SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૨ એ સિવાય પણ વિવિધ પ્રકારના તપના નામ બતાવ્યા છે જે તાપસી, પરિવ્રાજક સન્યાસીઓના અભિગ્રહપ આદિની વાત બતાવવામાં આવી છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર - ઉત્તરાધ્યયન સૂત્રનું ૩૦મું અધ્યયન તપોમાર્ગ ગતિનું જ છે. આ અધ્યયનામાં તપમાર્ગ તરફ ગતિ કરવાનું સુચન બતાવ્યું છે જે કર્મનિર્ભર કરવાનું ઉત્તમ સાધન છે. जहा महातलावस्स, सण्णिसद्धे जलागमे । उस्सिंचणाए तवणाए कमेणं सोसणा भवे ।। एवं तु संजयस्सावि पावकम्म णिरासवे । भवकोडी संचियं कम्मं, तवसा णिज्जरिज्जइ ।। જે રીતે કોઈ મોટા તળાવમાં પાણીનો પ્રવાહ આવતો રોકાઈ જાય, જૂનું પાણી ઉલેચાઈ જાય અને સૂર્યના તાપથી તે તળાવનું પાણી સુકાઈ જાય છે. તેવી જ રીતે સંયમીજીવોને એટલે કે સાધક આત્માઓને પાપકર્મ આવવાનો માર્ગ બંધ થઈ જવાથી કરોડો ભવોનાં સંચિત થયેલા કર્મોની તપ દ્વારા નિર્જરા થાય છે. કર્મબંધ પણ અનેક પ્રકારે થાય છે. તો કર્મનિર્જરા પણ અનેક પ્રકારે થાય છે. આ અધ્યયનમાં પણ તપના છ આત્યંતર તથા છ બાહ્યતપના ૧૨ પ્રકાર બતાવ્યા છે. તેમજ પેટા પ્રકારો પણ બતાવ્યા છે. તપ એ દિવ્ય રસાયણ છે તે શરીર અને આત્માના યૌગિક ભાવોને દૂર કરી આત્માને પોતાના અયોગી સ્વરૂપમાં સ્થાપિત કરે છે. અનાદિકાળથી આત્માને શરીર સાથે ગાઢ સંબંધ રહ્યો છે. તે સંબંધ તૂટે, શરીરની મૂછ છૂટે તો જ આત્મા સંયમમાં સ્થિર રહી શકે છે. ત૫ એ શરીરની મૂચ્છ તોડવા માટેનો એક અમોઘ ઉપાય છે. શ્રી દશવૈકાલિક સૂત્ર - આ સૂત્રમાં ચાર પ્રકારની સમાધિ બતાવતા તપ પણ એક સમાધિ બતાવી છે. સમાધિ એટલે સમભાવમાં રહેવું, ચિત્તની પ્રસન્નતા રહેવી. ઉદ્વેગ રહિત રહેવુ, વૈરાગ્ય ભાવમાં રહેવું, પર માંથી નીકળી સ્વમાં પ્રવેશ કરવો. આવી સમાધિને પ્રાપ્ત કરવા તપાચરણની વાત બતાવી છે. આવી ઉત્તમ સાધનાધિમળે કેવી રીતે ? તેની સાધના આ પ્રમાણે બતાવી છે. चलव्विहा खलु तवसमाहि भवइ, तं जहा - नो इहलोगट्ठयाए तवमहिछिज्जा, णो परलोगट्ठयाए तवमहिट्ठिज्जान्णो कित्तिवण्णसासिलोगट्ठयाए तवमहिटिज्जा, णण्णत्थ णिज्जरट्टयाए तवमहिट्ठिज्जा, चउत्थं पथं भवइ, भवइ य रत्थ सिलोगो। विविहगुणत्तपोरए य णिच्चं, भवइ णिरासए णिज्जरट्ठिए। तवसा धुणइ पुराणपावत्रं, जुत्तो सया तवसमाहिए।।
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy