SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ @@@@ ભારત દેશ કૃષિ પ્રધાન છે, તેમ ઋષિપ્રધાન પણ છે. કૃષિપ્રધાન એટલે કે માત્ર ખેતીની વાત કરી. ભૌતિક સુખ પ્રાપ્ત કરવાની વાત નથી બતાવી, પરંતુ ભૌતિકતાની સાથે ઋષિ પરંપરા એટલે તપ-ત્યાગની, પરંપરાની વાત બતાવી છે. ભૌતિકતાની સાથે આધ્યાત્મિક્તાની વાત બતાવી છે. ભૌતિકતાથી થોડા સમય માટે સુખનું મનોરંજન થાય છે. પરંતુ લાંબા સમય માટે તો આધ્યાત્મિકતા જ કામ આવે છે. એ આધ્યાત્મિકતા એટલે અહિંસા, સંયમ અને તપ. તપ એક અણમોલ વસ્તુ છે. જેનો મહિમા દરેક ધર્મના દર્શનકારોએ બતાવ્યો છે. તપથી બે લાભ જીવનમાં થાય છે. : (૧) શરીર શુધ્ધિ (૨) આત્મ શુધ્ધિ. શરીર શુધ્ધિ:- તપથી શરીર શુધ્ધ બની જાય છે. જેમ ડમ્પીંગ ગ્રાઉન્ડ હોય અને જો એને બગીચામાં ફેરવવો હોય તો ગ્રાઉન્ડમાં કેરોસીન છાંટવું પડશે. આગ લગાડવી પડશે, જે તમામ કચરાને બાળી નાખશે. પછી જ બગીચો બનશે. તેમ ભગવાનના વચનની દિવાસળીથી તપધર્મની આગ લગાડવી પડશે. જેના કારણે ખોટી માન્યતાઓ, આશંસા કુસંસ્કારના કચરા બળી જાય છે, પછી જ ધર્મસમી બગીચો બને છે. જે આત્મતત્ત્વનો અનુભવ કરાવે છે. શરીરનો રાગ ઘટી જાય છે. આહાર સંજ્ઞા ઉપર વિજય મેળવી શકાય છે. શરીરમાં રહેલી ચરબી ઓગળી જાય છે. આવા તો ઘણા લાભ થાય છે. તપથી આત્મા ઉપર કર્મ મેલ જામેલો છે તે દૂર થઈ જાય છે. કર્મ મુક્ત બની જવાય છે. જન્મમરણનો અંત આવી જાય છે. આત્માની મોક્ષ તરફની ગતિ થઈ જાય છે. ઈચ્છાઓનો અંત આવી જાય છે. આવા તો અનેક લાભો થાય છે. માટે જીવનમાં તપ હોવો જરૂરી છે. શુધ્ધિ થતાં જ જીવ શુભમાં થી શુધ્ધમાં જાય છે. માટે જ ગૌતમ સ્વામીએ પણ ભગવાન મહાવીર સ્વામીને પુછ્યું : હે પ્રભુ! તપ કરવાથી જીવને શું લાભ થાય છે ? ત્યારે ભગવાને કહ્યું : હે ગૌતમ ! તપ કરવાથી વ્યવદાન થાય છે. બસ આ વ્યવદાન શરૂ થતાં અનેક રીતે પ્રગતિ થાય છે. લાભની પરંપરાનો સીલસીલો શરૂ થાય છે. માટે જ કહ્યું છે કે : | સર્વ તત્ તપસ્યા નણં I તપથી બધું જ મળે છે. તપ એ શરૂઆતમાં અઘરું લાગે છે. પરંતુ આગળ જતાં એ સહજ બની જાય છે. જેનાથી આત્માના આનંદની પ્રાપ્તિ થાય છે. જ્યાં સુધી સહજ ન બને ત્યાં સુધી કષ્ટ સહન કરવું પડે છે. સહજ બનાવવા માટે એને વારંવાર ઘુંટવું પડે છે. જેમ બાળક એકડાને વારંવાર ઘુંટે છે. ત્યારે મહેનત કરવી પડે છે. પરંતુ એક વખત ચૂંટાઈ ગયો પછી સહજ બની જાય છે. બસ તપ પણ એવું જ છે. બસ એક વખત ચૂંટાઈ જાય પછી એ સહજ રીતે પરિણમે છે. એવા તપને સહજ રીતે બનાવવા માટે જ્ઞાની પુરુષોએ આપણા ઉપર કેટલી બધી ણા કરી છે કે એમણે મુખ્યરૂપે તપના ૧૨ ભેદ બતાવ્યા છે. આમ તો ઘણા ભેદ છે. ૧૨ પ્રકારને બે વિભાગમાં વહેંચી દેવામાં આવ્યા છે. ૬ બાહ્યતપ અને ૬ આત્યંતર તપ. (જેનું વિસ્તારથી વિવેચન પ્રક્રણ ૨ માં કરેલ છે.) ( 3
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy