SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૨ એ શોધ થયા પછી વિધવિધ પદ્ધતિએ પશ્ચિમની પ્રજા ઉપવાસના પ્રયોગો આરોગ્ય પ્રાપ્તિ માટે અને રોગ નિવારવા માટે કરી રહી છે. યુરોપ અને અમેરિકાની પ્રજાએ ખૂબ પુરુષાર્થ અને શોધ પછી નક્કી કર્યું છે કે ભારતની ઉપવાસ પદ્ધતિ રોગ નિવારક અને આરોગ્ય વર્ધક તેમજ મજ્જા તખ્તઓમાં ચૈતન્ય ઉત્પન્ન કરનારી છે. ઉપવાસ (Fasting) પર અંગ્રેજીમાં આજકાલ ઘણું જ સાહિત્ય પ્રકાશિત થયું છે. ઉપરાંત ભારતના સંત મહાત્મા ગાંધીજી પણ ઉપવાસના પરમ આરાધક છે અને તેમના જીવનમાં ઉપવાસને મહત્ત્વનું સ્થાન છે. તેમના અનુભવથી જાણી શકાયું છે કે ઉપવાસ સાથે શરીર નિર્મળ થાય છે. તેમજ શરીરમાં વિજાતીય પરમાણુ નાશ પામે છે અને બુદ્ધિતર (Fresh) થાય છે. મહાત્માજીએ ઉપવાસનાં વિવિધ જીવનોપયોગી લાભ વિશેષનો પોતાનો અનુભવ પોતાનાં જીવન ચરિત્રમાં આપ્યો છે. એ પ્રમાણે અનેક વિચારશીલ પુરુષોએ ઉપવાસથી અનેક લાભ છે એમ પોતાનો અનુભવ જાહેર કર્યો છે. જીવન શુદ્ધિની સાધના તરીકે જે નવશિક્ષીત પ્રજા ઉપવાસને માનવા તૈયાર ન હોય તેમણે પશ્ચિમના આરોગ્ય શાસ્ત્રનાં વિદ્વાન ડોક્ટરોમાં અભિપ્રાય પ્રમાણે રોગનિવારક અને આરોગ્યપ્રદ તરીકે પણ ઉપવાસને પોતાના જીવનમાં સ્થાન આપવું આવશ્યક છે. ઉપવાસ માટે પાશ્ચાત્ય દૃષ્ટિ : પશ્ચિમની પ્રજાનાં બુદ્ધિવૈભવ માટે સૌ કોઈને માન છે. ગુણગ્રાહી તેમની જીવનશ્રેણી આવકાર પાત્ર છે. ભારતવર્ષમાં ઉપવાસને જ્યારે વિધવિધ દ્રષ્ટિ બિંદુથી જોવામાં આવે છે ત્યારે પશ્ચિમની કેટલીક પ્રજા ઉપવાસને એક આરોગ્યની દૃષ્ટિથી જ જુએ છે. તે દૃષ્ટિ અનુક્રમે વિશાળ થતાં પ્રભુ પ્રાપ્તિનો અનેકવિધ સાધનોમાં ઉપવાસને એક પ્રકારની સાધના માનવાનું આજે Edwardearle purinton તેણે પોતાની ફીલોસોફી ઓફ ફાસ્ટીંગ The Philosophy of fasting નામના ગ્રંથમાં તેમજ લાંબી અને પૂર્ણ વિશ્રાંતિનાં (ઉપવાસ) સમયમાં સર્વ શક્તિમાન ઈશ્વર કયા સાધનો વડે મનુષ્યનાં તન, મન અને આત્માની ઉન્નતિ કરે છે. તે સંબંધમાં સી.સી. ડેસ્કલ મી. શો. પ્રો. ડ્યુઈ આ સર્વ ઉપવાસ વિષયમાં ઘણું સાહિત્ય લખી ગયા છે. મી. મ્યુરિટન જણાવે છે કે – મારો રોગ નિવારણ કરવા માટે છેલ્લા ઉપાય તરીકે મેં કસરતને અજમાવી જોઈ. વળી મેં વિવિધ પ્રકારની આહારની પદ્ધતિઓનો જલોપચારનો, શ્વસન વિદ્યા કલાની, જાતે ક્રિયા કરવી પડે તેવી તથા બીજા પાસે કરાવવી પડે તેવી હલનચલન પદ્ધતિઓનો સૂર્યના કિરણાનો, હવાનો, માટીનો તેમજ અનેક નેચરોપથીનો અભ્યાસ કર્યો અને તે સર્વનો જાતે અનુભવ પણ ર્યો.
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy