SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૨ તપ સમાધિ પણ ચાર પ્રકારની છે. તે આ પ્રમાણે છે. (૧) સાધક આ લોકના સુખ માટે તપનું આચરણ કરે નહીં (૨) સ્વર્ગાદિના સુખ માટે તપનું આચરણ કરે નહીં (૩) કીર્તિ, વર્ણ (સ્લાઘા), શબ્દ કે પ્રશંસાને માટે તપનું આચરણ કરે નહીં, (૪) કર્મોની નિર્જરા સિવાય કોઈ પણ અન્ય પ્રયોજનથી તપનું આચરણ કરે નહીં ગાથાનો અર્થ - સહા વિવિધ ભેદ – પ્રભેદ યુક્ત બાર પ્રકારના તપમાં રત રહેનાર મુનિ પૌદગલિક ફળની ઈચ્છા - અભિલાષાથી રહિત હોય છે અને કેવળ નિર્જરાનો અર્થ હોય છે. આવો સાધક તપ દ્વારા પૂર્વકૃત કર્મોનો ક્ષય કરીને તપ સમાધિથી યુક્ત બની જાય છે. સમાધિને પ્રાપ્ત કરવી હોય તો ભૌતિક આશાઓનો ત્યાગ કરી એકાંત કર્મક્ષયના ઉદ્દેશની વાત કરી છે. કોઈ પણ પ્રકારની આશા (માંગણી)નો નિષેધ કરવામાં આવ્યો છે. ઈહલૌકિક કે પારલૌકિક સુખની આકાંક્ષાથી પ્રેરિત થઈને તપની આરાધના કરે તો તેનાથી કદાચ ભૌતિક ઈચ્છાઓ પૂર્ણ થાય પરંતુ સર્વકર્મના ક્ષયરૂપ લક્ષ્યની સિદ્ધિ થતી નથી. કોઈ પણ લૌકિક આશાથી તપ કરવાથી તે તપનું અવમૂલ્યન થાય છે તેમજ તે તપ સમાધિનું નિમિત્ત બનતું નથી આ સૂત્રમાં તપ કરવાનું સુંદર શિક્ષણ આપી અનેક પ્રકારની મિથ્યા વિટંબણાઓમાંથી મુક્ત થવાનો માર્ગ બતાવ્યો છે. જે આ સૂત્રનું મહત્વનું પાસુ રહેલું છે. શ્રી આચારંગ સૂત્ર - આચારાંગ સૂત્ર સંપૂર્ણ જાણે તપથી ભરેલો છે. અહિ તપ એ માત્ર ઉપવાસની જ વાત નથી બતાવી પરંતુ “બાપા તવો” એટલે કે પરમાત્માઓની આજ્ઞાનો સ્વીકાર કરવો એ પણ તપ છે. જેમકે ચિંતન-મનન કરવુ એ પણ તપ છે. છયેકાયના જીવોની દયા પાળવી એ પણ તપ છે. કારણ કે સ્વાર્થભાવનો ત્યાગ કરી સંયમભાવને કેળવવો પડે છે. પ્રમાદ (આળશ)નો ત્યાગ કરવો એ પણ તપ છે. આત્મજાગૃતિને કેળવતા રહેવું એ પણ એક તપ છે. સંસારના ભોગ-ઉપભોગ પ્રત્યે નિર્વેદભાવ રાખવો એ પણ એક તપ છે. અહિંસા આદિ વ્રતોનું પાલન કરવું એ પણ એક તપ છે. ગુરુની સાનિધ્યમાં રહેવુ, ગુરુની આજ્ઞામાં રહેવુ, ગુરુના ઈષારામાં રહેવુ, ગુરુના શબ્દમાં રહેવુ, ગુરુ કહે તેમ રહેવુ, ગુર્નાદિકનો વિનય કરવો, આ પણ એક તપ જ છે. ૨૨ પરીષહોમાંથી કોઈ પણ ઉદયમાં આવે અથવા ક્યાંયક સગવડ ન થઈ, ધાર્યુ કામ ન થયુ ત્યારે સમતાભાવે સહન કરવું એ પણ એક તપ છે. ઓછામાં ઓછા સાધનો દ્વારા રહેવાવાળો મુનિ કે સાધક આત્મા ક્યારે પણ ખેદ પામતો નથી, સગવડતા
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy