SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૨ તપનું આચરણ શા માટે કરવાનું છે? તપનું આચરણ કોઈ દુનિયાની સાહ્યબીને વશ કરવા માટે કે દુશ્મનને મહાત કરવા માટે કરવાનું નથી પણ આત્મ-ઉન્નતિ માટે કરવાનું છે. જેઓ દુનિયાની સાધનાઓ માટે તપકર્મનું આચરણ કરે છે અને તેને ધર્મરૂપે કરણીય કોટિમાં માનવાની ધૃષ્ટતા આદરે છે. તેઓ ખરેખર પોતાની જાતને ઠગવા સાથે અજ્ઞાન આત્માઓને પણ ઠગે છે અને સંસારમાં ચિરકાળ સુધી પરિભ્રમણ કરવાનું પાપકર્મ ઉપાર્જે છે. માટે કલ્યાણના અર્થિ આત્માઓએ સમ્યકતપનું આચરણ કરવામાં બીજા હેતુઓનો ત્યાગ કરી એક કર્મક્ષયના હેતુને લક્ષમાં રાખવો જોઈએ કે જેના યોગે અનાદિથી મલિન એવો આત્મા નિર્મલ થાય અને પોતાના સ્વરૂપને પામી સદાને માટે અનંત સુખનો ભોક્તા બને. આત્માનો જે અનંત વીર્યરૂપી ગુણ છે તેને પ્રગટાવનારા કારણોમાં તપ એ પણ એક મોટું કારણ છે. તપ કરવાના લાભો તો ઘણા છે પણ તપ નહિ કરવાના ગેરલાભો પણ ઘણા છે. તપ નહિ કરવાથી થતા ગેરલાભો જો એકવાર લક્ષમાં આવી જાય તો પણ તપ કરવાનો ઉત્સાહ જરૂર પ્રગટે. શ્રી આરાધના પતાકા નામના ગ્રંથમાં શ્રી વીરભદ્ર ગણિવરે ફરમાવ્યું છે કે “હે જીવ ! તું વીર્યને ગોપવ્યા વિના આત્યંતર અને બાહ્ય તપ કર. કારણ કે તપશ્ચરણમાં વીર્યને ગોપવવાથી વીર્યંતરાય કર્મ બંધાય છે.” છતી શક્તિએ સુખશીલમય બની જઈને આળસુ બની જાય. શરીરને વિષે મુછવાળો બની જઈ તપને આચરતો નથી. તે જીવ-માયા-કપટને આચરે છે. તપ કરવાની શક્તિ નથી એવો ડોળ કરે છે. આથી તે જીવ માયાજનિત કર્મ બાંધે છે. ઉપરાંત સુખશીલયો બનેલો તે જીવ તીવ્ર એવા અશાતા વેદનીય કર્મને પણ બાંધે છે. પોતાની આળસને કારણે તે મૂઢમતિ જીવ ચારિત્રમોહનીય કર્મને પણ બાંધે છે અને શરીર ઉપરની મૂછ એ પરિગ્રહ છે. તેથી પરિગ્રહજનિત કર્મ પણ બંધાય છે, માટે તપથી આળસ દૂર થાય છે. દેહ ઉપરની મૂછને કાપી નાખે છે. શારીરિક રોગો મટી જાય છે અને અદૂભૂત આરોગ્ય પ્રાપ્ત થાય છે. એક અખતરો કરવામાં આવ્યો. એક પાણીના ગ્લાસમાં લુખ્ખી રોટલી મૂકવામાં આવી અને બીજા પાણીના ગ્લાસમાં ઘી તરબોળ ચોપડેલી રોટલી મૂકવામાં આવી. પરિણામ એ જોવા મળ્યું કે થોડીવારમાં જ લુખ્ખી રોટલી પાણી સાથે એકમેક થઈ ગઈ અને ચોપડેલી રોટલી પાણી સાથે કેટલીયવાર સુધી મળી જ નહિ. આ સૂચવે છે કે લુખ્ખો ને મર્યાદિત આહાર ઠેઠ મુખની અમીથી માંડી હોજરીના રસો સુધીમાં જલ્દી સારી રીતે એકમેક થઈ જાય છે. અને પોષણ આપે છે, ત્યારે વિગઈઓના આહાર પચાવવા ભારે પડે છે. સાહિત્યકાર ઋષભદાસજી પણ કહે છે કે “આહારાદિ સંજ્ઞાઓની પ્રવૃત્તિઓ અને અજ્ઞાનમૂલક વૃત્તિઓમાં આત્મા જે ઉકળી રહ્યો છે અને ચલમલિત રહે છે એ જો એવા ઉકળાટને મૂકી તપ, જ્ઞાન
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy