SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ ૨ ઉપરના સઘળા પ્રયોગોએ મારો વ્યાધિ મટાડવામાં મને મદદ કરી અને લગભગ મારાં અર્ધાં દુઃખો નાશ પામ્યા. પણ મારા મન તથા આત્માને એટલી સહેલાઈથી સંતોષ થયો નહીં. પછી મેં ઈશ્વર પ્રેરિત પૂર્વના વિજ્ઞાનોનો અભ્યાસ કરવો શરૂ કર્યો અને મારે તો ઈશ્વર ને પ્રાપ્ત કરવા હતા. પછી મેં ત્રીસ દિવસના લાગટ ઉપવાસ કર્યા, આ ઉપવાસમાં મને ઈશ્વર પ્રાપ્તિ થઈ એનો અર્થ એ જ કે હું કોણ છું. તેનું મને જ્ઞાન થયું. કારણ કે ઈશ્વર અને હું એમ બે ગણાતી વ્યક્તિઓ તે એક જ છે. (અભેદ ષ્ટિએ) એમ દ્રઢ થયું. અનાઘનંત તત્ત્વનાં પરિણામી સત્યોનો અદ્ભૂત પ્રકાશ મારા અંતઃકરણથી થઈ ગયો. આ ઉપરથી આપ જાણી શકશો કે ઉપવાસ એ કેવળ શારીરિક વિકાસ માટે જ નથી પણ તેથી શારીરિક, માનસિક તેમજ આધ્યાત્મિક શક્તિઓનો વિકાસ થાય છે. અને ધ્યાન, ધારણા, એકાગ્રતા, તત્ત્વચિંતન, વિષયનિવૃત્તિ પ્રભુભક્તિ વગેરે તેમજ આત્મ સાક્ષાત્કાર માટે પ્રબળમાં પ્રબળ કારણ છે. તે દ્વારા કર્મોનો ક્ષય થાય છે અને કર્મોના ક્ષયથી મુક્તિ પ્રાપ્ત થાય છે. કેવળજ્ઞાન, કેવળદર્શન પૂર્વક થયેલી મુક્તિ બાદ આ જીવાત્મા જન્મજરા અને મૃત્યુથી પર થાય છે. અર્થાત્ તે મૃત્યુંજય બને છે અને સર્વ દુઃખથી મુક્ત થાય છે. અહીં ઉપવાસ વગેરે ૧૨ પ્રકારનાં તપ જૈન શાસ્ત્રને ઇષ્ટ છે. ઇન્દ્રિય સંયમપૂર્વ, શ્રદ્ધાપૂર્વક અને સમજણ પૂર્વક તેમજ હૃદયના ઉલ્લાસપૂર્વક કરેલ ઉપવાસ એજ મુક્તિ સાધક છે. એમ માનવાનું છે. નહિં કે કોઈ માત્ર ઉપવાસોથી મુક્તિ છે. માટે બરાબર ચિન્તન મનન નિદિધ્યાસન પૂર્વક તેમજ હૃદયની શાંતિપૂર્વક ઉપવાસ આદિ ૧૨ પ્રકારના તપને જીવનમાં ઉતારશો. તો આ લોકમાં અને પરલોકમાં જીવાત્મા આનંદ તેમજ આત્મજ્ઞાન, આત્મશાંતિ વગેરે મેળવી શકશે અને અનુભવી શકશે. તપ દ્વારા આત્મિક ગુણોની પ્રાપ્તિ ઃ શ્રી નવતત્વ પ્રકરણમાં તપને જીવના લક્ષણ તરીકે ઓળખાવ્યું છે. “જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, તથા ઉપયોગ એ જીવના લક્ષણ છે.” કર્મરૂપ કાષ્ટને બાળવામાં અગ્નિ સમાન હોવાથી “તપ” આત્માના શુદ્ધ સ્વરૂપને શીઘ્ર પ્રગટાવે છે. એ જ હેતુથી નવ તત્વમાં તપને “નિર્જરાતત્વ” તરીકે સ્વતંત્ર સ્થાન આપવામાં આવ્યું છે. (૧) તપસા નિર્ઝરથ : શ્રી તત્ત્વાર્થ સૂત્રમાં તપ વડે સંવર અને નિર્જરા થાય છે એમ બતાવ્યું છે. એટલે બાહ્ય અને અત્યંતર તપ એ આવતા કર્મોના ધસારાને અટકાવે છે અને જૂના ભૂતકાળના બાંધેલા નિવિડ કર્મોનો નાશ કરે છે. સમ્યકાદિ ગુણોની પ્રાપ્તિ તેના પ્રતિબંધક કર્મોની નિર્જરાથી જ થાય છે અને તેના આત્માના ગુણ સ્થાનકોની પ્રાપ્તિ પણ ધ્યાનાદિ તપ દ્વારા જ થતી હોવાથી આત્માના પ્રત્યેક ગુણને તપ પ્રગટાવી શકે છે. ૨૯૭.
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy