SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ ૩ સાહેબ બોલ્યા સમસ્ત જળ, સ્થળ, પરમાત્માના હુકમની અંદર છે. એમનો જ્યાં હુકમ થશે ત્યાં જ ગંગાની ધારા જશે, આસન લગાવીને બેસી ગયા ખબર પડતાં જ ગામજનો ભેગા થઈ ગયા. જોતજોતામાં ગંગામાં લહર આવી અને ચમત્કાર થયો. ગંગામાતા સામેથી દરિયા સાહેબ પાસે આવ્યા. લોકોએ જોયું તો જમીન પણ ભીની થઈ ગઈ હતી. દરિયા સાહેબ ઉત્તર દિશામાં થોડે સુધી જઈને ભ્રમણ કર્યું. માતા-પિતાના સમાચાર મળતા પોતાના વતનમાં આવ્યા. આસો મહિનો ચાલુ હતો. સોળે કળાએ ખીલેલા ચંદ્રમાંનું આગમન થઈ ગયું હતું ત્યારે સતગુરુ સામેથી ત્યાં આવ્યા. થોડા દિવસ ત્યાં રોકાયા. દરિયાને ગૂઢ વાતો સમજાવી. અજર અમર લોક જેને ‘અકહ' કહેવાય છે. જ્યારે સતગુરુનો અંતિમ સમય આવ્યો ત્યારે માંગવા માટે કહ્યું ધન, સંપત્તિ, ઐશ્વર્ય વિગેરે પરંતુ સાહેબે એવું કંઈ જ ન માંગતા એટલું જ માંગ્યું કે માયા, ઇન્દ્રિયોના પ્રલોભનોમાં ક્યાયં ન ફસાય. ક્યાંય હાથ લાંબો કરવો ન પડે અને એમના શિષ્યોને ક્યારેય અન્ન-વસ્ત્રાદિનો અભાવ ન રહે. દરિયા સાહેબ ઇમાનદારીથી પોતાની આજીવિકા ચલાવવી જોઈએ એમણે જાતિ કે ધર્મનો ભેદભાવ પણ ન રાખ્યો. સાદગીભર્યું જીવન હતું. ભક્તિ કરતાં કરતાં નિર્ભયતા પ્રાપ્ત થઈ હતી. આ નિર્ભયતાના કારણે વિરોધીઓ વચ્ચે પણ ટકી શક્યા હતા. મોઢા ઉપર ભક્તિનું તેજ અલૌકિક હતુ અને ભક્તિ કરતાં કરતાં સમય કયાંય નીકળી જતો એ પણ ખ્યાલ નો'તો રહેતો. ભક્તિમાં એટલા બધા લીન બની જતા હતા કે સમગ્ર વસ્તુને ભૂલી જતા હતા. એમની તપોભક્તિના તેજને જોઈને કોઈ એમની સામે આવવાની હિંમત પણ કરતુ ન હતું. આ તપમય ભક્તિ દ્વારા અનેકના જીવનમાં પરિવર્તન થયેલ હતું. સંત દરિયા સાહેબ એક ઉચ્ચ કોટીના સંત કવિ હતા. એમના સ્વરચિત ભોજપુરી પદ ખૂબ જ સુંદર છે એની હૃદય પર સીધી અસર થતી હતી. એમની રચનામાં અવધિ, વજ્રભાષા, હિન્દી, ભોજપુરી, ઉર્દૂ અને ક્યાંક પંજાબી જોવા મળે છે. અંતરના ભાવથી સહજ રૂપે નીકળતી હતી. બિહાર, ઉત્તરપ્રદેશ અને નેપાળમાં દોઢસો જેટલાં દરિયાપંથી મઠ છે. દરિયા સાહેબનું મૃત્યુ સંવત ૧૮૩૭ના ભાદરવા વદ ચોથને શુક્રવારે રાત્રિના સમયે થયેલું હતું. શાંતિ સમાધિપૂર્વક દેહનો ત્યાગ કર્યો હતો. દરિયા સાહેબનું જીવન એક સાચા સંતનું જીવન હતું. પોતાનું પુરુ જીવન એમણે પરમાર્થ માટે અને લોકોના કલ્યાણ માટે જીવ્યાં હતાં. કડકમાં કડક વિરોધ સામે પણ અડગ થઈને ઉભા હતા. જીવના જોખમેં સચ્ચાઈ અને જીવકલ્યાણના માર્ગમાં મગ્ન રહેતા હતા. પોતાનું વિલક્ષણ વ્યક્તિત્વ, અલૌકિક અનુભૂતિ અને પ્રભાવકારી ઉપદેશ દ્વારા એમણે પરંપરાગત રૂઢીએ, અંધવિશ્વાસ અને ૩૬૦
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy