SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૧ રૂપમાં બનેલું રજ જો વિકૃત ન બને અથવા મોહ કર્મની ઉદીરણા દ્વારા દૂષિત ન બને તો તે વીર્યરત્નમાંથી ઓજની ઉત્પત્તિ થાય છે. આ પ્રકારે હમણાં જ ખાવામાં આવેલો આહારનું એક જ દિવસમાં વીર્ય નથી બનતું પરંતુ પ્રત્યેક ધાતુ ૩૦ કલાક સુધી રહે છે અને પછી છેલ્લે વીર્ય એક મહિના સુધી તૈયાર થાય છે. જે શરીરને દ્રઢ રાખવા માટેનું મૂળ કારણ છે. આત્મામાં સ્થિરતા અને સમાધિ માટેનું પ્રથમ કારણ છે. વિકાર ભાવથી ખાવામાં આવેલો ખોરાક ભલે ગમે તેટલો સારો હોય પરંતુ તેમાં લોહી આદિ સાત ધાતુઓ અપવિત્ર અને ગંદી થશે જયારે સાત્વિક ભાવથી ખાવામાં આવેલો ખોરાક લૂખો-સૂકો આહારથી બનેલું લોહી પવિત્ર, ઠંડુ બનશે જેનાથી સંતાનો પણ સદાચારી બનશે. તપને અગ્નિની ઉપમા શા માટે ? સંસારના બધા જ પ્રાણીઓનો એક અનુભવ છે કે અગ્નિ કોઈને પણ બાળ્યા વિના રહેતી નથી. લોખંડ આદિ ધાતુઓને પણ પીગળાવી દે છે. પથ્થરને તોડી નાખે છે. ઘાસ, લાકડી આદિને બાળી નાંખે છે. ખરેખર અગ્નિમાં તાકાત કેટલી બધી છે. કારણ કે ઘાસના પૂળાની અગ્નિથી પાંચ-પચ્ચીસ માણસોનું ભોજન નથી બની શકતું તેવી જ રીતે એક માણસના ભોજન માટે આગગાડીના એન્જિનની ગરમીની આવશ્યકતા નથી. જો બંનેમાં અગ્નિતત્વ સમાન હોય તો પણ ઘાસની અગ્નિમાં જેટલી માનીએ છીએ એટલી તાકાત નથી અને બીજાને માટે આટલી જોરદાર અગ્નિની જરૂરિયાત નથી. આ પ્રકારે તપશ્ચર્યા પણ કર્મરૂપી લાકડાને ભસ્મ કરવામાં સમર્થ હોવાથી અગ્નિની ઉપમા આપવામાં આવી છે. “તાપયતીન તા:” જે આત્માને, મનને, ઇન્દ્રિયોને, અસત્કર્મોને સાત ધાતુઓને તથા જીવનમાં પોષી રહેલા રાજસ અને તામસ ભાવોને ભસ્મ કરી દે તેને તપ કહેવાય છે. પહેલા પણ જોઈ ગયા છીએ કે કામ, ક્રોધ, રોષ, આસક્તિપૂર્વક જે આહાર લેવામાં આવે છે તે બધા ખાવાના સમયના કુસંસ્કારો રસમાં, લોહીમાં, માસમાં, મેદમાં, હાડકામાં, મજ્જામાં અને શુક્રરસમાં ક્રમે ક્રમે ઉતરતાં જાય છે. જેનાથી માણસમાં સમાધિ નથી રહેતી, શાંતિ નથી રહેતી. ઇન્દ્રિયદમન, ક્રોધશમન, માનમારણ, માયાતાડન અને લોભનું હનન અશક્ય થઈ ગયું છે. આ કારણે જ માનવ-માનવસમાજ દુ:ખી છે, મહા દુઃખી છે. હિંસક અને ઈર્ષાળુ છે. આ બધાં જ દૂષણોથી બચીને શાંતિ-સમાધિ પ્રાપ્ત કરવી હોય તો તપશ્ચર્યા સિવાય બીજો કોઈ માર્ગ નથી. કારણ કે શરીરમાં રહેલી સાત ધાતુઓ ક્રમશઃ તપશ્ચર્યાની અગ્નિમાં જેમ જેમ તપશે તેમ તેમ તામસ અને રાજસ વૃત્તિઓનો વિકાર બળીને રાખ થવા પર મનુષ્યનું જીવન સાત્વિક બનશે. એટલા માટે શાસ્ત્ર વચન છે કે “તપણા પ્રાથતે સત્વ” સાત્વિક ભાવ (ક્ષાયોપથમિક ભાવ) લાવવા માટે અને લાવેલા ભાવને સ્થિર કરવા માટે તપ જ શ્રેષ્ઠ માર્ગ છે. જે કારણથી કર્મ થાય છે. તેવા જ કારણનો નિર્ણય કરેલા સિદ્ધાત માર્ગજીવનમાં પ્રકાશ આપે છે તથા તપશ્ચર્યા વગર જીવનમાં ઔદાયિક ભાવ ક્યારેય પણ શાંત થતો નથી. ૭૪)
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy