________________
૩૮૬
ક્ષમાપના
ભમરી ઈયળને ચટકાવી ચટકાવીને ભમરી કરી નાખે છે. એ તો કદાચ ભમરી થાય પણ ખરી અને ન પણ થાય. પણ જિન પરમાત્માનું ચિંતવન, મનન અને ધ્યાન એ બહિરાત્માને ચટકાવી ચટકાવીને અંતરાત્મા કરી નાંખે છે અને અંતરાત્માને ચટકાવી ચટકાવીને પરમાત્મા બનાવી દે છે. એમાં એટલી તાકાત છે. જે કરવાનું છે તે કરતાં નથી અને ના કરવાનું ખૂબ કરીએ છીએ. ચારેબાજુ દોડધામ, આમને પમાડી દઉં ને આમનાથી પામી જાઉં ને આમ કરી નાંખું બસ. ઉછળકૂદ, ઉછળકૂદ! નવા નવા લગ્ન થાય એટલે વારંવાર સિનેમામાં જતા રહે, કાં તો હોટલોમાં જાય, કાં તો બીજે ક્યાંક ફરવા જાય. પછી ૭૦-૮૦ વર્ષના થાય એટલે ઠરીને ઠામ થઈ જાય બસ. એ રીતે હવે તમે કરો. બહુ દોડધામ કરી. ગમે તેટલું દોડશો પણ કંઈ હાથમાં નહીં આવે. કોઈ એક જગ્યાએ શાંતિથી બેસી, આત્મામાં ઉપયોગ લઈ જશું તો તમારા હાથમાં એક સેકન્ડની અંદર આવી જશે અને કામ થઈ જશે.
તો, ભગવાને કહેલાં નવ તત્ત્વ અથવા આત્મતત્ત્વ સુધી નજર જાય તો ચમત્કાર લાગે કે મારું સ્વરૂપ, તમે પ્રગટ કર્યું તેવું જ છે. મારા ને તમારામાં કોઈ ભેદ જ નથી પ્રભુ ! જેવા તમે છો તેવો જ હું સ્વરૂપે છું. પ્રાણીમાત્રનું સ્વરૂપ એવું જ છે. પ્રાણીમાત્રને સ્વરૂપદૅષ્ટિથી જોવાથી સમતા આવે છે અને એ દૃષ્ટિથી જોયા વગર વિષમતા આવશે. દરેક જગ્યાએ આ વિષમતાના કારણે ધર્મના નામે વાડાબંધી થઈ ગઈ છે. આ મારો ધર્મ, આ પરાયો ધર્મ, અમે આ ગ્રુપના, અમે પેલા ગ્રુપના – આવું કેમ થાય છે ? સ્વરૂપદૃષ્ટિ નથી એટલે. બધાયમાં સ્વરૂપદૃષ્ટિ કરો તો આ બધા ભેદ નીકળી જશે. દરેકમાં દ્રવ્યદૃષ્ટિ કરો. દ્રવ્યદૃષ્ટિથી સમતા આવે છે અને પર્યાયદષ્ટિથી વિષમતા આવે છે. જેને આત્માનું સાચું માહાત્મ્ય આવ્યું એનો બેડો પાર થઈ ગયો. હવે એને બીજું કંઈ કરવાનું છે જ નહિ. બસ, કરવાના વિકલ્પ છોડો એ જ કરવાનું છે. સમજાય, પકડાય, માહાત્મ્ય આવે તો સહજ કલ્યાણ છે.
સમજે તો સહજમાં છે, નહીં તો અનંત ઉપાયે પણ નથી.
સમજ, પિછે સબ સરલ હૈ, બિન્ને સમજ મુશકીલ;
યે મુશકીલી ક્યા કહું ?
―
— શ્રીમદ્ રાજચંદ્ર - આત્યંતર પરિણામ અવલોકન હાથનોંધ – ૧-૧૨ સમજાણું કાંઈ ? ભગવાનનું આત્મસ્વરૂપ નજરાઈ જાય તો ચમત્કાર લાગે કે મારું સ્વરૂપ પણ તેવું જ છે. હું પણ તમારા જેવી દશા પ્રગટ કરી શકું એવી યોગ્યતાવાળો છું.