SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૧ સાત્વિક (ક્ષયોપથમિક) વૃત્તિની પ્રવૃત્તિ વિના મનની પ્રાપ્તિ એટલે કે એની સ્વાધીનતા ક્યારે પણ સુલભ નથી. કારણ કે સાધનો ભલે ગમે તેટલાં કિંમતી અને સારામાં સારા મળ્યા હોય અથવા પ્રાપ્ત કર્યા હોય, પરંતુ મનની સ્થિરતા વિના તે સાધનોથી ઉપાદાન (આત્મા) પવિત્ર નથી બની શકતો. ૯૯% માણસોની ફરિયાદ છે કે આપણું મન સ્થિર નથી, શાંત નથી, શા માટે નથી ? શાસ્ત્રકાર કહે છે કે મનને સ્વાધીન કરવા માટે એક પણ મંત્ર, તંત્ર, કામ આવવાના નથી. સંસારના અનંત પદાર્થોની માયામાં ભટકતા મનને સ્વાધીન કરવા માટે બાહ્ય તપ જ બધી રીતે સમર્થ છે. જેમ કે ખાવા-પીવાની અલગ-અલગ વસ્તુઓમાં ભટકતા મનને વશમાં કરવા માટે અનશન (ઉપવાસાદિ) છે. પારણામાં તથા એકાસણું કે આયંબિલમાં આસક્તિરૂપી સ્વાદને ટાળવા માટે ઉણોદરી તપ છે. ભાત-ભાતના પદાર્થોની ઇચ્છા કરવામાં અનાદિકાળથી અંકુશમુક્ત થઈ ગયેલા મનને વશ કરવા માટે વૃત્તિ-સંક્ષેપ નામનું તપ સર્વ રીતે કરવા યોગ્ય છે. વૃત્તિ સંક્ષેપ કર્યા પછી અમુક મનવાંછિત રસોમાં ગૃદ્ધ બનેલા મનને ધૂતકારવા માટે એ રસોનો ત્યાગ કરી દેવાથી આ તપ સાર્થક થાય છે. પાપનું મૂળ કારણ શરીર તથા ઇન્દ્રિયોની કોમળતાના ભાવોમાં રમતા મનને કાયકલેશ તપ દ્વારા સ્વાધીન કરી શકાશે અને શરીરને તથા આંગોપાંગોને જાણી જોઈને સંતાડી દેવામાં એટલે કે ભોગમય માયાના ચક્કરમાં જ્યારે મન ફસાવાવાળું હોય ત્યારે સંલીનતા તપ દ્વારા મનનું દમન કરી દેવું જેનાથી મન પોતાની મેળે વશમાં થઈ જશે. આટલું થયા પછી સાધક બધા અનુષ્ઠાનમાં સફળ થઈ જશે. કોઈપણ આરાધના હોય વાહે પ્રતિક્રમણની હોય સામાયિકની હોય કે જાપ આદિની હોય. બસ એટલો સમય એ આરાધનામાં બેઠા એના માટે એટલો સમય તપ આદરણીય છે. એટલા માટે કહ્યું છે કે – “સત્વીત્ સાથતે મનઃ” એટલે કે તામસી અને રાજસ વૃત્તિઓને દબાવ્યા બાદ સાત્વિક ભાવ દ્વારા શુદ્ધ અને વશ કરવામાં સુલભતા અને સરળતા થઈ જશે. એના પછી આત્માની ઓળખાણ અને તેની આરાધના વધારે સુગમ થશે. સારાંશ એ છે કે આત્મદેવની ઓળખાણ શરીર દ્વારા, ઇન્દ્રિયો દ્વારા અથવા તો ભૌતિક સાધનો દ્વારા ક્યારેય પણ કોઈને થઈ નથી. ભલેને તે મંત્ર-તંત્રને જાણવાવાળો સિદ્ધ પુરૂષ હોય અથવા પક્ષીની માફક આકાશમાં ઉડવાવાળો હોય. માટે જ આચાર્ય હેમચંદ્રજીએ યોગશાસ્ત્રમાં કહ્યું છે કે “માત્મનાત્મનાવેત્તિ” (યોગશાસ્ત્ર) છે એટલે કે મોહને ત્યાગી પોતાના આત્મામાં જ આત્મા દ્વારા પોતાના આત્માને જાણો આ જ વાતને ગીતામાં પણ કહી છે કે, “áત્યનાડડમાન” (ગીતાજી) આત્માનો ઉધ્ધાર આત્મા દ્વારા જ કરો. એટલા માટે કહ્યું છે કે “મના પ્રણેતે હયાત્મિા” અર્થાત્ મનની સ્વાધીનતામાં જ આત્માની પ્રાપ્તિનો સંભવ છે. “તતઃ ગાયં નિવર્તતે આત્માની રમણતાને સાધી લીધા પછી જ મોહજન્ય ક્યારેય પણ
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy