SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૩) તપ કરીને કર્મ ક્ષય દ્વારા અનેક આત્માઓ મોક્ષે ગયા છે અને જવાના છે. માટે શ્રદ્ધાપૂર્વક તપ કરતા રહીએ. - પૂ. આચાર્ય શ્રી નવીનઋષિજી (૪૪) તપ એક એવું કારખાનું છે. જ્યાં આત્માના ગુણોરૂપી માલનું સતત ઉત્પાદન થયા કરે છે.- પૂ. મનોહરમુનિજી (૪૫) અગ્નિ જેમ કચરાને બાળી નાખે છે, તેમ તપ પણ શરીરમાં રહેલો કચરો તથા આત્મામાં રહેલો કર્મરૂપી કચરાને બાળી નાખે છે. - પૂ. ગચ્છાધિપતિ પ્રેમસૂરીજી (૪૬) શરીરની શોભા જેમ અલંકારોથી છે, તેમ આત્માની શોભા તપથી છે. - પૂ. પદ્મસાગરસૂરીજી (૪૭) જેમ નાવને આગળ ધમાવવા માટે બે હલેસાની જરૂર છે, તેમ બાહ્ય તપ તથા આત્યંતર તપ રૂપી બે હલેસા સંસાર સાગરથી પાર ઉતારવા માટે બતાવ્યા છે. - યુગભૂષણસૂરીજી (૪૮) તપથી સંજ્ઞા ઉપર વિજય મેળવાય છે. પ્રજ્ઞામાં વૃદ્ધિ થાય છે અને પરમાત્માની આજ્ઞામાં રહેવાય છે. - રત્નસુંદરસૂરીજી (૪૯) તપની ચાવી જેને મળી જાય છે એના માટે આત્માના દરવાજા ખુલી જાય છે. - પૂજયઘોષસૂરીજી (૫૦) તપની ટેક જે રાખે છે એ જ કર્મ સત્તા સામે ટકી શકે છે. - પૂ. રાજયશસૂરીજી (૫૧) કેટલું ખાવું એ મહત્ત્વનું નથી પરંતુ કેવું ખાઈએ છીએ એ મહત્ત્વનું છે. - પૂ. હેમરત્નસૂરીજી (૫૨) તપ અવિસ્મરણીય છે, જે આહાર આદિ સંજ્ઞાનું વિસ્મરણ કરાવે છે. - પૂ.દિવ્યરત્નવિજયજી (૫૩) તપમાં જબરજસ્તી નથી હોતી, પરંતુ સહજ વૃત્તિ હોય છે, જે કર્મોની નિર્જરા જ કરાવે છે. – પૂ. અભયદેવસૂરીજી (૫૪) તપનું પરાક્રમ જ પાપ કર્મોની પીછેહઠ કરાવે છે અને પોતાનામાં પ્રવેશ કરાવે છે. – પૂતયુગભૂષણસૂરીજી (૫૫) તપનો જે સ્વીકાર કરે છે, એનો ચારેબાજુ શ્રીકાર થાય છે. - પૂ.આચાર્ય શ્રી શીવમુનિજી (૫૬) તપ કરીને માત્ર તપસ્વી નથી બનવું પરંતુ આત્મસ્વી બનવું છે. – પૂ. આચાર્ય શ્રી મુદિતકુમારજી મહાશ્રમણ (૫૭) તપ કરીએ ત્યારે કડવું લાગે છે, પરંતુ પરિણામ મીઠાશમાં હોય છે. – પૂ.કાંતિકારી સંત શ્રી તરુણસાગરજી (૫૮) કપડાને નીચોવી નાખતા પાણી નીકળી જાય છે અને જલદીથી કોરુ થઈ જાય છે. તેમ તપમાં આત્માને નીચોવાતા કર્મોરૂપી પાણી નીકળી જાય છે અને આત્મા કર્મમુક્ત બની જાય છે. – પૂ.મહામંત્રી સૌભાગ્યમુનિજી (૫૯) તપના ત્રણ પ્રકાર બતાવ્યા છે. (૧) કાયિક તપ, (૨) વાયિક તપ, (૩) માનસિક તપ - પ્રમુખ સ્વામીજી (૬૦) ૪૦ દિવસના ઉપવાસ કરીને એક પ્રકારની શાન્તિનો અનુભવ કર્યો છે. - ઇસુ ખ્રીસ્તીજી (૬૧) તમે દરેક ઉપર કરણાભાવ રાખો. દરેકને પોતાના સમાન ગણો એ તમારૂ તપ છે. - મહમદ પયગંબર સાહેબ (૬૨) તપ એ અનેક શક્તિઓનું ગ્રંથન છે. લાખાના શરીરે સ્પર્શ કર્યોને કોઢ મટી ગયો. - સંત લોયણ (૬૩) તપ વિનાનું જીવન એટલે પ્રાણ વિનાના મડદા જેવું છે. - - સંત વાલ્મિકીજી (૬૪) તપ એ બધા જ દુર્ગુણોને વશ કરવાનું વશીકરણ મંત્ર છે. - મોરારી બાપુ (૬૫) તપ એ કર્મ છે, કાર્ય કરતા રહો ફળની આશા વગર. - પાંડુરંગ આઠવલે (૬૬) મૌન રહેવું, મૌન રાખવું એ પણ એક તપ છે. - ડોંગરેજી મહારાજ (૬૭) ભગવાનની ભક્તિ કરવી, ભક્તિમાં લીન થવું એ પણ તપ છે. - ભક્ત કવિ નરસિંહ મહેતા 10)
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy