________________
છ પદનો પત્રા
૪૬૧ કોઈપણ સંયોગથી આત્મા ઉત્પન્ન થતો નથી. માટે આત્મા પ્રત્યક્ષ રીતે અનુભવમાં આવે છે કે તે નિત્ય છે. કેમ નિત્ય છે? એવું શું અનુમાન છે? તો કહે ઘણા જીવો જન્મતાની સાથે જ શાંતતા લઈને આવતા હોય છે. એકદમ શાંત પ્રકૃતિના હોય છે. કોઈ જીવો જન્મતાની સાથે જ ક્રોધ પ્રકૃતિવાળા હોય છે. કોઈ જીવો ભય સંજ્ઞાવાળા હોય છે. કોઈમાં ખાવાની સંજ્ઞા વિશેષ હોય છે. કોઈમાં લોભ પ્રકૃતિ વિશેષ હોય છે. તો આમ કેમ બને છે?
ક્રોધાદિ તરતમ્યતા, સંપાદિકની માંય; પૂર્વજન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૬૭ બુદ્ધિના લેવલે વિચાર કરીએ તો ખ્યાલ આવે છે કે આને કોઈએ શિખવાડ્યું નથી, છતાં આ ભય પામ્યું. કબૂતર છે તે એકદમ ભય પામી જાય છે. માંકડ ભય પામીને આડેઅવળે ઘૂસી જશે. સાપ જન્મતાંની સાથે ફૂંફાડો મારે છે. નાનું બચ્યું હશે તો પણ ફૂંફાડો મારશે. ઉંદર હશે તો તમે આમ સહેજ શ... શ.. કરશો તો જતો રહેશે, સાપ નહીં જાય, એ સામો થશે. તો કેમ આમ થાય છે? પૂર્વ જન્મ સંસ્કાર છે. પૂર્વમાં જેણે ક્રોધના સંસ્કાર કર્યા છે તે જીવ બીજા જન્મમાં જાય છે તો તે સંસ્કાર તેની સાથે રહે છે. એટલે જન્મતાની સાથે જ તે સંસ્કાર દેખાય છે. નાનપણથી જ ગુસ્સો કરતા થઈ જશે. સદ્દામ હુસેનનું જીવન વાંચજો તો ખ્યાલ આવે કે આ નાનપણથી જ સ્ટ્રોંગ માઈન્ડેડ હશે. તમે તીર્થકર ભગવાનના જીવન ચરિત્ર જુઓ તો જન્મતાંની સાથે જ જ્ઞાન લઈને આવે છે. ક્યાંથી આવ્યું ભાઈ? શ્રીમદ્જીને સાત વર્ષની ઉંમરે જાતિસ્મરણજ્ઞાન થઈ ગયું અને વૈરાગ્ય થઈ ગયો. જેવો વૈરાગ્ય રામ ભગવાનને વનવાસમાં હતો તેવો વૈરાગ્ય તેમને નાની ઉંમરમાં હતો. આ ક્યાંથી થયો? પૂર્વનું લઈને આવ્યા છે. એ સંસ્કાર એમને વર્તમાનમાં જાગૃત થયા છે.
માટે જીવ નિત્ય છે. અસંયોગી હોવાથી નિત્ય છે. આત્મા, એટલે અહીં અખંડ દ્રવ્ય લેવાનું. હવે બીજી ગાથામાં આવે છે કે,
જે સંયોગો દેખિયે, તે તે અનુભવ દશ્ય; ઊપજે નહિ સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય; એવો અનુભવ કોઈને, ક્યારે કદી ન થાય.