને હોય છે. કેટલાક કસાઈઓ પણ ચારીનું ધન લેતા નથી. કેટલીક વેશ્યાઓ પણ અસત્ય બોલતી નથી. ચોરી કરતી જ નથી. આવા ભયંકર દોષો સાથે ભળેલા ગુણા, આત્મકલ્યાણ કરવાની જગ્યાએ સ્વ અને પરનું સત્યાનાશ જ વાળનારા થાય છે. દૂધના મોટા ભાજનમાં પડેલા સામલ, દૂધને ઝેર બનાવે છે. તેમ, હિંસા, અને અબ્રહ્મચર્યની સાથે ભળેલા, સત્યતા અને પ્રામાણિકતાના ગુણા, લાભ નહીં પણ નુકસાન કરનારા જ થાય છે. પ્રશ્ન : તો પછી પ્રામાણિકતા ગુણથી લાભ નથી જ ? ઉત્તર ઃ ભાઈઓ ! જીવતા જીવના બરાડા, મૂંઝવણ, ગભરામણ, અકળામણ, નજરે દેખવા છતાં જેમને દયા આવેજ નહીં, તેવાઓની પ્રામાણિકતા કેમ સારી કહેવાય? મરતા જીવાના પ્રાણની ચોરી કરનારા, પ્રામાણિક કેમ ગણાય? માત્ર માણસાના પોષણ અને રક્ષણ માટે અબાલ જીવોના નાશનો પ્રચાર કરનારા કે લખનારા સત્યવાદી કેમ કહેવાય? અબજો જીવાના નાશ કરનારી પ્રયોગશાળાઓની ખિલવણી માટે સખાવતો કરનારાઓને ઉદાર કેમ કહેવાય ? અને પ્રાણીમાત્રનું ભલું કરનાર એવા ધર્મના સંસ્કારોને નાશ કરનારી કેળવણીના વિકાસ ને જ્ઞાન દાન કેમ કહેવાય ? પ્રશ્ન : તો પછી માનવતા કહેવાય કોને? ઉત્તર : જેનામાં ઝીણા મોટા મનુષ્ય કે પશુની, દયાની મુખ્યતા હોય, નિર્દયતા, નીચતા, અધમતા, અનાચાર વગેરે લાકવિરૂદ્ધ આચરણા હોય જ નહીં, તથા દેશ વિરૂદ્ધ, ગામવિરૂદ્ધ, જ્ઞાતિ વિરૂદ્ધ, ધર્મ વિરૂદ્ધ, બધા ખરાબ વહેવારો બંધ થાય, ત્યાં જ સાચી માણસાઈ આવી શકે છે, અને ટકી શકે છે, અને ફેલાવા પામે છે. પ્રશ્ન : આર્યલોકોમાં સાચી માણસાઈ આવી શકે ખરી કે નહીં? ઉત્તર : ધર્મના નામે પણ બીજાઓના નાશની ભાવના હોય; પ્રચાર હોય; ત્યાં માણસાઈ કેમ આવે ? વાંચો : અન્યધર્મસ્થિતઃ સત્યા, બપુરા વ વિષ્ણુના । ઉજ્જૈનીયા તેષાંત્તિ, વર્ષે યોજો ન વિદ્યતે” શ્ અર્થ : જેમ વિષ્ણુ ભગવાને અસુરોનો નાશ કર્યો છે, તેમ બીજા ધર્મોમાં રહેલા મનુષ્યોના, નાશ કરવામાં કશાજ દોષ નથી. આવાં ઉશ્કેરાટથી ભરેલાં શાસ્ત્રોને માનનારા; વાંચનારા; પ્રચારનારા; આર્યાહોવા છતાં અનાર્યોથી સારા કેમ ગણાય? વળી કહે છે કે: નમાંસમક્ષળે રોષો, ન મયે ન વ મૈથુને પ્રવૃત્તિયેવ સૂતાનાં, નિવૃત્તિસ્તુ માઁ” ૨ અર્થ : માંસભક્ષણ કરવામાં, મદિરાપાન કરવામાં, અને મૈથુન સેવવામાં કશાજ દોષ નથી, જગતના જીવોના સ્વભાવજ આવા છે. છતાં કોઈ આ ત્રણ વસ્તુ ત્યાગ કરે તો મોટું ફળ છે.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy