SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર દોષ આપણને સતત હેરાન કરે છે. (૧) આહાર સંજ્ઞા (૨) શરીર મમતા (૩) સ્વાર્થી બુધ્ધિ (૪) ચંચળ મન. આ ચારને જીતવા માટે તપ બતાવવામાં આવેલ છે. તપ મલિનતાને નાશ કરે છે. આપણી અંદર ઘણા પ્રકારની મલિનતાઓ રહેલી છે. એ દૂર નહિ થાય ત્યાં સુધી આપણે આપણા સ્વરૂપને જોઈ જ નહિ શકીએ. મિલનતા દૂર થઈ ગયા પછી આપણું ચિત્ર આખું અલગ હશે. રાજાએ બે ચિત્રકારને છ મહિનામાં ચિત્ર બનાવવાનું કહ્યું : એકે પહેલા દિવસથી જ ચિત્ર બનાવવાનું શરૂ કર્યું. બીજાએ છ મહિના માત્ર દિવાલને ઘસી ઘસીને ચકચકિત કરી. રાજા જ્યારે ચિત્ર જોવા આવ્યા ત્યારે પહેલા ચિત્રકારે દોરેલું ચિત્ર બીજા ચિત્રકારની ઘસેલી દિવાલ પર એવું સુંદર પ્રતિબિંબિત થયું કે તે જાણે પ્રત્યક્ષ રીતે જ શોભી ઊઠ્યું. અને ઈનામ બીજા ચિત્રકારોને મળ્યું. બસ આપણે પણ તપ દ્વારા મલિનતાને નાશ કરવાની છે. જેનાથી જ્ઞાન-દર્શન-ચારિત્ર પણ સમ્યક્ બની જાય છે અને ઘસેલી દિવાલ જેવું આપણું હૃદય બની જાય છે. એટલા માટે પણ તપ જરૂરી છે. પ્રાયમસમાં આગ દેખાય છે કેરોસીન નહીં, તેમ ખાવાના પદાર્થો દેખાય છે. પરંતુ આહાર-સંજ્ઞા દેખાતી નથી. શરીરની સગવડતાઓ દેખાય છે, પરંતુ શરીર પરનો રાગ ભાવ દેખાતો નથી. આહારસંજ્ઞા કે શરીર પરનો રાગ ભાવનું દર્શન તપ જ કરાવે છે. ચંચળ મનની દુર્બુધ્ધિનો નાશ કરે છે. આના ઉપરથી તપનું મહત્ત્વ કેટલું છે એ ખ્યાલ આવે છે. અનાદિકાળથી દેહાધ્યાસ ચાલુ છે. શરીરની મમતાને જીભના ચટકા સ્વરૂપ આહારસંજ્ઞા, સ્વાર્થમયબુધ્ધિ, ચંચળ મન માનવભવના સ્ટેશન પર ઉતરીએ ત્યારે લેવા આવી જાય છે. મોહનીય કર્મની ૭૦ કોડાકોડી સાગરોપમની સ્થિતિ છે. તેમાંથી ૬૯ કોડાકોડીને ખપાવી દીધી માત્ર એક જ બાકી હોય છે. પરંતુ આ ચારે ભેગા થઈ સરળ એવા આત્માને ભોળવી લે છે અને ફરી એકમાંથી સીત્તેર કરી દે છે. ફરી રખડવાનું, ભટકવાનું ચાલુ જ છે. આને દૂર કરનાર હોય તો તપ જ છે. “તપનું ખીલાવો કમળ, દૂર થઈ જાય સંસાર વમળ, આત્મા બની જાય સરળ, તો મુક્ત થઈ જાય કર્મો સકળ.’’ સમજપૂર્વકનું તપ કરવા માટે એક માત્ર માનવભવ છે. જે કર્મોની નિર્જરા કરાવીને જ રહે છે. જ્યારે એમને એમ તપ કરીને સામાન્ય કક્ષાનું પુણ્ય તો ચારે ગતિના જીવો પ્રાપ્ત કરી શકે છે. પરંતુ સમજપૂર્વકનું તપ કરવા માટે તો માનવભવમાં જ છે. જેટલો ફાયદો ઉઠાવાય તેટલો ઉઠાવી લેશું તો અંતરાયો તૂટતા જશે. જીવન તપમય બની જશે. તપમય જીવન બનતા દેહાધ્યાસ તૂટવા લાગશે. આખી દ્રષ્ટિ બદલાઈ જશે. દાસી રોજ રાજાના પલંગ ઉપર રહેલી શૈયાને સજાવવાનું કામ કરતી. વિચાર પણ આવતો કે આ ફુલવાળી શૈયા પર ઊંઘ કેવી રીતે આવતી હશે. એક વખત પોતે જ એના ઉપર સુઈ ગઈ. ઘસઘસાટ નીંદર આવી ગઈ. સમય થયો ને મહારાજા આવ્યા. દાસીને સુતેલી જોઈને ક્રોધિત બની ગયા. ક્રોધ ભરેલા અવાજથી દાસી જાગી ગઈ. રાજા એ સો ફટકાની સજા કરી. ફટકા પડતા ગયા. દાસી રડવાને બદલે એકાએક 4
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy