SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૨ ને ધ્યાનમાં લીન થઈ શાંત પડે તો ગ્લાસમાં શાંત પડેલા પાણીનો કચરો શમી જવાની જેમ આત્માનો કચરો પણ શમી જાય છે. ભગવાન જેવા ભગવાન પણ જે તપ કરતા હતા તે તપને આત્મશુદ્ધિનું અટલ સાધન સમજીને તપ વિના આત્મા શાંત અને શુદ્ધ શીધ્ર નહિ બની શકે. તપ અચિંત્ય શક્તિ છે વગેરે તત્ત્વોમાં એમણે દઢ શ્રધ્ધા વ્યક્ત કરી છે. જગતમાં કોઈ એકપણ સારી ચીજ નથી કે જે તપના પ્રભાવે ન મળે. કોઈપણ આત્મા તપ કર્યા સિવાય મોક્ષમાં ગયો નથી, જતો નથી અને જશે પણ નહિ. તીર્થકરપણું, ચક્રવર્તીપણું, વાસુદેવપણું, બળદેવપણું પણ તપના પ્રભાવથી જ મળે છે. નિકાચિત પાપોનો નાશ કરવાની તથા પુણ્ય બંધાવાની તાકાત તપમાં છે. કોઈપણ જીવને ગમે ત્યારે સમ્યક તપનો આશ્રય કર્યા વગર છૂટકો નથી. દરેક આત્માદિ અતિન્દ્રિય પદાર્થો માનનાર આસ્તિક ધર્મવાળાઓએ પણ તપને ઘણું ઘણું મહત્ત્વ આપ્યું છે. એમના ધર્મગ્રંથોમાં પણ તપનું મહાન ફળ લખ્યું છે. “શાનમેવ વધા: પ્રાદુ : મંળાં તપનાત્ તા:” કર્મોને તપાવે તે તપ કહેવાય છે. નિકાચિત કર્મોને પણ તપ અગ્નિની જેમ તપાવી ભસ્મીભૂત કરી નાખે છે. માટે મહાપુરૂષોએ તત્ત્વથી જ્ઞાનને જ તપ તરીકે ઓળખાવ્યું છે. એ જ કારણથી અત્યંતર તપને મુખ્ય માનવામાં આવે છે અને અનશનાદિ બાહ્ય તપ પણ અત્યંતર તપને પુષ્ટ બનાવનાર જે તપસ્વીઓ ભગવાનની આજ્ઞા મુજબના તપ ને સમજ્યા નથી, જેનામાં શીલ પાલનરૂપ સામાન્ય બ્રહ્મચર્ય અને આત્મસ્વરૂપમાં રમણતારૂપ વિશેષ બ્રહ્મચર્ય પેદા થયું નથી અને જેઓ પરમાત્માનું સ્મરણાદિ કરતા નથી, તેવા તપસ્વીઓમાં ક્રોધ વધારે દેખાય છે. ક્રોધ એ તપનું અજીર્ણ છે. પરંતુ ઉપર જણાવેલ ગુણવાળામાં એ અજીર્ણ ન રહી શકે. તપસ્વીનું કુટુંબ પણ તેના તપને જોઈને કષાય હોય તો શાંત બની જાય. અનંતકાળથી કષાયોએ આપણા પર જે જુલ્મ ગુજાર્યો છે, તે જુલ્મ તપ કરનાર પર હવે કષાયો ન ગુજારી શકે. તપ કર્યા પૂર્વે કષાયોને પોતાના મિત્ર માનનારાઓ તપ કરતા કરતા અને પછી પણ કષાયોને શત્રુ માનનારા બની જવા જોઈએ. કષાયને જીતનારનું જગતમાં ગૌરવ ખૂબ વધી જાય છે. ક્રોધ કરનાર બીજા નબળાઓને ફફડાવી શકે, પણ પોતાના ન બનાવી શકે. ત્યારે ક્ષમા કરનાર બધાને પોતાના બનાવી શકે છે. જો તપસ્વી કષાયોને પોતાના કાબૂમાં લઈ. સમજાવી, ખૂણામાં ન બેસાડે તો તે તપસ્વી શાનો? તપસ્વી ક્રોધ ને આધીન ન બને, ક્રોધ તપસ્વીને સ્વાધીન હોય, તપસ્વી માનને આધીન ન બને,
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy