SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૨ III) વિવેદઃ આત્મા અને શરીરનો પૃથકતત્ત્વનું વાસ્તવિક જ્ઞાન તેને થાય છે. કર્તવ્ય અકર્તવ્યનો સંપૂર્ણ વિવેક તેમાં જાગૃત થાય છે. ___ आद्या ज्ञान दर्शनावरण वेदनीय मोहनीयायुष्कनाम गोत्रान्तरायाः । આઠ કર્મોના બંધનના અલગ અલગ કારણ બતાવવામાં આવ્યા છે, તો સાથે સાથે કર્મોને તોડવાના ઉપયોગ પણ બતાવવામાં આવ્યા છે. જેવી રીતે સ્વાધ્યાય કરવાથી જ્ઞાનાવરણીય કર્મની નિર્જરા થાય છે. (૩) ચોવીસ તીર્થકરોની સ્તુતિથી દર્શનની વિશુદ્ધિ થાય છે. દર્શનાવરણીય કર્મ હલકુ બને છે. (૪) વિનય વંદના આદિથી નીચગોત્ર કર્મનો ક્ષય થાય છે. (૫) ઇત્યાદિ આઠ કર્મોને તોડવાના અનેક ઉપાયો શાસ્ત્રમાં બતાવ્યા છે. તે ઉપાયોને આચરણમાં લાવવાથી કર્મ વ્યુત્સર્ગની સાધના થાય છે. આવી રીતે વ્યુત્સર્ગ તપ દ્વારા કર્મ ક્ષય કરી આત્મકલ્યાણ કરી શકાય છે. (૬) વ્યુતસર્ગ તપ (કાયોત્સર્ગ) : જેણે મમત્વનો ત્યાગ કરી દીધો છે તેણે સમસ્ત સંસારનો ત્યાગ કરી દીધો છે. ખરેખર એણે જ મોક્ષ માર્ગને જોયો છે. જેના મનમાં કોઈપણ ભૌતિક વસ્તુ પ્રત્યે, શરીર પ્રત્યે મારાપણું કે મમત્વ નથી એ જ સાચો મુક્ત છે. વિશ્વમાં સહુથી મોટું બંધન એક જ છે મમત્વ ! પરિગ્રહ ! नत्थि एरिसो पासो पडिबंधो अत्थि सवा जीवाणं ।१। જીવને માટે પાશ-બંધન સંસારમાં જો કોઈ હોય તો તે છે પરિગ્રહ, મમત્વ. આ મમત્વ બુદ્ધિનો ત્યાગ કરવાવાળો જ સાચો સાધક તથા સાચો તપસ્વી છે. મમત્વ બુદ્ધિ ઉપર વિજય મેળવવા માટેના અનેક સાધનો તથા ઉપાયો બતાવ્યા છે. તેમાંનો એક મુખ્ય સાધન છે વ્યસર્ગ. આ તપની સાધના જીવનમાં નિર્મમત્વની નિસ્પૃહતાની, અનાસક્તિની અને નિર્ભયતાની જ્યોતિ પ્રજવલિત કરે છે. સાધકમાં આત્મસાધના માટે અપૂર્વ સાહસ અને બલિદાનની ભાવના જગાવે છે. વ્યુતસર્ગની પરિભાષા : ચુતસર્ગમાં બે શબ્દ છે વિ - ઉત્સર્ગ - વિ નો અર્થ છે વિશિષ્ટ અને ઉત્સર્ગનો અર્થ છે ત્યાગ. વિશિષ્ટ ત્યાગ એટલે કે ત્યાગ કરવાની વિશિષ્ટ વિધિ વ્યુત્સર્ગ છે. આશા અને મમત્વ જીવનનું સૌથી મોટું બંધન છે. તે આશા, મમત્વ પછી ભલે તે ધનનું હોય, પરિવારનું હોય, શિષ્યોનું હોય, ભોજન આદિ રસોનું હોય, અથવા પોતાના શરીરનું હોય જ્યાં સુધી મોહ, બંધન નથી છૂટતાં ત્યાં સુધી મુક્તિ નથી મળતી. વ્યુત્સર્ગમાં આ બધા પદાર્થોનાં મોહનો ત્યાગ કરવામાં આવે છે. સર્વત્ર - સર્વદા - નિર્મમત્વ -૧૯)
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy