SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૩ દરિયા સાહેબનું જીવચરિત્ર મુખ્યતઃ તેમના ગ્રન્થ જ્ઞાનદીપક પર આધારિત છે. દરિયાસાહેબ સત્તપુરુષના આદેશથી માતાના ગર્ભમાં આવ્યા અને દસમહિના ગર્ભમાં સત્તપુરુષનું ધ્યાન કરી સંસારમાં પ્રગટ થયા. બાળકના રૂપમાં એમનો જન્મ થવાથી એમના પરિવારમાં ખુશી વ્યાપી ગઈ હતી. દરિયાસાહેબ જ્યારે એક મહિનાના હતા, ત્યારે એક મહાત્મા એમના ઘરે આવ્યા અને એમની માતાએ બાળકને સંતમહાત્મા સામે લઈ આવ્યા. મહાત્મા આ બાળકને પગથી કરીને માથા સુધી ધ્યાનથી જોયો ત્યારે માતાને આ બાળકનું ખૂબ જ ધ્યાન રાખવા, સંભાળ લેવા અને પ્યારથી લાલન પાલન કરવાની શિખામણ આપી અને તે જ સમયે તેમણે બાળકનું નામ “દરિયા' રાખ્યું. આ મહાત્મા બીજા કોઈ નહિ પણ સગુરુ જ હતા. નવવર્ષની ઉંમરે તેમના લગ્ન માતા-પિતાએ કરી નાંખ્યા. બાલ્યાવસ્થામાં ભોળપણમાં પસાર થઈ ગયું પરંતુ થોડા મોટા થયા ત્યારે તેમણે અનુભવ કર્યો કે સંસારના મોહ-માયાની તેમના પર અસર ન હતી. પંદર વર્ષના થઈ ગયા છતા અંદરથી ઉદાસ રહેતા હતા. પોતાની અંદર પ્રકાશ દેખાતો હતો પણ તે ઓલવાઈ જતો હતો. પાછલા જન્મોની સ્મૃતિઓ તેમની સામે આવીને ઉભી રહી જાતી હતી અને તેઓ વિચારોમાં ડૂબેલા રહેતા હતા. કેટલાક દિવસો બાદ એમના ઉપર સતગુરુની કૃપા થઈ અને એમને શબ્દનો ભેદ પ્રાપ્ત થયો. સતગુરુથી શબ્દનો ભેદ મળી જવાથી હૃદયને શીતલ કરવાવાળી શબ્દની મધુર ધૂન અથવા સુંદર અનહદ વાણી પ્રગટી ત્યારથી તેઓ પ્રેમ-ભક્તિ સાથે આયા નામથી સ્મરણ કરવા લાગ્યા. પ્રેમપૂર્ણ અભ્યાસથી એમની હૃદયની વિચરધાર નિર્મળ બની ગઈ અને સતગુરુએ બતાવેલી યુક્તિથી તેમનું આંતરિક જ્ઞાન ખુલી ગયું હતું. જ્યારે આ જ્ઞાનભંડાર ખુલ્યો ત્યારે તેમની ઉંમર વીસ વર્ષની હતી. દરિયા સાહેબે ગુરુ જ્ઞાનની વાત પરિવારને કરી કે સતગુરુના શરણમાં આવવાથી સદાને માટે છુટકારો થઈ જાય છે. એના માટે માંસ, માછલીનો ત્યાગ કરવો પડશે. પરેજી પાડવી પડશે. આંતરિક સાધનામાં લાગવા માટે ભાર મૂક્યો છે. એમના પરિવારે ખૂબ જ સદૂભાવથી એનો સ્વીકાર કર્યો એ અરસામાં પોતાનો પ્રથમ ગ્રંથ “દરિયા સાગરની રચના કરી હતી. એમણે મૂર્તિપૂજા તથા મંદિરોમાં જે બલિપ્રથા ચડાવવામાં આવતી હતી તેનો વિરોધ કરતા હતા. જ્યારે ગામના લોકો એમને મારવા માટે એમના ઘરે આવ્યા ત્યારે સામેથી દરિયાસાહેબ હાજર થયા. ગામના મુખીએ તલવાર ઉગામી નિર્ભય એવા દરિયા સાહેબને કોઈ અસર ન થઈ ત્યાં જ ભયંકર સિંહનાદ થયો ને બધા જ ભાગી ગયા. એક વખત સાહેબ ગંગાકિનારા પર રહેલું બહાદુરપુર ગામમાં આવ્યા ત્યાં નિહાલસિંહે એમના રહેવાની વ્યવસ્થા કરી હતી. ભક્તિ-સાધના તથા અભ્યાસ માટે ગંગાકિનારે બેઠા હતા ત્યારે ગણેશ પંડિત આવ્યા અને મશ્કરી કરવા લાગ્યા. વગર સામગ્રીએ કાંઈ થોડી પૂજા થાય...ત્યારે દરિયા (૩૫)
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy