________________
૪૬૨
છ પદનો પત્ર, આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય; બાળાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૬૪, ૬૫, ૬૮ આત્મા દ્રવ્ય નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે. પર્યાય પણ આત્માની છે. સમયે સમયે સ્વભાવ પર્યાય થાય કે વિભાવ પર્યાય થાય છે. પણ એ પર્યાય એક સમય પૂરતી છે, અનિત્ય છે. દ્રવ્યની અપેક્ષાએ આત્મા નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ આત્મા અનિત્ય છે. આ વાતનો બીજા દર્શનો સ્વીકાર કરતા નથી. બૌદ્ધદર્શન પર્યાયનો સ્વીકાર કરે છે, દ્રવ્યનો કરતું નથી. વેદાંતદર્શન દ્રવ્યનો સ્વીકાર કરે છે, પર્યાયર્નો કરતું નથી. માટે એકાંત થઈ ગયું. જે દ્રવ્યનો પણ સ્વીકાર કરે છે, ગુણોનો પણ સ્વીકાર કરે છે અને પર્યાયનો પણ સ્વીકાર કરે છે તે અનેકાંતમય જૈન વીતરાગદર્શન છે.
મુમુક્ષુઃ પર્યાય ટકી ના રહે?
સાહેબ: પર્યાય જો ટકી રહે તો શું જોઈએ? તો તો કોઈનો મોક્ષ જ ના થાય. પર્યાય જો ટકી રહે તો પહેલા જે અશુદ્ધ પર્યાય હતી, તે શુદ્ધ થાય જ નહીં. તો તો કોઈ દ્રવ્ય સિદ્ધ જ ના થાય અને દ્રવ્યનો જ નાશ થાય. કેમ કે, ઉત્પાદ વ્યય ધ્રૌવ્યયુક્ત સત્ કહ્યું છે. તો ઉત્પાદૂ -વ્યય ના હોય તો ધ્રૌવ્યપણું જ ના રહે. આખું દર્શન ઊડી જાય. કોઈ તત્ત્વ જ ના રહે. કોઈ પદાર્થ જ ના રહે. માટે પર્યાય પણ રહે છે, દ્રવ્ય પણ રહે છે. દ્રવ્ય ત્રિકાળવાર્તા છે અને પર્યાય સમયવર્તી છે. ઘટ-પટ આદિ પર્યાય જ છે. એ કંઈ મૂળ દ્રવ્ય નથી. એ જડ પરમાણુની પર્યાયો છે. ઘણા પરમાણુ મળીને સ્કંધ થયો છે. મનુષ્ય પણ એક પર્યાય છે. તે પણ જડની પર્યાય છે. તો તેનો પણ સમયે સમયે નાશ થાય છે. આપણે કંઈ ૬૦વર્ષે ઘરડા નથી થયા, જન્મતાંની સાથે ઘડપણ ચાલુ થઈ ગયું છે. દરેક દ્રવ્યની અવસ્થાઓ સમયે સમયે થાય છે અને મટે છે; નવીન અવસ્થાઓ ઉત્પન્ન થાય છે અને જૂની અવસ્થાનો નાશ થાય છે. સમયે સમયે આ પ્રક્રિયા ચાલુ છે. પર્યાયની અપેક્ષાએ ક્ષણિક છે અને દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે, શાશ્વત છે.
જેમ સમુદ્રમાં તરંગો આવે છે. તે તરંગો તેની પર્યાય છે. તરંગો પવનના કારણે આવે છે. તેથી મોજા પલટાય છે, પણ સમુદ્ર એનો એ જ રહે છે. તેવી રીતે બાળ, યુવાન અને વૃદ્ધ અવસ્થા થઈ અને મટી, પણ આત્મા એનો એ રહ્યો. આત્મામાં પહેલા અજ્ઞાન ભાવ હતો. હવે જ્ઞાન ભાવ આવ્યો. અજ્ઞાન અવસ્થામાં અજ્ઞાનભાવ હતો અને જ્ઞાન અવસ્થામાં જ્ઞાનભાવ આવ્યો તો અવસ્થા પલટાણી, પણ આત્મા એનો એ જ રહ્યો. એક મિનિટ પહેલાં તમને ક્રોધ